આર્સેલર મિત્તલ ગુજરાતમાં રૂ. 20 હજાર કરોડનું રોકાણ કરશે, હજીરા સ્થિત પ્લાન્ટની ક્ષમતા વધારાશે

આર્સેલર મિત્તલ ગુજરાતમાં રૂ. 20 હજાર કરોડનું રોકાણ કરશે, હજીરા સ્થિત પ્લાન્ટની ક્ષમતા વધારાશેઆર્સેલરમિત્તલના ચેરમેન અને CEO લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં રૂ. 20 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી તેમની મિટિંગ પછી આ જાહેરાત કરાઈ છે. આ રોકાણનો ઉપયોગ હજીરા સ્થિતિ સ્ટીલ પ્લાન્ટની કેપેસિટી વધારવા માટે કરાશે.

એક લાંબી કાનૂની લડાઈ પછી આર્સેલર મિત્તલ અને નીપોન સ્ટીલે પોતાના જોઈન્ટ વેન્ચર આર્સેલરમિત્તલ નીપોન સ્ટીલ ઈન્ડિયા (AMNS) દ્વારારૂ. 50 હજાર કરોડ ચૂકવીને ડિસેમ્બર 2019માં બેંકરપ્ટ એસ્સાર સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ (ESIL)ને હસ્તગત કરી છે.

હઝીરા ખાતેના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટના પ્રોગ્રેસ વિશે મુખ્યમંત્રીને તેમણે અવગત કરાવ્યા હતા. રોકાણ અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે રૂ. 5000 કરોડના રોકાણથી હજીરા પ્લાન્ટની કેપેસિટી વાર્ષિક 8.6 મિલિયન ટન પર પહોંચી જશે. તમામ માળખાકીય સુવિધાઓ પર રૂ. 20,000 કરોડથી વધુના રોકાણ સાથે કેપેસિટીનું વધુ વિસ્તરણ કરવામાં આવશે. આમાં હાલની કામગીરીની આસપાસ જમીન ઉપલબ્ધતા, કેપ્ટિવ બંદર, રેલ્વે જોડાણ, મેગા રોકાણો માટે પ્રોત્સાહક માળખું સામેલહશે.ArcelorMittal Gujarat Rs. Will invest Rs 20,000 crore, increase capacity of Hazira-based plant