આર્સેનલ રેકોર્ડ 14મી વાર ટાઇટલ જીત્યું, ફાઇનલમાં ચેલ્સીને 2-1થી હરાવ્યું; અર્ટેટા કેપ્ટન અને ક્લબ મેનેજર તરીકે ટાઇટલ જીતનાર પ્રથમ વ્યક્તિ

આર્સેનલ રેકોર્ડ 14મી વાર ટાઇટલ જીત્યું, ફાઇનલમાં ચેલ્સીને 2-1થી હરાવ્યું; અર્ટેટા કેપ્ટન અને ક્લબ મેનેજર તરીકે ટાઇટલ જીતનાર પ્રથમ વ્યક્તિઆર્સેનલે શનિવારે રાત્રે ખાલી વેમ્બલી સ્ટેડિયમ ખાતે રમાયેલી FA કપ ફાઇનલમાં ચેલ્સીને 2-1થી હરાવી સૌથી વધુ 14 વાર ટાઇટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. બીજા સ્થાને માન્ચેસ્ટર યુનાઇટેડ છે, જેણે 12 વખત FA કપ જીત્યો છે. જ્યારે ચેલ્સી અને ટોટનહમ 8-8 વખત ચેમ્પિયન બન્યા છે. ટીમના મેનેજર મિકેલ અર્ટેટા માટે પણ ફાઇનલ ખાસ રહી હતી. તે કેપ્ટન અને મેનેજર તરીકે ક્લબ માટે ટાઇટલ જીતનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે.

અર્ટેટાના મેનેજર તરીકે ક્લબ સાથે તેની પ્રથમ સિઝન છે. ગયા વર્ષે ઉનઈ અમેરી પછી તેમને ક્લબના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અર્ટેટા 1986–87 પછી પોતાની પ્રથમ સીઝનમાં મેનેજર તરીકે આર્સેનલ માટે FA કપ ટાઇટલ જીતનાર પ્રથમ વ્યક્તિ છે. જ્યોર્જ ગ્રેહામે તેની પહેલા આ સિદ્ધિ હાંસલ કરી હતી.

1 - Mikel Arteta is the first person to win the FA Cup with Arsenal as both a captain and a manager. Leader. #FACupFinal #ARSCHE pic.twitter.com/RcP0MxYGPz

— OptaJoe (@OptaJoe) August 1, 2020

આર્સેનેલે 1995-96 પછી પ્રથમ વખત યુરોપા લીગ માટે ક્વોલિફાય કર્યું છે. ચેલ્સી માટે મેચની પાંચમી મિનિટમાં ક્રિસ્ટીયન પુલિસિકે ગોલ કર્યો હતો. જોકે 28મી મિનિટમાં પિયરે અમેરિકે ગોલ કરીને સ્કોર બરાબર કર્યો હતો. ત્યારબાદ પિયરે 67મી મિનિટે પણ ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી અને ટીમ મેચ જીતી હતી.

14 - Arsenal have won the FA Cup for the 14th time; the most of any team. They are also the first side to beat the same opponent on three separate occasions in an FA Cup final. Speciality. #FACupFinal #ARSCHE pic.twitter.com/bZStYEOz64

— OptaJoe (@OptaJoe) August 1, 2020