Translate to...

આર્થિક મહામારીને પહોંચી વળવા સેવિંગ્સ ન હોય તો મન્થલી બજેટ બનાવો, જરૂરી વસ્તુ પર જ ખર્ચ કરો અને સેવિંગનો સાચો ઉપયોગ કરો

આર્થિક મહામારીને પહોંચી વળવા સેવિંગ્સ ન હોય તો મન્થલી બજેટ બનાવો, જરૂરી વસ્તુ પર જ ખર્ચ કરો અને સેવિંગનો સાચો ઉપયોગ કરો
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના મતે, લૉકડાઉનને કારણે એપ્રિલમાં દેશમાં 12.2 કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી. આવી પરિસ્થિતિમાં કોરનોવાઈરસને કારણે લોકો પહેલાં જ માનસિક રીતે મુશ્કેલીમાં હતી અને હવે આર્થિક મુશ્કેલી પણ આવી ગઈ. વેપાર હોય કે નોકરી, હજી પણ એવા સેક્ટર્સ છે, જ્યાં લોકો પર આર્થિક સંકટની તલવાર લટકી રહી છે. માર્કેટ એક્સપર્ટ્સ આ સમયે ખર્ચ પર નિયંત્રણ તથા ફંડ પર નજર રાખવાની સલાહ આપી રહ્યાં છે.

દેશના ઘણાં વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે કે લોકો પાસે ભાડાના પણ પૈસા નથી. બેકારી તથા આર્થિક સંકટને કારણે લોકો સ્ટ્રેસ તથા અન્ય બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. જોકે, જૂનમાં આ આંકડામાં સુધારો થયો છે. આ મહિને સાત કરોડથી વધુ લોકો કામ પર પરત આવ્યા છે.

સૌથી પહેલા પ્રાથમિક ખર્ચાજો તમને એવું લાગે છે કે આગામી સમયમાં તમે આર્થિક સંકટનો સામનો કરો તેવી શક્યતા છે તો સૌથી પહેલાં પ્લાનિંગ કરો. ભોપાલની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પ્રીતિ પટેલ સિંહના મતે, સૌથી પહેલા પ્રાથમિક ખર્ચ નક્કી કરો. જો તમારી પાસે બચત ઓછી છે તો માત્ર પ્રાથમિક ખર્ચ પર જ ધ્યાન આપો અને બિનજરૂરી ખર્ચા ટાળો. જો તમારી પાસે થોડી વધુ બચત છે તો બેઝિક જરૂરિયાત બાદ તમારા હેલ્થ પર ફોકસ કરો. યાદ રાખો અહીંયા પણ તમારે માત્ર જરૂરી ચીજ વસ્તુઓ પર જ ખર્ચ કરવાનો છે.

બચત કરવી બહુ જ જરૂરી છેમુંબઈના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ આશીષે કહ્યું હતું કે જો તમે આ મહામારીમાં પોતાનો બિઝનેસ કે નોકરી ગુમાવી દીધી છે અને તમારી પાસે બચત છે તો તેનો યોગ્ય ઉપયોગ જ એક માત્ર વિકલ્પ છે. પોતાની બચતને ધ્યાનમાં લઈને ખર્ચ કરવો જરૂરી છે. આ સમયે બહુ જ જરૂરી હોય તેવી જ વસ્તુઓ પર ખર્ચ કરો. જે ખર્ચને ટાળી શકાય તેમ હોય તે ના જ કરો, જેમ કે મકાનનું ભાડું (તમે મકાન માલિક સાથે વાત કરીને પોતાની પરિસ્થિતિ અંગે વાત કરી શકો છો)

CA પ્રીતિએ કહ્યું હતું, જો બચત નથી તો સૌથી પહેલાં તમે માસિક બજેટ બનાવો. પહેલાં ખર્ચની વિગતો લખો અને પછી જુઓ કે ક્યાં કેટલી જાવક થઈ રહી છે. આનાથી તમને બિનજરૂરી ખર્ચાઓ ધ્યાનમાં આવશે.

રોકાણ પર ધ્યાન રાખો, બિનજરૂરી ખર્ચા પર કંટ્રોલ કરોCA આશીષે કહ્યું હતું, આ સમયે માર્કેટની સંભાવના વ્યક્ત કરવી મુશ્કેલ છે. જો તમે એક્સપર્ટ નથી તો ઈક્વિટી તથા ઈક્વિટી સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ના કરો. જોકે, તમે જોખમ વગર ફિક્સ્ડ આવકમાં રોકાણ કરી શકો છો. આ રોકાણમાં માર્કેટ નીચે જાય તો પણ તમને અસર થશે નહીં.

CA પ્રીતિએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તે સલાહ આપી છે. તે કહે છે કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એટલો જ કરો જેટલી રકમ તમે આગામી મહિને ભરી શકો. ક્રેડિટ કાર્ડનો ઓછામાં ઓછો ઉપયોગ કરો.

મેડિક્લેમ પોલિસી નથી તો ઈમરજન્સી ફંડ બનાવોCA પ્રીતિના મતે, બધાએ મેડિક્લમે લેવો જોઈએ. જો કોઈ કારણસર તમારી પાસે વીમો નથી તો તમારે ઈમરજન્સી ફંડ બનાવીને રાખવું જોઈએ. તમારે દર મહિને થોડી થોડી બચત કરવી જોઈએ.

લોન મદદરૂપ ખરી પણ લેતાં પહેલાં નિયમ જાણી લોબેંકો અને અન્ય લોન કંપનીઓ તમને અનેક પ્રકારની લોન જેમ કે બિઝનેસ લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન, સ્ટોક પર કેશ ક્રેડિટ લોન, FD પર ઓવરડ્રાફ્ટ, ટર્મ લોન, મોર્ટગેજ લોન, મુદ્રા લોન વગેરે આપવા તૈયાર થઈ જશે. પરંતુ પ્રીતિના જણાવ્યા મુજબ, અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે લોન માટે અરજી કરતા પહેલાં તેની પ્રોસેસિંગ ફી, લેટ પેમેન્ટ ફી, પ્રિ પેમેન્ટ ફી, વ્યાજ દર, ગિરવેની જરૂર, પાત્રતા અને કાગળોની આવશ્યકતા, રિપેમેન્ટ ઇનક્મ ટેક્સમાં છૂટ વગેરે વિશેની માહિતી મેળવો.

પ્રીતિએ સાથે એમ પણ જણાવ્યું કે, શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ ફંડ બનાવવાની ટેવ પાડો. તમારી પ્રાથમિકતાઓ જેમ કે, બાળકોનું શિક્ષણ, કાર, ઘર અથવા કંઈક મોટી વસ્તુ ખરીદવી વગેરે પસંદ કરો. આ બધા માટે દર મહિને થોડું બચાવો. CA આશિષનું કહેવું છે કે, બચત નહીં થવાની સ્થિતિમાં જો શક્ય હોય તો તમે શોર્ટ ટર્મ માટે બેંક પાસેથી લોન લઈ શકો છો.

સ્વાસ્થ્યની ચિંતા કરવી પણ જરૂરી છે

સૌપ્રથમ સારી ઊંઘ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સ્ટ્રેસ ન લોરાજસ્થાનના ઉદેપુરની ગીતાંજલી હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર સાઇકોલોજીસ્ટ શિખા શર્માના જણાવ્યા અનુસાર, સાઇકોલોજીકલ મેનેજમેન્ટમાં સારી ઊંઘ લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સ્ટ્રેસ લેવાથી ઊંઘ બગડે છે અને જો ઊંઘ ખરાબ થશે તો તમારું સ્ટ્રેસ લેવલ વધી જશે. પછી તમને અન્ય સમસ્યાઓ ડાયાબિટીઝ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર વગેરે પેદા થશે. તેથી ઊંઘ પર પર ધ્યાન આપવું બહુ જરૂરી છે.ઊંઘ ન આવવાથી આપણે વધારે વિચારીએ છીએ અને મગજમાં ઘણા વિચારો આગળ વધતા રહે છે.

મગજને આરામ આપવો જરૂરીડો.શર્માના કહેવા પ્રમાણે, જો તમે કંઈ ન કરી શકતા હો તો ચાલવાનું શરૂ કરો. વોકિંગ કરવાથી મગજ રિલેક્સ રહે છે. ચાલવાથી આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ, જે ઓક્સિજનનું સેવન વધારે છે. જેમ જેમ ઓક્સિજનનું સેવન વધશે તેમ મગજના સ્ટ્રેસનું સ્તર ઘટવા લાગશે.

સકારાત્મક વિચારો અને વાંચન કરોડો. શર્માના જણાવ્યા મુજબ, તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે નાનાં-નાનાં પગલાં ભરો. એક ફ્લો ચાર્ટ બનાવો અને તેને ફોલો કરતા રહો અને થઈ જાય તેમ તેમાં ટિક માર્ક કરો. ડોક્ટર રૂમમાં સ્ટેપ્સ લખેલા હોય તેવી સફેદ ચાદર લગાવવાની પણ સલાહ આપે છે. દરરોજ તેની પર ધ્યાન પડવાથી આપણને પ્રેરણા મળે છે અને આપણે તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવા લાગીએ છીએ. આપણે આપણા મગજને મોટિવેટ કરવું પડશે. વાંચન કરવાથી આપણું અંદરનું સ્તર વિકસે છે. જેથી, આપણે આપણા લક્ષ્યો માટે પ્લાનિંગ કરવામાં સફળતા મેળવી શકીશું.

અયોગ્ય આહારથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છેઆ સમય દરમિયાન વધારે કે ઓછું નહીં પણ પ્રમાણસર ખોરાક લેવાનો છે. અયોગ્ય આહાર પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓમાં વધારો કરે છે. જેના કારણએ તમારા લક્ષ્યોને બદલે તમારું ધ્યાન આરોગ્ય તરફ વળી જાય છે. જેના કારણે સ્ટ્રેસ વધે છે અને તે આપણાં હૃદય, પાચન અને શ્વસનને સીધી અસર કરે છે.

તમારી જાતને કંઇક બનાવવાના આ સારા સમયમાં નિરાશ ન થાઓCMIIના જણાવ્યા અનુસાર, મે મહિનામાં 23.5% પર ચાલી રહેલો બેરોજગારીનો દર જૂન મહિનામાં ઘટીને 11% આવી ગયો છે. જૂનમાં કામ પર પાછા ફરેલા 7 કરોડ લોકોમાંથી 4.45 કરોડ નાના વેપારીઓ અને મજૂર હતા.

CA આશિષનું કહેવું છે કે, આ સમયમાં નિરાશ થવાને બદલે તમારી કુશળતાને વધારે સારી બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમારી જાતને વધુ સારી બનાવો. જેથી, તમને સારું કામ મળી શકે. આની મદદથી તમે નુકસાનની ભરપાઈ તો કરી જ શકશો પણ સાથે તમારા કરિયરમાં સારું પર્ફોર્મન્સ પણ આપશો.If you don't have savings to meet the economic epidemic, create a monthly budget, spend only what you need and use the savings wisely.