Translate to...

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સિવિલ-કોવિડ હોસ્પિટલની મુલાકાતે, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સિવિલ-કોવિડ હોસ્પિટલની મુલાકાતે, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક




રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ ગઈકાલે જામનગરની મુલાકાત બાદ રાજકોટ આવ્યા હતા. આજે તેઓ સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલની મુકાલાતે આવી પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. તેઓ શહેર અને જિલ્લામાં કોરોના મહામારી સામે ક્યાં પ્રકારની વ્યાવસ્થા ગોઠવવામાં આવી છે તે અંગે જાણકારી આપશે. જયંતિ રવિએ ગઈકાલે શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આજે ફરી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેમજ સિવિલ હોસ્પિટલ પાસેથી કોરોનાને લઇને વિગતો માગી હતી.

સિવિલ હોસ્પિટલની મુલાકાતે જયંતી રવિ

વધુ બેડની સુવિધા કરવાની ખાતરી આપીગઈકાલે અગ્ર સચિવે રાજકોટમાં સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી. તથા જરૂરીયાત અન્વયે વધારે બેડની સુવિધા વધારાશે તેમ જણાવ્યું હતું. હાલ 770 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે અને 950 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વધારાના વેન્ટીલેટર અને અન્ય માળખાકીય તથા સાધનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા તૈયારી દર્શાવી હતી. જયંતિ રવિએ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પ્રથમ કેસ આવ્યા ત્યારથી આજદિન સુધી કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી. ઉપરાંત લોકોને વધુને વધુ જાગૃત રહેવા અને સાવચેતીના માર્ગદર્શક પગલાને અનુસરવા અપીલ કરી હતી.

હોમ સર્વેલન્સમાં ઓક્સિમીટર સાથે રાખવાની સૂચના આપીજયંતિ રવિએ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને માનવ સંસાધન પર ખાસ ભાર મૂકી જરૂરી માહિતી મેળવી હતી. તેમણે રિવર્સ ક્વોરેન્ટીન કોન્સેપ્ટ અંગે ખાસ ધ્યાન દોરી જણાવ્યું હતું કે, ઘરમાં મોટી ઉંમરના તેમજ ગંભીર રોગ ધરાવતા લોકોને ઘરમાં જ ક્વોરેન્ટીન કરવા ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત હોમ આઇસોલેશનથી માઇક્રો અને મોડરેટ લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે બેઠાં જ સારવાર મેળવી શકશે. તેઓએ ઓક્સિમીટર ડિસવાઈસ દ્વારા ઓક્સિજન લેવલ ચેક કરી સંક્રમિત વ્યક્તિને ઓળખી કાઢવામાં સરળતા રહેતી હોવાથી દરેક સર્વેલન્સ ટીમ ઓકસિમીટર સાથે રાખી કાર્ય કરે તેવી સૂચના આપી હતી.







જયંતી રવિએ આરોગ્ય અધિકારીઓ સાથે સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક કરી