આયુષ્માન ખુરાનાએ ભાઈ અપારશક્તિ સાથે મળીને ચંદીગઢમાં નવ કરોડનું નવું ઘર ખરીદ્યું

આયુષ્માન ખુરાનાએ ભાઈ અપારશક્તિ સાથે મળીને ચંદીગઢમાં નવ કરોડનું નવું ઘર ખરીદ્યુંઆયુષ્માન ખુરાના તથા તેનાભાઈ અપારશક્તિ ખુરાનાએ ચંદીગઢના પંચકુલામાં નવું ઘર ખરીદ્યું છે. આયુષ્માન પત્ની તાહિરા સાથે હાલમાં જ પંચકુલાની મહેસૂલ કચેરીમાં જોવા મળ્યો હતો.

ઘરની કિંમત નવ કરોડ રૂપિયાસૂત્રોના મતે, આ ઘર સેક્ટર છમાં છે. આયુષ્માન તથા તાહિરાએ 21 નંબરના ઘરનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઘરની કિંમત અંદાજે નવ કરોડ રૂપિયા છે.

આયુષ્માને કહ્યું હતું કે ખુરાના પરિવારને હવે નવું ઘર મળી ગયું છે. ઘરના તમામ સભ્યોએ સાથે મળીને આ ઘર ખરીદવાનો નિર્ણય લીધો હતો. આ ઘર મોટું હોવાથી પૂરો પરિવાર સાથે રહી શકશે.

આયુષ્માન છેલ્લાં એક મહિનાથી ચંદીગઢમાં છેલૉકડાઉન ખુલ્યા બાદ આયુષ્માન તથા અપારશક્તિ પોતાના પરિવાર સાથે ચંદીગઢ આવી ગયા હતાં. અહીંયા બંનેના પેરેન્ટ્સ રહે છે. આયુષ્માને પરિવાર સાથે સમય પસાર કરવા ઉપરાંત એક જાહેરાતનું શૂટિંગ પણ કર્યું હતું.

શૂટિંગના અનુભવ પર આયુષ્માને કહ્યું હતું, ‘લૉકડાઉન બાદ હું પહેલી જ વાર સેટ પર ગયો હતો અને મેં જોયું કે લોકોએ ન્યૂ નોર્મલ રીતે જીવવાનું શીખી લીધું છે. મારા મનમાં કોઈ પણ જાતનો ડર નહોતો. ચંદીગઢમાં શૂટિંગ સારી રીતે થયું હતું. ’

વધુમાં આયુષ્માને કહ્યું હતું, ‘આટલા મહિનાઓ પછી સેટ પર આવવું અને પછી શૂટિંગ કરવું તે અનુભવ શાનદાર રહ્યો હતો. છેલ્લાં ઘણાં સમયથી આપણે તમામ પોત-પોતાના ઘરમાં હતાં અને હવે આપણે ધીમે ધીમે કામ પર પરત ફરી રહ્યાં છીએ. પરિસ્થિતિને સામાન્ય થતાં હજી સમય લાગશે પરંતુ આ દરમિયાન સાવધાની સાથે તમામ લોકોએ કામકાજ માટે પોતાના ઘરની બહાર નીકળવું પડશે.’

આયુષ્માન ખુરાનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ એમેઝોન પ્રાઈમ પર ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આયુષ્માને પહેલી જ વાર અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. અપારશક્તિની વાત કરવામાં આવે તો છેલ્લે તે રેમો ડિસોઝાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં જોવા મળ્યો હતો. હવે તે ફિલ્મ ‘હેલ્મેટ’માં જોવા મળશે.Ayushmann Khurrana buys new house worth Rs 9 crore in Chandigarh with brother Aparshakti