આફ્રિદીએ કહ્યું, "અમે ભારતીયોને એટલા ફટકાર્યા છે કે, તેમણે મેચ પછી માફી માંગી છે"

આફ્રિદીએ કહ્યું, "અમે ભારતીયોને એટલા ફટકાર્યા છે કે, તેમણે મેચ પછી માફી માંગી છે"



પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ દાવો કર્યો છે કે, ભારતીય ખેલાડીઓ તેમની સામે મેચ હાર્યા બાદ માફી માંગતા હતા. આફ્રિદીએ ક્રિકેટ કાસ્ટ શોમાં કહ્યું કે, "તેમને તો અમે બરાબરના ફટકાર્યા છે, એટલા ફટકાર્યાછે કે તેમણે મેચ પછી માફી માંગી છે."

ટેસ્ટ અને વનડેમાં પાકિસ્તાનનો હાથ ઉપરભારત અને પાકિસ્તાન વચ્ચે 59 ટેસ્ટ રમાઈ છે. તેમાંથી પાકિસ્તાન 12 અને ભારત 9 મેચ જીત્યું છે. બાકીની 38 ટેસ્ટ ડ્રો રહી હતી. વનડેમાં આ ગેપ વધારે છે. બંને દેશો વચ્ચે 132 વનડે રમાઈ છે, જેમાંથી પાકિસ્તાને 73 અને ભારતે 55 મેચમાં જીત મેળવી છે. 4 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું. બંને વચ્ચે 8 T-20 રમાઈ છે, જેમાંથી ભારતે 6 અને પાકિસ્તાને 1 જીતી છે. જ્યારે 1 મેચ ટાઈ થઈ હતી.

લાલા ભાઈ, તમે રમવાનું ચાલું કર્યું ત્યારથી વધારે માફી કોણે માંગી?

ઉપરના ત્રણેય ફોર્મેટના આંકડા તો 1952માં ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ વખત ટેસ્ટ રમાઈ ત્યારથી લઈને છેલ્લે 2019માં રમાયેલી વનડે સુધીના છે. આફ્રિદી ઓવરઓલ આંકડાને તેના કરિયરના વખત સાથે મિક્સ કરતો હોય તેમ જણાય છે. આફ્રિદીએ કહ્યું કે, "તેની ટીમ સામે ભારત એટલું હાર્યું છે કે ખેલાડીઓ તેમની પાસે જઈને માફી માગતા હતા." આંકડા તો જોકે કઈક અલગ જ વસ્તુ કહે છે. આફ્રિદીના ડેબ્યૂ પછી બંને દેશ વચ્ચે ત્રણેય ફોર્મેટમાં કુલ 105 મેચ રમાઈ છે. જેમાંથી ભારત 51 જીત્યું છે, 5 મેચ ડ્રો રહી છે અને 2માં રિઝલ્ટ આવ્યું નથી. આ દરમિયાન પાકિસ્તાન 47 વાર જીત્યું છે. તો ભાઈ બોલો, કોણે વધારે માફી માંગી? અરરે હા, અમે આ આંકડામાં 2007 T-20 ટાઈનો પણ સમાવેશ કર્યો છે, એટલે નહિ કે અમે મેચ જીત્યા હતા, પણ એટલે કે બોલ-આઉટમાં એકપણ બોલમાં સ્ટમ્પ પર નિશાન ન સાધી શક્યા પછી અમને ખબર છે કોણે માફી માંગી હશે!

2011થી ભારત પાક. સામેની 19માંથી 14 મેચ જીત્યું

લાલા ભાઈને કોઈએકહેવું જોઈએ કે, જ્યારે તમારી ટીમ ફાઈટ આપવા ઝઝૂમી રહી હોય ત્યારે આવા નિવેદન કરવાથી પાક.નું મનોબળ તો નહિ, પરંતુ ભારતની જીતની ભૂખ જ વધશે. 2011થી બંને દેશ કુલ 19 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 14 જીતી છે અને પાકિસ્તાને 5માં જીત મેળવી છે. ભારતે આ દરમિયાન 13માંથી 9 વનડે અને 6માંથી 5 T-20 જીતી છે. ભારત છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાન સામે 74% મેચ જીત્યું છે. ઓર લાલા ભાઈ, માફી કી બાત કર રહે હે, અચ્છા હૅ!





"We have beaten the Indians so much that they have apologized after the match," Afridi said.