Translate to...

આપણી જમીન પર શસ્ત્ર વગરના 20 જવાનોની હત્યાને ચીન કઈ રીતે યોગ્ય ઠેરવી રહ્યું છે

આપણી જમીન પર શસ્ત્ર વગરના 20 જવાનોની હત્યાને ચીન કઈ રીતે યોગ્ય ઠેરવી રહ્યું છે




કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ભારત-ચીન વિવાદને લઈને સરકાર પર હુમલો કરી રહ્યાં છે. તેમણે લદ્દાખમાં ચીનની સેના પાછળ હટવા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ચીનના વિદેશ મંત્રી વાંગી યી સાથે થયેલી વાતચીત પર 3 સવાલ કર્યા છે.

તેમણે પૂછ્યું કે સીમા પર પહેલા જેવી સ્થિતિ જાળવી રાખવાને લઈને શાં માટે દબાણ ન કરવામાં આવ્યું ? બીજું- આપણા ક્ષેત્રમાં 20 શસ્ત્ર વગરના જવાનોની હત્યાને ચીન શાં માટે સાચી ઠેરવી રહ્યું છે? ત્રીજા- ગલવાન ઘાટીમાં આપણા ક્ષેત્રીય સાર્વભૈમત્વનો શાં માટે ઉલ્લેખ નથી ? રાહુલે ભારત અને ચીનની સરકારોના નિવેદનોને ટ્વિટ કરીને શેર કર્યા છે. તેમણે લખ્યું કે રાષ્ટ્રહિત સર્વોપરી છે. તેની રક્ષા કરવી ભારત સરકારની જવાબદારી છે.

National interest is paramount. GOI's duty is to protect it.Then,1. Why has Status Quo Ante not been insisted on?2. Why is China allowed to justify the murder of 20 unarmed jawans in our territory?3. Why is there no mention of the territorial sovereignty of Galwan valley? pic.twitter.com/tlxhl6IG5B

— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2020

ડોભાલ અને વાંગ યીની વચ્ચે બે કલાક વાતચીત ચાલી હતીસોમવારે સમાચાર આવ્યા હતા કે ગલવાન ઘાટીમાં ચીને તેની સેનાને બે કિલોમીટર પાછળ બોલાવી લીધી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વીડિયો કોલ પર બે કલાક ચર્ચા કરી હતી. રવિવારે થયેલી વાતચીતના થોડા કલાકો પછી ચીને સેનાને પરત બોલાવવાનો નિર્ણય લીધો હતો. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખની મુલાકાત કરી હતી.

રાહુલે કહ્યું હતું- કોરોના, નોટબંધી, GSTની નિષ્ફળતા હાવર્ડ માટે કેસ સ્ટડીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે પણ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે ટ્વિટ કરીને કહ્યું કે કોવિડ-19, નોટબંધી અને GSTના મામલામાં સરકારની નિષ્ફળતા ભવિષ્યમાં હાવર્ડ બિઝનેસ સ્કુલ માટે કેસ સ્ટડી હશે. આ પહેલા તેઓ ઘણીવાર લોકડાઉનની સ્ટ્રેટેજીને ફેલ હોવાનું કહી ચુક્યા છે.







How is China justifying the killing of 20 unarmed soldiers on our soil?