આનંદનગરમાં ગ્રાહક બની યુવક-યુવતીએ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી મહિલા પાસેથી બે લાખ પડાવ્યા

આનંદનગરમાં ગ્રાહક બની યુવક-યુવતીએ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી મહિલા પાસેથી બે લાખ પડાવ્યા



શહેરના આનંદનગર વિસ્તારમાં ઘરેથી લેડીઝ વસ્તુઓનો વેપાર કરતી મહિલાના ઘરે ગ્રાહક બનીને આવેલા મહિલા અને પુરુષે ક્રાઈમ બ્રાન્ચના માણસોની ઓળખ આપી રૂ. 2 લાખ લઇ ફરાર થઈ ગયા હતાં. બાદમાં ફોન કરી અવારનવાર પૈસાની માંગ કરતા હતા જેથી મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે.

સેટલમેન્ટના નામે મહિલાના પતિને પણ બોલાવ્યોઆનંદનગર વિસ્તારમાં વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા હેતલ ભટ્ટ ઘરે રહી લેડીઝ વસ્તુઓનો વેપાર કરે છે. 6 જુલાઈના રોજ બપોરે જ્યારે તેઓ ઘરે હાજર હતા ત્યારે મહિલા અને પુરુષ ગ્રાહક બની આવ્યા હતા. હેતલ જ્યારે ઘરમાં સામાન લેવા ગયા ત્યારે બંનેએ મુખ્ય દરવાજો બંધ કરી પોતે ક્રાઈમ બ્રાન્ચમાંથી આવ્યા છીએ તમે કાયદા વિરુદ્ધ કામ કરો છો કહી ધમકાવ્યા હતા. મહિલાએ કોઈ એવું કામ નથી કરતા કહેતા સાહેબને ફોન કરી ડરાવ્યા હતા. બાદમાં સાહેબને સેટલમેન્ટની વાત કરું છું તેમ યુવકે કહ્યું હતું. જેથી મહિલાએ તેના પતિને બોલાવ્યા હતા. બંનેએ રૂ. 6 લાખની માંગ કરી હતી. પતિ- પત્નીએ આટલા રૂપિયા નથી. 1 લાખ રોકડા અને 1 લાખના દાગીના છે. જેથી બંને 2 લાખ લઈ અને બાકીના પૈસા પછી આપજો કહ્યું હતું.

આનંદનગર પોલીસે ધરપકડની તજવીજ શરૂ કરીબીજા દિવસે અવારનવાર યુવક હેતલને ફોન કરી પૈસાની માંગ કરતો હતો જો કે 50 હજાર જ હોવાની વાત કરી હતી. પરંતુ પૈસાની માંગ કરતાં હેતલ ભટ્ટે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડની તજવીજ શરૂ કરી છે.







Duplicate crime branch police robbe novelty merchant woman in ananadnagar of ahmedabad