આત્મહત્યા કરતા પહેલાં સુશાંત મિત્ર સિદ્ધાર્થ પિઠાનીને મળ્યો હતો, દિશા સલિયન કેસમાં નામ આવવાને કારણે દુઃખી હતો

આત્મહત્યા કરતા પહેલાં સુશાંત મિત્ર સિદ્ધાર્થ પિઠાનીને મળ્યો હતો, દિશા સલિયન કેસમાં નામ આવવાને કારણે દુઃખી હતો



બિહાર પોલીસ સુશાંત સિંહ કેસની તપાસ કરી રહી છે. આ દરમિયાન સુશાંતના મિત્ર તથા રૂમ પાર્ટનર સિદ્ધાર્થ પિઠાનીએ કહ્યું હતું કે એક્ટરનો પરિવાર તેની પર રિયા વિરુદ્ધ નિવેદન આપવાનું દબાણ કરે છે. હવે સિદ્ધાર્થે કહ્યું હતું કે સુશાંત પોતાની એક્સ મેનેજર દિશા સલિયાનના સુસાઈડ બાદથી દુઃખી રહેતો હતો.

કોમન મિત્રની મદદથી એક વર્ષ પહેલા સિદ્ધાર્થ તથા સુશાંત વચ્ચે મિત્રતા થઈ હતી અને પછી તે સુશાંત માટે કામ કરવા લાગ્યો હતો. લૉકડાઉનમાં બંને સાથે જ રહેતા હતા. સુશાંતે આત્મહત્યા કરી તેના થોડા કલાકો પહેલા જ બંનેની મુલાકાત થઈ હતી.

હાલમાં જ ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તે સુશાંતને 13 જૂનના રોજ રાત્રે એક વાગે મળ્યો હતો. આ સમયે તે પોતાની એક્સ મેનેજર દિશા સલિયાનના આત્મહત્યા કેસને કારણે દુઃખી હતો. સુશાંતનું નામ વાંરવાર આ કેસ સાથે જોડવામાં આવ્યું હતું અને તેના માટે બ્લાઈન્ડ આઈટમ (નનામા આર્ટિકલ) લખવામાં આવી હતી. આ બધાને કારણે સુશાંત વ્યાકુળ હતો.

વધુમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તે સુશાંતની પર્સનલ લાઈફમાં સ્પેસ આપતો હતો અને આથી જ તેને સુશાંત અને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અંગે કોઈ માહિતી નહોતી. તે રિયાને ઓળખતો પણ નથી અને તેણે ક્યારેય રિયાને કોઈ સવાલ-જવાબ કર્યા નહોતા. સુશાંત 13 જૂનની રાત્રે એક વાગે સિદ્ધાર્થને મળ્યો હતો અને બીજા દિવસે એટલે કે 14 જૂને આત્મહત્યા કરી હતી.

સિદ્ધાર્થનો આક્ષેપ, સુશાંતનો પરિવાર રિયા વિરુદ્ધ નિવેદન આપવાનું કહે છે સિદ્ધાર્થે કહ્યું હતું કે બિહારમાં સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં 15 કરોડની હેરાફેરાને લઈ રિયા પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. જોકે, સિદ્ધાર્થને આ અંગે કંઈ જ ખબર નથી. સુશાંતના પરિવારના બે સભ્યો સિદ્ધાર્થને દબાણ કરી રહ્યા છે કે તે રિયા વિરુદ્ધ નિવેદન આપે. સિદ્ધાર્થે આ વાત IOને ઈમેલથી જણાવી હતી.







Sushant met his friend Siddharth Pithani before committing suicide