Translate...

આજે રિલાયન્સનું ક્વાર્ટરલી રિઝલ્ટ, કોવિડ-19ને કારણે કંપનીનો નફો ઘટી શકે છે

આજે રિલાયન્સનું ક્વાર્ટરલી રિઝલ્ટ, કોવિડ-19ને કારણે કંપનીનો નફો ઘટી શકે છે



આજે 30 જુલાઈના રોજ દેશની સૌથી મોટી અને અમીર કંપનીનું ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. જાણકારો માને છે કે, કોરોના અને ક્રુડમાં આવેલા ચડાવ ઉતારની અસર કંપનીની બેલેન્સશિટ ઉપર જોવા મળી શકે છે. આ ઉપરાંત રિટેલ બિઝનેસનો દેખાવ પણ નબળો રહી શકે છે. રિલાયન્સના ગ્રોસ પ્રોફિટમાં એપ્રિલ-જૂન 2020 ત્રિમાસિક ગાળામાં 1.5%નો ઘટાડો આવી શકે છે. જોકે, આમાં જિયોનું પ્રદર્શન સારું રહેવાની ધારણા છે જે કંપની માટે રાહતનું કામ કરશે.

રિફાઈનિંગ માર્જીન ઘટાડાની અસર થશે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં લોકડાઉનના પગલે પેટ્રોલિયમ પેદાશોની માગમાં ભારે ઘટાડો થયો હતો. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં પણ કડાકો બોલી ગયો હતો જેના કારણે પેટ્રોલિયમ કંપનીનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બજારના જાણકારો માને છે કે આ બધાની અસર રિલાયન્સના પરિણામો ઉપર જોવા મળી શકે છે.

ટેલીકોમ બિઝનેસમાં આવક વધવાની ધારણા કોટક સિક્યોરિટીઝના જણાવ્યા પ્રમાણે, રિલાયન્સની ટેલીકોમ કંપની જિયોની આવક વધીને રૂ. 1000 કરોડ થવાની ધારણા છે. આ સમય દરમિયાન કંપનીના ગ્રાહકોની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો હતો.







Reliance's quarterly results today, Kovid-19 could lead to lower company profits