આજે રાજ્યમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો, અમરેલીના જાફરાબાદ અને જામનગરના કાલાવડમાં 2 ઈંચ વરસાદ

આજે રાજ્યમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો, અમરેલીના જાફરાબાદ અને જામનગરના કાલાવડમાં 2 ઈંચ વરસાદઆજે પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોઁધાયો છે અમરેલીના જાફરાબાદ અને જામનગરના કાલાવડમાં 2 ઈંચ વરસાદ છે.ઉપરાંત ગીરસોમનાથના ગીર ગઢડામાં 44 મિમિ, ખેડામાં 32મિમિ, જામનગરના જામજોધપુરમાં 30 મિમિ, જ્યારે જૂનાગઢના માણાવદર, કચ્છના ભચાઉમાં 29 મિમિ અને અમરેલીન ખાંભામાં 28 મિમિ વરસાદ નોઁધાયો છે.

આજના એક ઈંચ સુધીના વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિ)
અમરેલી જાફરાબાદ 50
જામનગર કાલાવડ 46
ગીર સોમનાથ ગીરગઢડા 44
ખેડા ખેડા 32
જામનગર જામજોધપુર 30
સુરેન્દ્રનગર લખતર 30
જૂનાગઢ માણાવદર 29
કચ્છ ભચાઉ 29
અમરેલી ખાંભા 28

રવિવારે દેવભૂમિ દ્વારકામાં આભ ફાટ્યું
ગઈકાલે રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 4થી 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મધ્ય ગુજરાતનો કેટલોક હિસ્સો હજુ કોરો રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખંભાળિયામાં રવિવારે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.ખંભાળિયામાં બે કલાકમાં જ 12 ઇંચ પાણી વરસતા શહેરમાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. 8 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. દેવભૂમિદ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ થયો છે.

રાજ્યમાં 487થી 110 મિમિ સુધીના વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિ)
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 487
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 355
દેવભૂમિ દ્વારકા દ્વારકા 277
પોરબંદર પોરબંદર 269
પોરબંદર કુતિયાણા 209
જૂનાગઢ વિસાવદર 201
જૂનાગઢ મેંદરડા 195
જૂનાગઢ કેશોદ 178
ગીર સોમનાથ સુત્રાપાડા 178
દેવભૂમિ દ્વારકા ભાણવડ 178
મોરબી ટંકારા 157
જૂનાગઢ માણાવદર 154
જૂનાગઢ વંથલી 123
જૂનાગઢ ભેસણ 121
જામનગર જામજોધપુર 115
વલસાડ પારડી 115
જૂનાગઢ જૂનાગઢ 114
જૂનાગઢ જૂનાગઢ શહેર 114
નવસારી ચીખલી 109
ગીર સોમનાથ તાલાલા 107
વલસાડ વાપી 104
નવસારી જલાલપોર 102

ગુજરાતમાં રેડ એલર્ટ, મધ્યપ્રદેશ સહિત 4 રાજ્યમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઓડિશા, યુપી અને ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તે ઉપરાંત આજે સોમવારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ રહેશે. રવિવારે રાતથી જ સૌરાષ્ટ્રમાં મોટાપાયે વરસાદ ખાબકડવાનું શરૂ થઈ ગયું છે. આગામી બે દિવસ ભારે રહેશે.

દેશમાં 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન, ગુજરાતમાં સારા વરસાદની સંભાવના
હાલના સમયે દેશમાં અલગ અલગ 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન બનેલા છે. તે ઉપરાંત એક મોનસૂની ટર્ફ અનુપગઢ, સીકર, ગ્વાલિયર, સીધી, રાંચી, જમશેદપુરથી લઇને હલ્દીયા સુધી, બીજો ટર્ફ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ફેલાયેલો છે. આ કારણે ગુજરાત, ઓડિશા, પ.બંગાળ, પૂર્વ યુપી, તટીય આંધ્રમાં આગામી 4 દિવસોમાં ભારે વરસાદ થવાની આશંકા છે.

Today Rainfall in Gujarat Yesterday Record break rain in Devbhumi dwarka district