આજે રાજ્યના 33 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વરસાદ જૂનાગઢના માણાવદર અને વંથલીમાં દોઢ ઈંચ

આજે રાજ્યના 33 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વરસાદ જૂનાગઢના માણાવદર અને વંથલીમાં દોઢ ઈંચરાજ્યમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. શ્રાવણમાં અષાઢી માહોલ સર્જ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળામાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માણાવદર અને વંથલીમાં દોઢ ઈંચ નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 5 ઈંચ ખાબક્યો હતો. આજે જૂનાગઢમાં એક ઈંચ, કેશોદમાં 22 મિમિ, મેંદરડામાં 20 મિમિ તેમજ સુરતના ઉમરપાડામાં 17 મિમિ અને માંગરોળમાં 15 મિમિ વરસાદ નોંધાયો હતો.

આજે નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં) જૂનાગઢ માણાવદર 38 જૂનાગઢ વંથલી 36 જૂનાગઢ જૂનાગઢ 25 જૂનાગઢ જૂનાગઢ શહેર 25 જૂનાગઢ કેશોદ 22 જૂનાગઢ મેંદરડા 20 સુરત ઉમરપાડા 17 સુરત માંગરોળ 15

ગઈકાલે 162 તાલુકામાં વરસાદ નોઁધાયો ગઈકાલે રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોઁધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના દોલવણમાં 5 ઈંચ નોંધાયો હતો. ત્યારબાદ સુરતના ઉમરપાડાના 81 મિમિ, દાંતાના 74 મિમિ અને દેડિયાપાડામાં 65 એટલે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના અમીરગઢમાં 60 મિમિ, દાંતીવાડા અને સુરતના મહુવામાં 59 મિમિ, પાટણના સરસ્વતીમાં 56 મિમિ, નવસારીના વાંસદામાં 54 મિમિ અને પાટણના સિધ્ધપુરમાં 53 મિમિ વરસાદ નોંધાયો હતો.

ગઈકાલે 10 ઓગસ્ટે નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં) તાપી ડોલવણ 132 સુરત ઉમરપાડા 81 બનાસકાંઠા દાંતા 74 નર્મદા દેડિયાપાડા 65 બનાસકાંઠા અમીરગઢ 60 બનાસકાંઠા દાંતીવાડા 59 સુરત મહુવા 59 પાટણ સરસ્વતી 56 નવસારી વાંસદા 54 પાટણ સિધ્ધપુર 53 સાબરકાંઠા પોશીના 49 ડાંગ વધઈ 49 તાપી વાલોડ 44 ગીર સોમનાથ કોડીનાર 41 ગાંધીનગર માણસા 40 નવસારી ગણદેવી 40 સાબરકાંઠા હિંમતનગર 38 ડાંગ આહવા 38 ડાંગ સુબીર 36 બનાસકાંઠા પાલનપુર 35 ભાવનગર મહુવા 35 સુરત ચોર્યાસી 35 અરવલ્લી બાયડ 34 સાબરકાંઠા પ્રાંતિજ 33 સુરત પાલસણા 33 તાપી ઉચ્છલ 30 તાપી વ્યારા 30 વલસાડ પારડી 30 સાબરકાંઠા વિજયનગર 29 બોટાદ ગઢડા 28 તાપી કુકરમુંડા 28 બનાસકાંઠા ધાનેરા 27 મહેસાણા વિજાપુર 27 અરવલ્લી માલપુર 27 બોટાદ બોટાદ 27 વલસાડ ઉમરગામ 27 ખેડા કપડવંજ 26 વડોદરા દેસર 25

Today 11 August rainifall in gujarat yesterday highest 5 inches rain in dolvan of tapi