Translate to...

આજે કર્ક રાશિમાં સૂર્ય આવી જશે, આ દિવસથી દક્ષિણાયન શરૂ થશે અને મકર સંક્રાંતિ સુધી રહેશે

આજે કર્ક રાશિમાં સૂર્ય આવી જશે, આ દિવસથી દક્ષિણાયન શરૂ થશે અને મકર સંક્રાંતિ સુધી રહેશે




હિંદુ કેલેન્ડર પ્રમાણે 15 અથવ 16 જુલાઈએ સૂર્ય કર્ક રાશિમાં આવી જાય છે. જેને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે આ વર્ષે ગુરુવાર, 16 જુલાઈએ એટલે આજે રાતે 10.36એ રોહિણી નક્ષત્રમાં સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી દક્ષિણાયન શરૂ થઇ જશે. દક્ષિણાયન આવતાં 6 મહિના એટલે મકર સંક્રાંતિ સુધી રહેશે. પં. મિશ્રા પ્રમાણે કર્ક સંક્રાંતિનો પુણ્યકાળ ગુરુવારે જ સવારે 6.15 થી 11 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન જ તીર્થ જળથી સ્નાન, દાન અને પૂજા કરવાથી પુણ્ય ફળ મળશે.

હિંદુ કેલેન્ડરના અષાઢ મહિનાથી માગસર મહિના સુધી સૂર્યના ઉત્તર તરફથી દક્ષિણ તરફ જવું દક્ષિણાયન થાય છે. પં. મિશ્રાએ જણાવ્યું કે, જ્યોતિષ અને ધર્મ ગ્રંથો પ્રમાણે દક્ષિણાયનની શરૂઆત દેવતાઓનું મધ્યાહન થાય છે અને ઉત્તરાયણની શરૂઆતનો સમય દેવતાઓની મધ્યરાત્રિ કહેવાય છે. આ પ્રકારે વૈદિકકાળથી જ ઉત્તરાયણને દેવયાન અને દક્ષિણાયનને પિતૃયાન કહેવામાં આવે છે.

ગુરુવારે કર્ક સંક્રાંતિ શુભ કહેવાય છેઃ-પં. મિશ્રાએ જણાવ્યું કે, આ વર્ષે રાતે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષના સંહિતા ગ્રંથો પ્રમાણે રાતે સંક્રાંતિ થવું સુખ આપનારું માનવામાં આવે છે. ડંક ઋષિ પ્રમાણે ગુરુવારના દિવસે સૂર્યની સંક્રાંતિ થવાથી તેનું નામ મહોદરી છે. તેના પ્રભાવથી લોકોનો વેપાર વધશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. પીળા રંગની વસ્તુઓનો ભાવ ઘટવાની સંભાવના છે.

કર્ક સંક્રાંતિ પૂજનઃ-કર્ક સંક્રાંતિએ સૂર્યોદય સમયે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઇએ. ત્યાર બાદ સ્વસ્થ રહેવાની કામનાથી સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઇએ. સાથે જ, ભગવાન શિવ અને વિષ્ણુની પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવામાં આવે છે. પૂજા બાદ શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવામાં આવે છે. ત્યાર બાદ જરૂરિયાતમંદ લોકોને જળ, કપડા, અનાજ અને અન્ય વસ્તુઓનું દાન કરવામાં આવે છે. સાથે જ, ગાયને ઘાસ ખવડાવવાનું પણ મહત્ત્વ છે.

દક્ષિણાયનના 4 મહિનામાં શુભ કામ કરવામાં આવતાં નથીઃ-હિંદુ કેલેન્ડરના અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક અને માગસર આ 6 મહિના દક્ષિણાયનમાં આવે છે. તેમાં શરૂઆતના 4 મહિના કોઇપણ પ્રકારના શુભ અને નવા કામ કરવા જોઇએ નહીં. આ દરમિયાન દેવ શયન થવાના કારણે દાન, પૂજન અને પુણ્ય કર્મ જ કરવાં જોઇએ. આ સમયે ભગવાન વિષ્ણુના પૂજનનું ખાસ મહત્ત્વ હોય છે અને આ પૂજન દેવઉઠની એકાદશી સુધી રહે છે. કેમ કે, વિષ્ણુ દેવ આ 4 મહિના માટે ક્ષીર સાગરમાં યોગ નિદ્રામાં શયન કરે છે.







Today the Sun will come in Cancer, Dakshinayan will start from this day and will last till Capricorn solstice