Translate to...

આગામી 3 દિવસમાં સૌરાષ્ટ્રમાં 15 અને અમદાવાદમાં 5 ઇંચ વરસાદની શક્યતા, આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થશે

આગામી 3 દિવસમાં સૌરાષ્ટ્રમાં 15 અને અમદાવાદમાં 5 ઇંચ વરસાદની શક્યતા, આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થશે
છેલ્લાં અઠવાડિયાથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ, અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ગેરહાજરીથી ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. પરંતુ, આનંદની વાત એ છે કે, દક્ષિણ ગુજરાતની સાથે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સક્રીય થતાં સમગ્ર રાજ્યમાં બારે મેઘ ખાંગા થશે, જેમાં આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

અપર એર સરક્યુલેશન લો-પ્રેશરમાં બદલાશેહાલમાં અરબી સમુદ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે, આ સરક્યુલેશન ઉત્તરોતર થોડું ઉપર તરફ વધીને 6 અને 7 જુલાઈએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચશે, અને સોરાષ્ટ્રનાં ભાગમાં લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. તેમજ લો-પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો- પ્રેશર બનશે, જેથી સૌરાષ્ટ્રનાં ભાગોમાં અતિભારે વરસાદ થતાં 5થી 15 ઇંચ જેટલું પાણી વરસવાની સાથે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની શકયતા છે.ફાઇલ તસવીર