આગામી વર્ષ ધોરણ 9-12 માટે 30% અભ્યાસક્રમ ઓછો હશે,ધોરણ-8 સુધી શાળા જાતે નિર્ણય લઈ શકે છે

આગામી વર્ષ ધોરણ 9-12 માટે 30% અભ્યાસક્રમ ઓછો હશે,ધોરણ-8 સુધી શાળા જાતે નિર્ણય લઈ શકે છેસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)આગામી વર્ષ તેના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મંગળવારે સાંજ બોર્ડે ટ્વિટર મારફતે આ અંગે નિર્ણય કરતા એક નોટિફિકેશન પણ જારી કર્યું છે. આ સાથેનેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) હેઠળઅભ્યાસ કરનાર 22 રાજ્યમાં 2020-21 શૈક્ષણિક સત્ર માટે ધોરણ 9થી ધોરણ 12 સુધીના અભ્યાસક્રમમાં એક-તૃત્યાંશ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. આ માટે NCERT અને CBSE બોર્ડના નિષ્ણાતોની એક સમિતિએ અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે એક મુસદ્દો તૈયાર કર્યો હતો અને ત્યારબાદ ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે આ નર્ણયલ લીધો હતો. આ ઉપરાંત ધોરણ 8 માટે CBSE શાળાને જાતે જ અભ્યાસક્રમ તૈયાર કરવા કહેવામાં આવ્યુ હતું.

કેન્દ્રીય પ્રધાન નિશંકે ટ્વિટર પર આ અંગે જાણકારી આપીમાનવ સંશાધન પ્રધાન ડો.રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે વર્તમાન સ્થિતિને જોતા અભ્યાસક્રમમાં ઘટાડો કરવાને લઈ બોર્ડને આપવામાં આવેલા સૂચનો અંગે ટ્વિટ કર્યું હતું. ત્યારબાદ CBSE તરફથી આ ઘટાડા અંગે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો.

Looking at the extraordinary situation prevailing in the country and the world, #CBSE was advised to revise the curriculum and reduce course load for the students of Class 9th to 12th. @[email protected]@[email protected][email protected]@[email protected]

— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 7, 2020

સૂચનોના આધારે અહેવાલ તૈયાર

અભ્યાસક્રમ ઘટાડવા પર કામ કરી રહેલી સમિતિએ વિવિધ શાળા સંચાલન, હિતધારકો, રાજ્યો, શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો તથા શિક્ષકો પાસેથી આ અંગે જે સૂચનો મંગાવ્યા હતા તેને આધારે એક અહેવાલ તૈયાર કર્યો છે. જોકે, આ સમયે સમિતિએ એ વાતની પૂરતી કાળજી રાખી છે કે એક સંપૂર્ણ પ્રકરણને કે ટોપિકને હટાવવામાં આવે કે જે પુનરાવર્તિત થતુ હોય અથવા તો અન્ય અભ્યાસો હેઠળ આવરી લેવામાં આવી શકે છે. હકીકતમાં લોકડાઉનને લીધે સમય તથા અભ્યાસને લઈ જે નુકસાન પહોંચ્યુ છે તેને ધ્યાનમાં રાખી બોર્ડ આ વિચારણા કરી રહ્યું છે.

CISCE અગાઉથી જ સિલેબસ ઓછો કરી દીધોબીજી બાજુ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે CBSEએ શાળાને પોતાના અભ્યસક્રમ અંગે જાતે નિર્ણય લેવા કહ્યું છે. આ અગાઉ ગયા સપ્તાહે કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)એ આગામી એકેડમિક સેશનમાં ધોરણ 10-12ના તમામ મુખ્ય વિષયોના અભ્યાસક્રમને 25 ટકા સુધી ઘટાડવાની જાહેરાત કરી હતી. આ અંગે બોર્ડે એક સત્તાવાર જાહેરનામુ જારી કરી જણાવ્યું હતું કે વર્તમાન શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન અનુદેશાત્મક કલાકોમાં થનારા નુકસાનને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.The curriculum for Std. 9-12 may be reduced next year, up to Std. 8 the school may decide on its own

The curriculum for Std. 9-12 may be reduced next year, up to Std. 8 the school may decide on its own