આગામી આદેશ સુધી BS-4 વાહનોનાં રજિસ્ટ્રેશન પર રોક લગાવી, 13 ઓગસ્ટે આગામી સુનાવણી થશે

આગામી આદેશ સુધી BS-4 વાહનોનાં રજિસ્ટ્રેશન પર રોક લગાવી, 13 ઓગસ્ટે આગામી સુનાવણી થશે



સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી BS-4 વાહનોનાં રજિસ્ટ્રેશન પર રોક લગાવી છે. સાથે જ માર્ચ મહિનામાં લોકડાઉનમાં BS-4 વાહનોનાં વેચાણ પર પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે હવે વધુ સુનાવણી 13 ઓગસ્ટે થશે.

Supreme Court bars registration of BS-IV vehicles till further orders and expresses displeasure on the sale of large number of vehicles in March during lockdown; says an unusual number of BS-IV vehicles were sold during the lockdown. Matter to be heard on August 13. pic.twitter.com/y6WlvboPDq

— ANI (@ANI) July 31, 2020

BS-4 વાહનોનાં વેચાણ માટે આપેલી લિમિટ પરત લીધી સુપ્રીમ કોર્ટે 27 માર્ચે દેશમાં BS-4 વાહનોનાં વેચાણ માટે લોકડાઉન પૂરૂં થયા બાદ 10 દિવસ સુધીનો સમય આપ્યો હતો. તે દિલ્હી NCR છોડીને તમામ દેશમાં લાગુ હતો. કોર્ટે કહ્યું હતું કે ડીલર્સે ઉલ્લંઘન કર્યું લોકડાઉન લાગુ થયાના માર્ચમાં છેલ્લા અઠવાડિયાં સુધી BS-4 વાહનોનું વેચાણ ચાલતું હતું.

31 માર્ચ બાદ વેચાયેલા BS-4 વાહનોનું રજિસ્ટ્રેશન હવે નહીં થાય કોર્ટે જણાવ્યું કે, આ આ વર્ષે 31 માર્ચ બાદ વેચાયેલા BS-4 વાહનોનું રજિસ્ટ્રેશન હવે નહીં થાય. ઓનલાઈન માધ્યમથી પણ આ વાહનોનું વેચાણ થયું છે. આ મામલે કોર્ટની ન્યાય મિત્ર એમિકસ ક્યૂરી અને વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે જણાવ્યું કે, અદાલતે 27 માર્ચે પોતાના આદેશને પરત લીધો હતો.

લોકડાઉનમાં વાહનોનું વેચાણ થવા પર પ્રશ્નો ઉઠાવ્યા વાહન ડીલર્સ સંગઠનના વકીલે જૂના આદેશનો હવાલો આપીને કહ્યું કે, કોર્ટે કહ્યું હતું કે 31 માર્ચથી પહેલાં વેચાયેલા BS-4 વાહનોનું રજિસ્ટ્રેશન થશે. આ વિશે પીઠે કહ્યું કે માર્ચમાં લોકડાઉન લાગુ થયા બાદ પણ ડીલર્સે વાહનો કેવી રીતે વેચ્યાં. કોર્ટે જણાવ્યું કે, 17,000 વાહનોનું વિવરણ સરકારના ઈ-વાહન પોર્ટલ પર કરવામાં આવ્યું નથી. કોર્ટે સરકારને ઈ-વાહનના આંકડાઓની તપાસ માટે જણાવ્યું છે.

ઈ-વાહન પોર્ટલ પર 31 માર્ચ સુધી જે વાહનોના વિવરણ અપલોડ કરેલા હશે તેનું જ રજિસ્ટ્રેશન થશે કોર્ટે કહ્યું હતું કે, ઈ-વાહન પોર્ટલ પર 31 માર્ચની પહેલાં અપલોડ કરેલા વાહનોનાં વિવરણને જ BS-4 રજિસ્ટ્રેશન માટે પરવાનગી આપશે. કોર્ટે સરકારને ઈ-પોર્ટલ પર 31 માર્ચ પછી દર્શાવેલા દરેક વાહનોના આંકડાંની માહિતી આપવા માટે કહ્યું હતું. કોર્ટે વાહન ડીલર સંગઠન પાસે પણ સરકારને વેચ્યા હોય તે બધા વાહનોના આંકડાં માગ્યા છે.

BS-4 પછી દેશમાં ડાયરેક્ટ BS-6 લાગુ સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2018માં કહ્યું હતું કે, 1 એપ્રિલ 2020થી દેશમાં BS-4 વાહનોનું વેચાણ નહીં થાય અને તેનું રજિસ્ટ્રેશન પણ કરવામાં નહીં આવે. આ પહેલાં 2016માં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, 2020 સુધી દેશમાં BS-4 પછી ડાયરેક્ટ BS-6 લાગુ થશે. 15 જૂને સુપ્રીમ કોર્ટે ચોખવટ કરી દીધી હતી કે, દેશમાં BS-4 વાહનોના વેચાણ કે રજિસ્ટ્રેશનને પરવાનગી આપવામાં નહીં જ આવે. અદાલતે થોડી છૂટ આપનારા છેલ્લા આદેશનું ઉલ્લંઘન કરવા પર વાહન ડીલર્સ એસોસિયેશનને ફટકાર પણ લગાવી હતી.

કોર્ટે માર્ચ મહિનામાં વાહનોનું 30 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરાવાનો આદેશ આપ્યો હતો માર્ચમાં સુપ્રીમ કોર્ટેને BS-4 વાહનોના અનસોલ્ડ ઈનવેન્ટ્રીના વિવરણ આપ્યા હતા. તે પ્રમાણે વાહન ઉદ્યોગ પાસે આશરે 7 લાખ ટુ-વ્હીલર, 15 હજાર પેસેન્જર કાર અને 12 હજાર કમર્શિયલ વાહન હતા. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, 1.05 લાખ ટુ-વ્હીલર, 2250 પેસેન્જર કાર અને 2000 કમર્શિયલ વાહનો વેચાઈ ગયા હતા, પરંતુ તેનું રજિસ્ટ્રેશન બાકી હતું. ત્યારબાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે, જે પણ વાહનોનું રજિસ્ટ્રેશન બાકી છે તે 30 એપ્રિલ સુધીમાં કરી દેવામાં આવે.







Supreme Court Bars BS IV Vehicle Registration Till Further Orders, Next Hearing Will Be On August 13