Translate to...

આગરામાં 71 કન્ટેન્ટમેન્ટ ઝોન, પ્રશાસને શહેરના દરેક સ્મારક અત્યારે બંધ રાખવાનો નિર્ણય કર્યો

આગરામાં 71 કન્ટેન્ટમેન્ટ ઝોન, પ્રશાસને શહેરના દરેક સ્મારક અત્યારે બંધ રાખવાનો નિર્ણય કર્યો



કેન્દ્ર સરકારે 6 જુલાઈ એટલે કે આજથી સ્મારકોને સાવચેતી સાથે ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ આગરામાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને તાજમહેલ સહિત અન્ય સ્મારકો હાલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ડીએમ પ્રભુ એન સિંહે જણાવ્યું કે, તાજમહેલ, આગરા ફોર્ટ, અકબરનો મકબરો જેવા મોન્યૂમેન્ટ્સ અત્યારે બફર ઝોનમાં રાખવામાં આવશે.ડીએમના જણાવ્યા પ્રમાણે આગરામાં છેલ્લા 4 દિવસમાં કોરોનાના નવા 55 કેસ આવ્યા છે. ત્યાં 71 કન્ટેન્ટમેન્ટ ઝોન છે. આ વિસ્તારમાં પર્યટકોની સંખ્યા વધતા સંક્રમણ ફેલાવાની શક્યતા છે.આગરામાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,295 થઈ ગયો છે. 1,059 દર્દીઓ સાજા થયા છે. અત્યારે 146 એક્ટિવ કેસ છે. સંક્રમણના કારણે કુલ 90 લોકોના જીવ ગયા છે.

પૂજા સ્થળવાળા 820 સ્મારક ગયા મહિને ખોલવામાં આવ્યાઆર્કોયોલિજકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ના અંતર્ગત આવતા દરેક સ્મારક કોરોનાના કારણે માર્ચમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ASI અંતર્ગત 3 હજારથી વધારે સ્મારક છે. તેમાંથી 820 સ્મારકો પૂજા-પાઠવાળી જગ્યાછે. તેને 8 જૂનથી ખોલી દેવામાં આવ્યા છે.

આજથી ખુલતા સ્મારકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર1. માત્ર નોન-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા સ્મારક, મ્યૂઝિયમ જ ખુલશે2. એન્ટ્રી ટિકિટ માત્ર ઈલેક્ટ્રોનિક મોડમાં જાહેર થશે.3. પાર્કિંગ, કેફેટેરિયામાં માત્ર ડિજીટલ પેમેન્ટની પરમિશન મળશે4. વિઝિટર્સને એન્ટ્રસ પર જ ફોન નંબર જણાવવો પડશે, જેથી જરૂર પડે તો પછી કોન્ટેક્ટ કરી શકાય5. એક દિવસમાં 1,000થી 1,500 વિઝટર્સને એન્ટ્રી આપવામાં આવશે.6. વિઝિટર્સે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. માસ્ક પહેરવો ફરજિયાત, માત્ર એસિમ્પ્ટોમેટિક લોકોને જ મંજૂરી આપવામાં આવશે.7. ગ્રૂપ ફોટોગ્રાફીની પરમિશન નહીં મળે.8. લાઈટ એન્ડ સાઉન્ડ શો અને ફિલ્મ શો આગામી આદેશ સુધી બંધ રહેશે.9. વેલિડ લાઈસન્સ વાળા ગાઈડ અને ફોટોગ્રાફરને જ પરમિશન મળશે.10. સ્મારકના અંદરના વિસ્તારની મંજૂરી નહીં મળે.







71 Contentment Zones in Agra, Administration decides to close every monument in the city for now