કેશોદમાં રખડતા પશુઓના આતંકનો વીડિયો વાઇરલ થયો છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં ખાનગી દુકાના વેપારીના પુત્રને આખલાએ અડફેટે લીધો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ત્યારે કેશોદના ખૂણે ખૂણે રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આખલાના આતંકના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ કેશોદમાં નોકરી પર જતાં યુવાને પશુના આતંકના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. CCTVમાં જોવા મળી રહ્યું છે પહેલા યુવાનને આખલો શિંગડા પર ઉઠાવી ફંગોળે છે અને બાદમાં પગથી કચડી રહ્યો છે. આથઈ ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
યુવાન રસ્તા પર દોડીને જાય છે પરંતુ આખલો તેને ફરી શિંગડા પર ઉઠાવી ફંગોળે છેયુવાનને બચાવવા વચ્ચે પડેલા લોકોને પણ આખલાએ ઢીક મારી પછાડ્યાCCTVમાં યુવાનને બચાવવા માટે આજુબાજુની દુકાનોમાંથી લોકો દોડી આવે છે. પરંતુ આખલો યુવાનને છોડતો નથી અને પોતાના જમીન પર જ યુવાનને માથા મારી પગથી કચડે છે. બચાવવા વચ્ચે પડેલા લોકોને પણ માથુ મારી પછાડી દે છે. આખરે એક યુવાન લોખંડની ખુરશી લઇ આવે છે અને આખલાને મારવા જાય છે પરંતુ તેને પણ આખલો પછાડી દે છે. યુવાન કરગરતી હાલતમાં રસ્તા પર દોડી જાય છે પણ આખલો યુવાનને છોડતો નથી. મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા આખરે આખલો થાકી જાય છએ અને જતો રહે છે. આ ઘટનમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજે છે
યુવાનને પગથી કચડતો આખલોલોકો બચાવવા દોડ્યા પણ તેને પણ પછાડી દીધાઆખલાના આતંકના CCTV સામે આવ્યા