Translate to...

આઉટસાઈડર હોવા છતાં બોલિવૂડમાં પોતાના નસીબ જાતે લખ્યા, નવાઝ અને આમિર મેન્ટર હતા: તાહિર રાજ ભસીન

આઉટસાઈડર હોવા છતાં બોલિવૂડમાં પોતાના નસીબ જાતે લખ્યા, નવાઝ અને આમિર મેન્ટર હતા: તાહિર રાજ ભસીનતાહિર રાજ ભસીન આઉટસાઈડર છે અને ઇન્ડસ્ટ્રીમાં તેનું કોઈ કનેક્શન નથી. તેને યશરાજ ફિલ્મ્સે મર્દાની ફિલ્મથી વિલન તરીકે લોન્ચ કર્યો. ત્યારબાદ તેના કરિયરનો ગ્રાફ ઊંચો ચડતો ગયો અને તાહિર ખૂબ ખુશ છે. મર્દાની ફિલ્મથી પોતાની ઓળખ બનાવનાર તાહિરે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને બેસ્ટ વિલનનો અવોર્ડ પણ મળ્યો હતો. ત્યારપછી તેણે મંટો અને છિછોરે ફિલ્મમાં સારું પરફોર્મન્સ આપ્યું. તેને કારણે તાહિરને 83 અને લૂપ લપેટા જેવા પ્રોજેક્ટ્સ મળ્યા. તાહિર ઘણો રોમાંચિત છે કે તેણે બોલિવૂડમાં પોતાના નસીબ ખુદ તેના હસ્તે લખ્યા છે.

View this post on Instagram

Inki batting ne dushman ke chakke chuda diye! Essaying the Little Master's role has been such a humbling experience. Presenting the man, the legend, #SunilGavaskar! #ThisIs83 @ranveersingh @kabirkhankk @deepikapadukone @sarkarshibasish @mantenamadhu #SajidNadiadwala @vishnuinduri @reliance.entertainment @fuhsephantom @nadiadwalagrandson @vibrimedia @zeemusiccompany @pvrpictures @83thefilm

A post shared by Tahir Raj Bhasin (@tahirrajbhasin) on Jan 10, 2020 at 9:31pm PST

તેણે કહ્યું કે, બોલિવૂડમાં અત્યારસુધીના મારા સફર પર મને ગર્વ છે. જ્યારે તમે ઝીરોથી શરૂઆત કરો છો તો તમારા કામને જે માન્યતા મળે છે અને જે અવસર મળે છે તેની તમે કદર કરો છો કારણકે તમે આ બધું ટેલેન્ટના દમ પર મેળવ્યું છે. અત્યારસુધી હું જે કમાયો જે મેળવ્યું, તેને હું અનુભવોના એક પર્સનલ કોલાજની જેમ જોઉં છું.

View this post on Instagram

Hum sabh mein ek Chhichhora Hota hein par unn sabh ka najayez baap ek hee hota hein. Millo Derek aur uske madhouse hostel ke chhichhoron se. Anni , Maya , Sexa , Mummy , Acid aur Bevda apka campus mein intizaar kar rahe hein. Head to a theatre this weekend to experience their crazy friendship. @foxstarhindi @nadiadwalagrandson

A post shared by Tahir Raj Bhasin (@tahirrajbhasin) on Sep 6, 2019 at 11:41pm PDT

તાપસી પન્નુ સાથે કામ કરવા માટે ઉત્સુક મારા કરિયરનો આગળનો રોમાંચક રસ્તો પણ અગાઉ જેટલો જ ચેલેંજિંગ સાબિત થવા જઈ રહ્યો છે. લૂપ લપેટા એક થ્રિલર કોમેડી છે અને આ ફિલ્મમાં તાપસી જેવી ટેલેન્ટેડ એક્ટર સાથે મારી જોડી બનવાથી હું ઘણો ઉત્સુક છું.

View this post on Instagram

I've watched the cult classic, "Run Lola Run" as a child.... Still pinching myself at the excitement of featuring in its Hindi adaptation.... Stoked to announce our thriller-comedy "LOOOP LAPETA", which will keep you spinning in loops, quite literally! ;) Can't wait to board the roller-coaster with my director Aakash Bhatia, my co-star, the beyond incredible Taapsee, and the amazing folks at Ellipsis Entertainment and Sony Pictures India! Mark your calendars for 29th January, 2021! @taapsee @sonypicturesin @ellipsisentertainment @bhatiaakash @tanuj.garg @atulkasbekar @vivekkrishnani @Aayush_Blm

A post shared by Tahir Raj Bhasin (@tahirrajbhasin) on Feb 17, 2020 at 7:35pm PST

તાહિરે કહ્યું કે તે તેની ફિલ્મી જર્ની પર ગર્વ અનુભવે છે. YRFની ફિલ્મ મર્દાની જૂની ઢબની કાસ્ટિંગથી વિપરીત હતી અને કરણ રસ્તોગીના કેરેક્ટરે મને ચેલેન્જ કરી કે રાની મુખર્જી જેવા આઇકોન સામે એન્ટિ હીરોનો રોલ પ્લે કરીને હું મારી બધી આવડત દેખાડું. રોલ યુનિક હતો જેને કારણે મારા માટે તે યાદગાર બની ગયો. આ રોલ પછી થોડું અલગ ટ્રાય કર્યું અને છિછોરેમાં હળવો કોલેજ ડ્રામા કર્યો, હવે લૂપ લપેટામાં રોમેન્ટિક લીડ રોલ પ્લે કરવાની મજા આવશે.

તાહિરે તેના પ્રેરણાસ્રોત કોણ છે તેના વિશે જણાવ્યું કે, જે લોકોને હું મેન્ટર તરીકે જોઉં છું, જરૂરી નથી કે તેઓ મને રોજ મળતા લોકો છે, પરંતુ તેઓ એવી આગવી પ્રતિભાવાળા લોકો છે જેને હું અમુકવાર જ મળું છું. આ તેમની વાતોને કારણે થાય છે અથવા તેમની કોઈ એવી વસ્તુને કારણે જેનો મારા પર ઘણો પ્રભાવ પડ્યો હોય.

આમિર ખાન પાસેથી સલાહ મળી આમિર ખાન જે મને મર્દાની પછી તરત મળ્યા હતા, નાની મુલાકાતમાં તેમણે કહ્યું હતું ઊતાવળમાં ક્યારેય ન રહેતો અને જોખમ લેવાથી ક્યારેય ન ડરતો. તે સમયે મને આ વાક્ય ઘણું રહસ્યમય લાગ્યું હતું પરંતુ જેમ-જેમ સમય પસાર થયો તેમ-તેમ આ વાતનું મહત્ત્વ મારા માટે વધતું ગયું.

મારા અન્ય મેન્ટર છે નવાઝુદ્દીન સિદ્દીકી જેમની સાથે મેં મંટો ફિલ્મમાં કામ કર્યું હતું. તેમનું કામ મને એ શીખવે છે કે ઓડિયન્સને ક્યારેય નજરઅંદાજ કરવી ન જોઈએ.

View this post on Instagram

#Repost from @nanditadasofficial ・・・ Manto's friendship with Shyam was one of his most pivotal relationships. It changed the course of his life. @viacom18motionpictures @hp_india @nanditadasofficial #FilmStoc @nawazuddin._siddiqui @rasikadugal #PareshRawal #JavedAkhtar #RishiKapoor @gurdasmaanjeeyo @tahirrajbhasin#JatishVarma #SameerDixit @MagicIfFilms #MeetManto #Manto

A post shared by Tahir Raj Bhasin (@tahirrajbhasin) on Aug 7, 2018 at 1:38am PDTDespite Being An Outsider,Tahir Raj Bhasin Wrote His Own Fortune In Bollywood, Nawaz And Aamir Are Mentors