થોડા સમય પહેલાં જ ફિલ્મમેકર અશોક પંડિતે અમિતાભ બચ્ચનનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની વાત કરી હતી. હવે અશોક પંડિતે આ મુદ્દે ખુલાસો આપ્યો હતો. ગુરુવાર (23 જુલાઈ)ના રોજ એક ન્યૂઝ ચેનલે દાવો કર્યો હતો કે બિગ બીનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમની તબિયત એકદમ ઠીક છે. ચેનલે જ્યારે અશોક પંડિત પાસે આ અંગે પ્રતિક્રિયા માગી તો તેમણે કહ્યું હતું કે આ માત્ર ઈન્ડસ્ટ્રી માટે જ નહીં પરંતુ દેશ તથા ચાહકો માટે સારા સમાચાર છે.
કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાના સમાચાર વાઈરલ થયા બાદ અમિતાભે ટ્વીટ કરીને આ સમાચારને ખોટા, પાયાવિહોણા તથા બેજવાબદાર ગણાવ્યા હતા.
.. this news is incorrect , irresponsible , fake and an incorrigible LIE !! https://t.co/uI2xIjMsUU
— Amitabh Bachchan (@SrBachchan) July 23, 2020અશોક પંડિતે શું ખુલાસો કર્યો?બિગ બીની ટ્વીટ બાદ અશોક પંડિતે ખુલાસો આપતા કહ્યું હતું, ‘ડિયર સર, એક જાણીતી ચેનલે ફોન પર ન્યૂઝ બ્રેક કર્યાં તો મને રાહતની લાગણી થઈ હતી અને મેં મારી પ્રતિક્રિયા આપી હતી. હું અત્યારે પણ તમે તથા તમારો પરિવાર ઝડપથી સાજા થાવ તેવી પ્રાર્થના કરું છું.’
Dear @SrBachchan sir, since a reputed channel like @TimesNow called me and broke the news, I was simply relieved and gave my reaction. Still hoping and praying for your & your entire family’s speedy recovery.