Translate to...

અવસાનના દોઢ મહિના પછી વિસેરા રિપોર્ટ આવ્યો, મોતને લઈ કોઈ પ્રકારની આશંકા નહીં

અવસાનના દોઢ મહિના પછી વિસેરા રિપોર્ટ આવ્યો, મોતને લઈ કોઈ પ્રકારની આશંકા નહીં



સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. અવસાનના દોઢ મહિના બાદ પોલીસને ફોરેન્સિક વિસેરા રિપોર્ટ મળી ગયો છે. સોમવાર (27 જુલાઈ)ના રોજ સવારે કલીના ફોરેન્સિક લેબે બાંદ્રા પોલીસને આ રિપોર્ટ આપ્યો હતો, જેમાં ફાઉલ પ્લેની વાતનો ઈનકાર કરવામાં આવ્યો છે. લેબ તરફથી કહેવામાં આવ્યું છે કે હજી સ્ટમક વોશ તથા નખોના સેમ્પલનો રિપોર્ટ આવ્યો નથી.

નખોના રિપોર્ટથી આ વાત સ્પષ્ટ થશે નખોના ફોરેન્સિક રિપોર્ટથી એ વાત સ્પષ્ટ થશે કે મરતા પહેલાં સુશાંત સાથે કોઈએ મારા-મારી કરી હતી કે નહીં. આ પહેલાં સુશાંતના ફાઈનલ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એ વાત કહેવામાં આવી હતી કે કોઈ પણ ફાઉલ પ્લેની વાત સામે આવી નથી. આ રિપોર્ટ પાંચ ડૉક્ટર્સની ટીમે સાથે મળીને તૈયાર કર્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સુશાંતનું અવસાન શ્વાસ રૂંધાવાને કારણે થયું હતું.

38થી વધુ લોકોની પૂછપરછ સુશાંત આત્મહત્યા કેસમાં અત્યાર સુધી 38થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. હાલમાં જ પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર મહેશ ભટ્ટની પોલીસ સ્ટેશનમાં બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. હવે ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મહેતાની પણ પૂછપરછ કરવામાં આવશે.







sushant sing raput viscera report came a month and a half after the death, with no suspicion of death