Translate to...

અલીબાબાનો જનરલ મેનેજર ડેમન શી 425 દિવસ ભારતમાં રહ્યો, 378 દિવસ ક્યાં રહ્યો તેનો કોઈ રેકોર્ડ નથી

અલીબાબાનો જનરલ મેનેજર ડેમન શી 425 દિવસ ભારતમાં રહ્યો, 378 દિવસ ક્યાં રહ્યો તેનો કોઈ રેકોર્ડ નથી
યુસી વેબના ભૂતપૂર્વ એસોસીએટ ડાયરેક્ટરની ફોરેનર રિજ્યોનલ રજિસ્ટ્રેશન ઓફિસને કરાયેલી ફરિયાદનું માનીએ તો એપની આડમાં ચીની કંપની સાઈબર ટેરરિઝમ, સૈન્ય ઠેકાણાની જાસૂસી સહિત 13 ગેરકાયદે ગતિવિધી કરતી હતી. આ અંગે કોર્ટમાં કેસ કર્યો હતો. જ્યારે કોર્ટે કહ્યું હતું કે ફરિયાદી પાસે પૂરતા પૂરાવા નથી. ફરિયાદમાં જણાવાયું હતું કે અલીબાબાનો જનરલ મેનેજર ડેમન શી જૂન 2014થી મે 2019 વચ્ચે 425 દિવસ ભારતમાં રહ્યો હતો. તેમાંથી 378 દિવસ ક્યાં રહ્યો તેનો કોઈ રેકોર્ડ નથી. જુલાઈ 2019માં 10 દિવસમાં ત્રણવાર તે બિકાનેર પણ ગયો હતો.

જેક માને ગુરુગ્રામ કોર્ટનું સમન્સ, સાઈબર ટેરેરિઝમ-જાસૂસીનો આરોપ ગુરુગ્રામની એક કોર્ટે અલીબાબા અને તેના સંસ્થાપક જેક માને સમન્સ પાઠવ્યું હતું. એક કર્મચારીની ફરિયાદના આધારે આ સમન્સ પાઠવાયું હતું. તેમને 29 જુલાઈએ પોતે અથવા તેમના વકીલને કોર્ટમાં હાજર થવા જણાવાયું છે. કર્મચારીએ આરોપ મૂક્યો હતો કે કંપની તેની એપ પર ફેક ન્યૂઝ ચલાવતી હતી. જેની સામે વાંધો દર્શાવ્યો તો કંપનીએ મને નોકરી પરથી કાઢી મૂક્યો હતો.

ગલવાન ખીણમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસા બાદ કેન્દ્ર સરકારે ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમાં અલીબાબાની એપ યૂસી ન્યૂઝ અને યૂસી બ્રાઉઝર પણ સામેલ છે. એપ પર પ્રતિબંધની ચીને આકરી ટીકા કરી હતી. તેના પછી જ ભારતે તમામ પ્રભાવિત કંપનીઓ પાસેથી લેખિતમાં જવાબ માગ્યો હતો કે તેમણે કન્ટેન્ટ સેન્સર કર્યુ હતું કે કોઈ વિદેશી સરકાર માટે કામ કર્યુ હતું? ભારતે રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરાનો હવાલો આપી આ પ્રતિબંધ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે અલીબાબાની યૂસી વેબના એક પૂર્વ કર્મચારી પુષ્પેન્દ્ર સિંહ પરમારે આરોપ મૂક્યો હતો કે કંપની ચીન વિરુદ્ધ તમામ કન્ટેન્ટને સેન્સર કરતી હતી અને તેની યૂસી બ્રાઉઝર તથા યૂસી ન્યૂઝ એપ ફેક ન્યૂઝ ફેલાવીને સામાજિક - રાજકીય અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરતી હતી.અલીબાબાનો જનરલ મેનેજર ડેમન શી- ફાઇલ તસવીર.