Translate...

અયોધ્યામાં રામ મંદિર શિલાન્યાસની ફટાકડા ફોડી ઉજવણી, પ્રદેશ પ્રમુખ પાટીલે ભગવાન રામની પૂજા-અર્ચના કરી

અયોધ્યામાં રામ મંદિર શિલાન્યાસની ફટાકડા ફોડી ઉજવણી, પ્રદેશ પ્રમુખ પાટીલે ભગવાન રામની પૂજા-અર્ચના કરી



અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ થયો છે ત્યારે તેની ઉજવણી સુરતમાં જોવા મળી રહી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકમાં ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ભગવાન રામની પૂજા-અર્ચના કરવામાં આવી છે અને ફટાકડા ફોડીને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે.

આજે આખા દેશનું સપનું પૂરું થયુંઃ પાટીલ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, આ દેશનાં લોકોની ઇચ્છા આજે પૂર્ણ થઇ રહી છે. જેમણે પણ રામ મંદિરનાં નિર્માણ માટે સહકાર્ય કર્યું, જે રામ-સેવકોએ કાર સેવા કરી, જેમણે પણ શહીદી વ્હોરી છે એ સૌનું સ્મરણ કરું છું. આજે આખા દેશનું સપનું પૂરું થયું છે.

માનગઢ ચોક શણગારાયો અયોધ્યામાં રામમંદિર શિલાન્યાસ થયો છે. અયોધ્યાની જેમ જ વરાછાના માનગઢ ચોકને શણગારવામાં આવ્યો છે. માનગઢ ચોકથી જ કાર સેવા વખતે મુખ્ય હલચલ થઈ હોવાથી અહિંથી જ શિલાન્યાસ વખતે મુખ્ય કાર્યક્રમ રખાયો છે. આ વિસ્તારને શણગારવામાં આવ્યો છે. ફટકડા ફોડવા સહિતના કાર્યક્રમ સાથે 51 કિલો સુખડીનો પ્રસાદ વિતરીત કરવામાં આવ્યો છે.

પ્લાઝમા ડોનેટ કેમ્પ યોજાયો દરેક હિન્દુ પરિવાર તેમના ઘરે સાંજે સાત વાગ્યે દીપ પ્રગટાવશે. આ સાથે જ કોરોનાગ્રસ્ત થયા બાદ તેમાંથી સાજા થઈને પરત આવેલા લોકો દ્વારા અન્ય કોરોનાના દર્દીઓને બચાવવા માટે પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો છે. જેને લઈને પ્લાઝમા ડોનેટ કેમ્પ પણ યોજવામાં આવ્યો છે.

રાસ લઈને ઉજવણી પણ કરવામાં આવી સુરત ખાતે રામ ભક્તોમાં તહેવાર જેવો માહોલ જામ્યો છે. ઢોલ નગારા, ગુલાલ, ફટાકડા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન રામ ભક્તો દ્વારા રાસ લઈને ઉજવણી પણ કરવામાં આવી હતી.







સી આર પાટીલ દ્વારા પૂજા અર્ચના બાદ પ્રસાદી વિતરણ કરવામાં આવી અને ઈનસેટમાં ફટાકડા ફોડી ઉજવણી