અયોધ્યામાં આશ્રમ અને અખાડા સજવા લાગ્યા, ચોક-ચાર રસ્તા પરનાં મંદિરોમાં ભજનોની ગૂંજ

અયોધ્યામાં આશ્રમ અને અખાડા સજવા લાગ્યા, ચોક-ચાર રસ્તા પરનાં મંદિરોમાં ભજનોની ગૂંજપાંચ ઓગસ્ટના રોજ રામમંદિરના શિલાન્યાસ માટે અયોધ્યા સંપૂર્ણપણે સજીને તૈયાર છે. રામનગરીનું રૂપ-રંગ બદલાઈ ગયું છે. અખડા-આશ્રમ સજવા લાગ્યા છે. નંદીગ્રામ ખાતેના રામજાનકી મંદિર સહિત દરેક ચાર-રસ્તા પર આવેલા મંદિરોમાં સંકીર્તનની ગુંજ છે. મણિદાસજીની છાવણીમાં દેશભરમાંથી આવેલી ભેટ-સોગાદનો સ્વીકાર કરાઈ રહ્યો છે. શનિવારે ધારાસભ્ય અજય સિંહે 300 ગ્રામ ચાંદીની 50 ઈંટો દાનમાં આપી છે. શિલાન્યાસ પછી પ્રસાદ વિતરણ માટે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસના આશ્રમમાં લાડુ તૈયાર કરાઈ રહ્યા છે. હનુમાનગઢી ચાર રસ્તાથી રામજન્મભૂમિ તરફ જતા માર્ગ અને તેની ફુટપાથને ચિત્રો અને પ્રવેશદ્વારોથી સજાવાઈ છે. રામ કી પૌડી પણ રંગબેરંગી રોશનીથી ચમકી રહી છે.

અયોધ્યામાં ધાર્મિકતાની સાથે જ પ્રથમ સ્વતંત્રતા સેનાની મંગલ પાંડે અને અશફાક ઉલ્લા ખાનના બલિદાનનો એક રંગ પણ ભળ્યો છે. મંગળ પાંડે અને અશફાક ઉલ્લા અહીંના જ હતા. પહેલા બંનેને ફાંસી થઈ અને પછી અંગ્રેજોએ તેમનાં પરિજનોને તોપની આગળ બાંધીને ઉડાવી દીધા હતા. શહેરનામાના લેખક યતીન્દ્ર મિશ્રના મતે બલિદાનનો આ રંગ શહેરના વર્તમાનને વધુ વૈભવશાળી બનાવે છે.

રામ મંદિરની નજીક અશરફી ભવન પાછળ રહેતા સમાજસેવક આઝમભાઈ કહે છે કે, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે. તેમને લાગે છે કે, વડાપ્રધાન આવશે તો નિરાશ નહીં કરે. અયોધ્યા હિન્દુઓની ધાર્મિક નગરી તો છે જ, આ શહેરે ઔલિયા અને ખુર્દ મક્કા પણ છે. અહીં વલિઓની દરગાહો પણ છે. બાબરી વિવાદમાં સુપ્રીમ કોર્ટ સુધી મુખ્ય પક્ષ રહેલા ઈકબાલ અંસારી (હાજી હાશિમ અંસારીના પુત્ર) પણ રામ મંદિર શિલાન્યાસના પૂજન સમારોહમાં ભાગ લેવા માગે છે. ઈસ્લામમાં ફકીરી લાઈનના લોકો પણ હિન્દુ સાધુ-સંતો ફકીરો સાથે સંવાદ કરતા હતા અને 40 દિવસ અયોધ્યા વાસ કરતા હતા. અહીં ગુરુદ્વારા છે તો ચર્ચ પણ છે. ઈતિહાસકાર જણાવે છે કે, અયોધ્યા એક સમયે બૌદ્ધ ધર્મનું પણ મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

જર્મન મંડપ પર આંધી અને વરસાદની અસર નહીં, PM અહીંથી કરશે સંબોધન 5 ઓગસ્ટના શિલાન્યાસ સમારોહ માટે વિશાળ જર્મન હેન્ગર મંડપ તૈયાર થઈ ચુક્યો છે. જે અતિથિઓને આંધી-પાણીથી બચાવશે. વડાપ્રધાન મોદી આમંત્રિત અતિથિઓ સાથે આ મંડપમાં જ બેસશે. અહીં તેમના માટે અલગથી આસલ લાગશે. આ આસન જન્મભૂમિ સ્થળના એ સ્થાન પર હશે, જ્યાં મંદિરનું ગર્ભગૃહ બનશે. અહીં 11 પૂજારીની સાથે આચાર્યોની ટીમ હશે. પીએમનું આસન એવી રીતે બનાવાશે કે તેમનો ચહેરો પૂર્વ દિશા તરફ રહે. અહીંથી તેઓ અતિથિઓ અને ધર્માચાર્યોને પણ સંબોધિત કરશે. તેને સુંદરતાથી સજાવવાની સાથે લાઈટ, કેમેરા અને સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં રાખીને ટીમ દિવસ-રાત મહેનત કરી રહી છે. સીએમ યોગી આદિત્યનાથ તૈયારીઓની સમીક્ષા કરવા રવિવારે અયોધ્યા આવશે.

જાત ન પૂછો સાધુ કી... ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું- યોગી આદિત્યનાથએ ખુશીની વાત છે કે, ભગવાન રામે આપણી પેઢીને તેમના જીવનકાળમાં આ ઐતિહાસિક ઘટનાની તક આપી છે. આ એ હજારો ભક્તોના બલિદાનને યાદ કરવાની પણ ઘટના હશે, જે તેના સાક્ષી બનવા માટે આપણી સાથે નથી.’

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે કહ્યું- 6 ડિસેમ્બર, 1992ના રોજ વિવાદિત માળખું તુટી ગયું, સરકાર પણ ગઈ. જોકે, સરકાર પડી જવાનો કોઈ અફસોસ નથી. સરકાર પડી જવી તો નાની વાત છે. ગર્વ છે કે, મારા માથા પર કોઈ પણ કારસેવકનો જીવ લેવાનો આરોપ લાગ્યો નથી.’

મહામંડલેશ્વર, જૂના અખાડા કન્હૈયા પ્રભુનંદે કહ્યું- શ્રીરામ જન્મભૂમિમાં 5 ઓગસ્ટના રોજ થનારા શિલાન્યાસમાં મને ન બોલાવવો અનુસૂચિત જાતિનાં લોકોનું અપમાન હશે. આ એક સુયોજિત કાવતરા હેઠલ થઈ રહ્યું છે. સરકાર પોતાની કથની અને કરનથી ફરી રહી છે.’

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ કહ્યુ- સાધુની કોઈ જાતિ હોતી નથી. સન્યાસ લીધા પછી બધા બરાબર થઈ જાય છે. કન્હૈયા પ્રભુનંદનું નિવેદન સંત પરંપરાની વિરુદ્ધ છે. નિવેદન પાછું નહીં લીધું તો તેમની સામે કાર્યવાહી કરાશે.’રામજન્મભૂમિ તરફ જતા માર્ગ પર પ્રવેશદ્વાર લગાવાઈ રહ્યો છે.