Translate to...

અયોધ્યાના કુંભારો માટે 'અચ્છે દિન'; 80% યુવાનો પૂર્વજોના કામ સાથે જોડાયેલા છે, કહ્યું- લોકડાઉન પછી રામ અમારા માટે ગરમીમાં વરસાદની જેમ

અયોધ્યાના કુંભારો માટે 'અચ્છે દિન'; 80% યુવાનો પૂર્વજોના કામ સાથે જોડાયેલા છે, કહ્યું- લોકડાઉન પછી રામ અમારા માટે ગરમીમાં વરસાદની જેમ
રામની પેડીથી લગભગ 5 કિમી દૂર શહેરના બહારના ભાગમાં કુંભારોનું ગામ જયસિંહપુર છે. ગામના કુંભારોને શ્રીરામ જન્મભૂમિ પૂજનને ભવ્ય બનાવવા માટે તંત્ર તરફથી 1 લાખ દીવાનો ઓર્ડર મળ્યો છે. લોકડાઉનમાં કુંભારોના હાલ ખરાબ થયા હતા પરંતુ આ ઓર્ડર તેમના માટે સંજીવનીની જેમ છે. જો કે, ઓર્ડર વિનોદ પ્રજાપતિને મળ્યો છે, પરંતુ 600 લોકોની વસ્તીવાળા 40 ઘરોમાં આ ઓર્ડર વહેંચી દેવાયો છે. કોઈ 5 હજાર તો કોઈ 7 હજાર દીવા બનાવી રહ્યા છે.કુંભારોનું કહેવું છે કે, લોકડાઉનમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, પરંતુ ભૂમિપૂજન અમારા માટે ઉનાળામાં વરસાદ જેવું છે.

આ તસવીર જયસિંહપુરની છે. ભૂમિપૂજન માટે દીવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. 5 ઓગસ્ટે પીએમ મોદી ભૂમિપૂજન કાર્યક્રમ માટે આવશે.

ત્રણ વર્ષમાં ગામના 80% લોકો પૂર્વજોના રોજગાર સાથે જોડાયા ઘરના આંગણમાં બેસેલા વિનોદ ઈલેક્ટ્રિક ચાક પર દીવા બનાવી રહ્યા છે. ઘરના યુવાનો અને મહિલાઓ દીવાને તડકામાં રાખવા અને જે સુકાઈ ગયા છે, તેમને સજાવવાનું કામ કરી રહી છે. વાતચીતમાં વિનોદે જણાવ્યું કે, 30 વર્ષ પહેલા અમારી સ્થિતિ સારી હતી. આ જ મંદિરમાં પ્રસાદ અન્ય વસ્તુઓ માટીના વાસણમાં આવતી હતી. હોટલ પર પણ માટીની કુલ્લડ અને ગ્લાસ હતા. સમય બદલાયો અને માટીની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થવા માંડ્યો. ત્યારપછી અમે પૂર્વજોનું કામ છોડીને બીજી નોકરી કરવા લાગ્યા. પૈસા પણ એટલા નહોતા મળતા કે ઘરનો ખર્ચ પણ ઉઠાવી શકીએ. હવે છેલ્લા ત્રણ વર્ષથી જ્યારે અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારથી સ્થિતિ સુધરી છે. હાલ લોકડાઉનમાં જે યુવાનો બહાર કમાવવા માટે ગયા હતા તે પાછા આવ્યા છે તો હવે તેમને પણ કામ મળી ગયું છે. ગામના લોકોને બીજું શું જોઈએ.ઘર પરિવારનો ખર્ચ નીકળી જતો હોય તો કોણ બહાર જવા માંગે. ગામના લગભગ 80% યુવાનો તેમના પૂર્વજોના રોજગાર સાથે જોડાયેલા છે.

વિનોદે કહ્યું કે, ગામના 80ટકા યુવાનો હવે પૂર્વજોના રોજગાર સાથે જોડાયેલા છે. જ્યારથી અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારથી સ્થિતિ સુધરી રહી છે

ફ્રીજ ખરીદ્યુ, ઘર બનાવડાવ્યુ અને લગ્ન પણ કરાવ્યા વિનોદના દીકરા રાકેશે જણાવ્યું કે, પહેલા રેલવેમાં એસી કોચ એટેન્ડેન્ટનું કામ કરતો હતો. જ્યારે 2017માં 2.5 લાખ દીવાનો ઓર્ડર મળ્યો તો અમે ઘરે જ રોકાઈ ગયા. હું અને મારા બે ભાઈ, પિતાજી, માતા અને પત્નીએ મળીને દીવા તૈયાર કરવાનું શરૂ કર્યું. ગામના લોકોને પણ ઓર્ડર આપી દીધો. એ વખતે અમારી પાસેથી 140 રૂપિયાના ભાવે દીવા લેવાયા હતા. અમારી સાથે સાથે ગામના લોકોને પણ ફાયદો થયો હતો. જ્યારે ફરી 2018માં પણ ઓર્ડર મળ્યો તો અમે નોકરી છોડી દીધી અને અમારા પરિવાર સાથે અહીંયા જ કામ કરવા લાગી ગયા. વર્ષમાં એક વખત મોટો ઓર્ડર મળી જાય છે. જ્યારે બીજા મંદિરોમાં પણ તીજના તહેવારે દીવા જાય છે. આ સાથે જ થોડા અન્ય ઓર્ડર પણ મળી જાય છે. એટલા માટે હવે નોકરી છોડવાનું કોઈ દુઃખ નથી. રાકેશે જણાવ્યું કે, હવે ગામમાં મોટાભાગના લોકોના ઘરોમાં ટીવી, ફ્રિજ અને મોટર સાઈકલ વગેરે છે. અમે પણ ગત વર્ષે જ અમારા ઘરમાં સમારકામ કરાવ્યું છે. ઘરની આગળ ટીન શેડ લાગવ્યો છે જેથી દીવાને સ્ટોર કરી શકાય.

25 થી 30 હજાર વર્ષની બચત થઈ જાય છે વિનોદના બાજુમાં રહેતા અશોક કુમારને 6 હજાર દીવા બનાવવાના છે. અશોકે જણાવ્યું કે, હું રોડવેજમાં મિસ્ત્રી હતો. 20-25 વર્ષ થઈ ગયા હતા. 2013માં અમારી પાસે ITIની ડિગ્રી માંગવામાં આવી હતી, જે અમારી પાસે ન હતી એટલા માટે અમે ઘરે જ રોકાઈ ગયા. 3-4 વર્ષ ઘણા હેરાન થયા, પરંતુ અયોધ્યા દીપોત્સવના કારણે અમને નવું જીવન મળી ગયું. દર વર્ષે 20-30 હજારની બચત થઈ જાય છે. લોકડાઉન લાગ્યું તો કોઈ ગ્રાહક નહોતું અને મંદિરોમાં પણ ખાસ દીવો નહોતા જતા, અમે હેરાન થઈ ગયા હતા કે હવે જે કંઈ પણ વધ્યું છે એ પણ ખલાસ થઈ જશે, પણ ભગવાને બધાની અરજ સાંભળી લીધી.શ્રાવણનો મહિનો જેમાં કામ બંધ રહે છે તેમાં ભૂમિપૂજનના કારણે અમને ઘરે બેઠા કામ મળી ગયું છે.

ભૂમિપૂજન કાર્યક્રમ માટે દીવા તૈયાર કરાયા છે. એ દિવસે અયોધ્યમાં દિવાળી જેવું નજરાણું જોવા મળશે

માંગ વધી તો રજા પર આવેલા ગામના લોકોને પણ રોજગાર મળ્યો વિનોદે જણાવ્યું કે, હાલ પણ ગામના ઘણા યુવાનો બહાર કમાવા જઈ રહ્યા છે, પરંતુ હોળી- દિવાળી જેવા તહેવાર પર આવતા જતા રહે છે. જ્યારે એ લોકો દિવાળી પર આવે છે તો તેમના શેઠ તેમનો પગાર કાપી લે છે. પરંતુ હવે તેમને આ વાતની ચિંતા નથી. કારણ કે દિવાળીમાં જેટલા દિવસ રોકાય છે અહીંયા તેમને કામ મળી જાય છે. જેનાથી તેમની કમાણી પણ થઈ જાય છે અને ઘરે રજા પણ ગાળી લે છે. માર્કેટમાં પણ માંગ વધવાથી અમારી સ્થિતિ સારી થઈ છે.

સરકાર પાસેથી 16 હજાર રૂપિયાની ઈલેક્ટ્રિક ચાક મળી છે ગામના જ રાજેશે જણાવ્યું કે, સરકારે 2018માં અમને ઈલેક્ટ્રિક ચાક આપ્યા હતા, જે મોટરથી ચાલે છે. લગભગ 16 હજાર રૂપિયાના છે આ ચાક. જેનાથી અમારું કામ ડબલ સ્પીડે થાય છે.ગામના લોકોના નામે જમીનનો પટ્ટો પણ છે. પરંતુ ત્યાં મશીનથી ખોદકામ ન કરી શકાય, એટલા માટે માટીનું ડમ્પર મંગાવીએ છીએ જે 4000 રૂપિયામાં મળે છે.

જ્યારથી અયોધ્યામાં દીપોત્સવ થઈ રહ્યો છે ત્યારથી અહીંયા કુંભારોને રોજગાર મળ્યો છે. દર વર્ષે 25-30 હજાર રૂપિયાની બચત થાય છે

અયોધ્યામાં 30 વર્ષ જૂની પરંપરા લાગુ થાય તો સ્થિતિમાં વધારે સુધારો થાય અશોક કહે છે કે 30 વર્ષ પહેલા મંદિરમાં પ્રસાદ માટીના વારણમાં અપાતો હતો. ત્યારે પ્લાસ્ટિકનું ચલણ ન હતું. જ્યારથી પ્લાસ્ટિક આવ્યું છે ત્યારથી મંદિર અને દુકાનદારોએ અમારા વિશે પુછ્યું જ નથી અને અમે બજારમાંથી બહાર થઈ ગયા. અમારી સરકારને અપીલ છે કે તમામ ધાર્મિક સ્થળ ઉપર નહીં પરંતુ અયોધ્યાના મંદિરમાં માટીના વાસણોમાં પ્રસાદ આપવાનો નિયમ લાગુ કરવામા આવે. તેનાથી પ્લાસ્ટિકમાંથી છૂટકારો મળે અને અમને ફાયદો થશે.

એક વ્યક્તિનો નહીં સમગ્ર પરીવારનો બિઝનેસ છે વાતચીત દરમિયાન વરસાદ શરૂ થયો. ઘરમાં રહેલી મહીલાઓ માટીના દીવાને ઢાકવા લાગી હતી. રાકેશ કહે છે કે મહિલાઓને પણ માટીના વાસણો બનાવતા આવડે છે. આ માત્ર એક વ્યક્તિનો નહીં સમગ્ર પરીવારનો બિઝનેસ છે.Ground Report From Ayodhya, Good day for the potters of Ayodhya; 80% of the youth are engaged in the work of the ancestors