Translate to...

અમેરિકામાં 9/11ના હુમલાની તસવીરમાં દેખાતા એન્જિનિયરનું કોરોનાથી મોત, WHOએ મેલેરિયાની દવાથી કોરોનાની સારવારની ટ્રાયલ રોકી

અમેરિકામાં 9/11ના હુમલાની તસવીરમાં દેખાતા એન્જિનિયરનું કોરોનાથી મોત, WHOએ મેલેરિયાની દવાથી કોરોનાની સારવારની ટ્રાયલ રોકી




ડબ્લ્યૂએચઓએ કોરોનાના દર્દીઓની સારવાર માટે મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ બંધ કરી દીધી છે. ડબ્લ્યૂએચઓએ નિવેદન જારી કરીને તેની પુષ્ટિ કરી. સંગઠને કહ્યું છે કે તે હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખીને આ ટ્રાયલ કરી રહ્યું હતું. ઘરે સારવાર હેઠળના દર્દીઓ સાથે ટ્રાયલને કોઇ લેવા-દેવા નથી. આં.રા. દેખરેખ સમિતિ આ ટ્રાયલ પર નજર રાખી રહી હતી. સમિતિએ ટ્રાયલ રોકવાની ભલામણ કરી હતી, જે સ્વીકારી લેવાઇ છે.

ટ્રાયલના અત્યાર સુધીના પરિણામ દર્શાવે છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગથી હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓના મૃત્યુદરમાં કોઇ ઘટાડો નથી થયો. જોકે, હોસ્પિટલમાં દાખલ જે દર્દીઓને આ દવા અપાઇ તેમનો મૃત્યુદર વધવાના પણ નક્કર પુરાવા નથી મળ્યા. ડબ્લ્યૂએચઓએ એચઆઇવીના દર્દીઓની સારવાર માટે લોપિનાવિર કે રિટોનાવિર દવાની ટ્રાયલ પણ રોકી દીધી છે. સંગઠને કહ્યું છે કે તેના પરિણામો પણ હાઇડ્રોક્સીક્લોરોક્વીન જેવા જ છે.

ન્યૂયોર્ક: 9/11ના હુમલાની તસવીરવાળા એન્જિનિયરનું કોરોનાથી મોતઅમેરિકામાં 9/11ના આતંકી હુમલાની તસવીરમાં દેખાતા એન્જિનિયર સ્ટીફન કૂપર (78)નું કોરોનાથી મોત થયું છે. આ તસવીરમાં કૂપર વર્લ્ડ ટ્રેડ સેન્ટર નજીક બચીને ભાગતા દેખાય છે. હુમલા વખતે તેઓ ન્યૂયોર્કમાં રહેતા હતા. કેટલાક વર્ષોથી તેઓ ફ્લોરિડાના ડેલરે બીચ વિસ્તારમાં રહેતા હતા. 2001ની 11 સપ્ટેમ્બરે લેવાયેલી આ તસવીર દુનિયાભરમાં ચર્ચામાં રહી હતી. તે ન્યૂયોર્કના 9/11 સ્મારક સંગ્રહાલયમાં રખાઇ છે.

અમેરિકા: કોરોનાથી 1.32 લાખ મોત પણ ટ્રમ્પનો દાવો- 99% કેસમાં નુકસાન નહીંઅમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકામાં કોરોનાના 99% કેસ સંપૂર્ણપણે નુકસાનરહિત છે. અમેરિકાએ 4 કરોડ ટેસ્ટ કર્યા છે. તેમાંથી 99%માં નુકસાન નથી થયું. બીજા દેશો આવો દાવો ન કરી શકે, કેમ કે તેમણે બહુ ઓછા ટેસ્ટ કર્યા છે જ્યારે ડબ્લ્યૂએચઓ કહી ચૂક્યું છે કે દુનિયામાં કોરોનાના સરેરાશ 20% દર્દીઓને ઓક્સીજનની અને હોસ્પિટલાઇઝેશનની જરૂર પડી રહી છે. અમેરિકામાં કોરોનાના 29,36,175 કેસ નોંધાયા છે અને 1,32,327 મોત થયા છે.

દુનિયા: દુબઈમાં 110 દિવસ બાદ ગુરુદ્વારા ખૂલ્યું, દ.આફ્રિકામાં પહેલી વાર 10 હજાર કેસયુએઇના દુબઇમાં ગુરુ નાનક દરબાર ગુરુદ્વારા 110 દિવસ બાદ ખૂલ્યું. પહેલા દિવસે 250 લોકો આવ્યા. યુએઇમાં અત્યાર સુધી કોરોનાના 50,857 કેસ નોંધાયા છે, 321 મોત થયા છે. બીજી તરફ દ.આફ્રિકામાં પહેલી વાર 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા. ત્યાં અત્યાર સુધી 1,87,977 કેસ નોંધાયા છે અને 3 હજાર મોત થયા છે. 15,78,376 સંક્રમિતોવાળા બ્રાઝિલમાં 50 દિવસ બાદ પણ નવા સ્વાસ્થ્ય મંત્રીની નિયુક્તિ થઇ શકી નથી. ત્યાં 64,365 મોત થઇ ચૂક્યા છે. પાછલા સ્વાસ્થ્ય મંત્રી નેલ્સન ટેકએ વિરોધ બાદ 15 મેએ રાજીનામું આપ્યું હતું.







(લાલ સર્કલમાં) અમેરિકામાં 9/11ના આતંકી હુમલાની તસવીરમાં દેખાતા એન્જિનિયર સ્ટીફન કૂપર (78)નું કોરોનાથી મોત થયું.