અમેરિકામાં બે અઠવાડિયાંમાં 97 હજાર બાળકો કોરોના સંક્રમિત મળ્યાં. અત્યાર સુધીમાં અમેરિકામાં 3.38 લાખ બાળકો કોરોના સંક્રમિત

અમેરિકામાં બે અઠવાડિયાંમાં 97 હજાર બાળકો કોરોના સંક્રમિત મળ્યાં. અત્યાર સુધીમાં અમેરિકામાં 3.38 લાખ બાળકો કોરોના સંક્રમિતઅમેરિકામાં જુલાઇનાં છેલ્લાં બે અઠવાડિયાંમાં 97 હજાર બાળકો કોરોના સંક્રમિત મળ્યાં છે. અમેરિકન એકેડમી ઑફ પીડિયાટ્રિક્સ એન્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ એસો.ના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. રિપોર્ટ મુજબ 30 જુલાઇ સુધીમાં અમેરિકામાં 3.38 લાખ બાળકો કોરોના પોઝિટિવ મળ્યાં છે. એટલે કે 29 ટકા બાળકો માત્ર બે અઠવાડિયાંમાં સંક્રમિત થયાં. એકલા દક્ષિણ અને પશ્ચિમનાં રાજ્યોમાં આવા 70 ટકા કેસ છે. તેમાં મિસૌરી, ઓક્લાહોમા, અલાસ્કા, નેવાડા, ઇડાહો, મોન્ટાના તથા અન્ય રાજ્યો સામેલ છે.

આ આંકડો હજુ વધી શકે છે, કેમ કે ટેક્સાસ અને ન્યુયોર્ક સ્ટેટનો સંપૂર્ણ રિપોર્ટ હજુ નથી આવ્યો જ્યારે ન્યુજર્સી જેવાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં બાળકોમાં સંક્રમણના કેસ ઓછા છે. ત્યાં માર્ચ-એપ્રિલમાં સંક્રમણ પીક પર હતું. ખાસ વાત એ છે કે મોટા ભાગનાં બાળકોમાં શરૂમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં નહોતાં. રિપોર્ટમાં કોરોનાથી બાળકોનાં મોતના આંકડાનો ખુલાસો નથી કરાયો. અમેરિકામાં કોરોનાના કુલ 52,00,313 દર્દી મળ્યા છે અને 1,65,619 મોત થયાં છે.

ઘણાં રાજ્યોમાં સ્કૂલો ખૂલી, દર્દી મળ્યા તો બંધ પણ કરાઇ અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં સ્કૂલો ખૂલી ચૂકી છે. વધતા સંક્રમણના કારણે કેટલીક સ્કૂલો ફરી બંધ કરવી પડી છે. જ્યોર્જિયાની એક સ્કૂલની સોશિયલ મીડિયા પર આવેલી તસવીરોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી હતી. વિરોધ બાદ સ્કૂલે ઓનલાઇન ક્લાસિસ લેવાનો નિર્ણય લીધો.

શ્રીલંકા: 4 મહિના બાદ સ્કૂલો ખૂલી, 20 ઓગસ્ટથી સંસદ ખૂલશે શ્રીલંકામાં અંદાજે 4 મહિનાથી બંધ સ્કૂલો સોમવારથી ખૂલી ગઇ. અહીં 200થી ઓછા વિદ્યાર્થીઓવાળી સ્કૂલોને જ તેની મંજૂરી મળી છે. 20 ઓગસ્ટથી સંસદ પણ ખૂલી જશે. શ્રીલંકામાં અત્યાર સુધીમાં 2,579 દર્દી મળ્યા છે અને 11 મોત થયાં છે.

ન્યુઝીલેન્ડ: 101 દિવસથી કોરોનાનો એક પણ નવો દર્દી નહીં ન્યુઝીલેન્ડમાં 101 દિવસથી કોરોનાનો એકેય નવો દર્દી નથી મળ્યો. અહીં માર્ચમાં લૉકડાઉન કરાયું હતું. યુનિ. ઑફ ઓટાગોના મહામારી નિષ્ણાત માઇકલ બેકરે કહ્યું કે આ સારો સંકેત છે. દેશમાં અત્યાર સુધીમાં 1,500 દર્દી મળ્યા છે અને 22 મોત થયાં છે.In two weeks, 97,000 children in the United States were infected with coronavirus. So far, 3.38 million children in the United States have contracted coronary heart disease