Translate to...

અમેરિકામાં એક દિવસમાં નવા 61 હજાર દર્દી, ઓસ્ટ્રેલિયામાં બહારથી આવનારા ક્વૉરન્ટીન

અમેરિકામાં એક દિવસમાં નવા 61 હજાર દર્દી, ઓસ્ટ્રેલિયામાં બહારથી આવનારા ક્વૉરન્ટીન




કોરોનાના કારણે અમેરિકાની હાલત દયનીય થઈ ચૂકી છે. અહીં ગત 24 કલાકમાં કોરોનાના 61,067 નવા દર્દી મળ્યા હતા. એક દિવસમાં સૌથી વધુ દર્દી મળવાનો આ નવો રેકોર્ડ છે. અગાઉ મંગળવારે 60,200 નવા દર્દી મળ્યા હતા. ગત 10 દિવસમાં ગુરુવારે છઠ્ઠો એવો દિવસ હતો જ્યારે 50 હજારથી વધુ કેસ મળ્યા હતા. 24 કલાકમાં અહીં કોરોનાને લીધે એક હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં 30 લાખથી વધુ ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 1,33,195 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. દર્દીઓમાં મોટો વધારો દક્ષિણ, પશ્ચિમ રાજ્યોમાં થયો છે, કેમ કે અહીં સૌથી પહેલાં અનલૉક થયું હતું. ગુરુવારે અલ્બામા, ઈદાહો, ઓરેગોન, ટેક્સાસ, મિસૌરી અને મોન્ટેનામાં રેકોર્ડ દર્દી મળ્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં 50% વિદેશી ફ્લાઈટ પર રોકઓસ્ટ્રેલિયાએ દેશમાં આવનારી 50% ફ્લાઈટ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. દેશ પાછા ફરનારા નાગરિકોની સંખ્યા પણ 4000 સુધી મર્યાદિત કરાઈ છે. લોકોએ પાછા ફર્યા બાદ અહીં ક્વૉરન્ટીનમાં રહેવું પડશે. દેશમાં 9,359 ચેપગ્રસ્ત છે, જ્યારે 106નાં મૃત્યુ થયાં છે.

જાપાન : નાઈટ લાઈફથી ચેપ વધ્યો, યુવા વધુ લપેટમાંજાપાનમાં શુક્રવારે રેકોર્ડ 243 દર્દી મળ્યા. જોકે અગાઉ ગુરુવારે 224 મળ્યા હતા. ટોક્યોના ગર્વનર યુરિકો કોઈકે અનુસાર 20-30 વર્ષના યુવાઓમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શહેરની નાઈટ લાઈફ તેનું મૂળ કારણ છે. યુવાઓ ઘરે રહેવાની સલાહને માનતા નથી. ઈમરજન્સી લગાવીને મે સુધી જાપાને સ્થિતિ કાબૂ કરી લીધી હતી. દેશમાં 20,371 કેસ છે, જ્યારે 1,000થી પણ ઓછા મૃત્યુ થયાં છે. એકલા ટોક્યોમાં 7,300 દર્દી છે અને 325 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે ઉપરાંત જાપાનમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. એક્સપર્ટ્સે ચિંતા વ્યક્ત કરી હતી કે એવામાં કોરોના વધુ ફેલાઈ શકે છે.

પાકિસ્તાનમાં મૃત્યુ 5,000ને પાર, હોસ્પિટલો ફૂલ, ઓક્સિજન સિલિન્ડર ખૂટ્યાંપાકિસ્તાનમાં કોરોનાથી 5,058 મૃત્યુ થઈ ચૂક્યાં છે. જ્યારે 2.43 લાખ ચેપગ્રસ્ત છે. દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા પડી ભાંગી છે. હોસ્પિટલો ભરાઈ ચૂકી છે. જ્યારે સૌથી મોટા ઓક્સિજન સપ્લાય અનુસાર એપ્રિલથી મહામારી ફેલાયા બાદ ચાર વખત તે 10 હજાર સિલિન્ડરની સપ્લાય વધારી ચૂક્યો છે. ચર્ચિત ઈન્ડસ હોસ્પિટલે ઓક્સિજનના અભાવને લીધે દર્દીઓને ઘરે રહીને ઉપચાર કરવાની સલાહ આપી છે. પાકિસ્તાનમાં પણ અનલૉક પછી કોરોનાના કેસમાં ઝડપી વધારો નોંધાયો છે. સરકારને ઓગસ્ટ સુધી 5 ગણા કેસ વધવાનું અનુમાન છે. સરકાર લોકોને જાતે જ પોતાનું ધ્યાન રાખવા કહી રહી છે. દેશના સૌથી મોટા મેડિકલ સંસ્થાન ડાઉ યુનિવર્સિટીના પ્રમુખ સઈદ કુરૈશી અનુસાર ડિસ્ટન્સિંગ તો છે જ નહીં, લોકો માસ્ક પણ પહેરતાં નથી. એવામાં ચેપને કેવી રીતે રોકી શકાય.







61,000 new patients a day in the US, quarantines coming from outside in Australia