અમેરિકાના 40 રાજ્યમાં કોરોનાનો પ્રકોપ, 6 સપ્તાહમાં હોસ્પિટલોમાં દાખલ દર્દી બમણાં

અમેરિકાના 40 રાજ્યમાં કોરોનાનો પ્રકોપ, 6 સપ્તાહમાં હોસ્પિટલોમાં દાખલ દર્દી બમણાં



અમેરિકાના 50માંથી 40 રાજ્યોમાં ગત 14 દિવસમાં કોરોનાનો ચેપ ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન આ રાજ્યોમાં કોઈ એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ નવા દર્દીઓ મળ્યાં હતાં. તેમાંથી મુખ્ય રાજ્ય કેલિફોર્નિયા, ફ્લોરિડા, ટેક્સાસ, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિના છે. હોસ્પિટલોની હાલત એપ્રિલ જેવી જ થઈ ચૂકી છે. હાલ હોસ્પિટલોમાં 59,670 કોરોના દર્દી દાખલ છે. એપ્રિલના મધ્યમાં 59,940 દાખલ હતા. જૂનના મધ્યમાં 28,000 થઈ ગયા હતા. કોરોનાથી મૃત્યુમાં પણ ઝડપી વધારો નોંધાયો હતો. શુક્રવારે ચોથા દિવસે દેશમાં 1100થી વધુ મૃત્યુ થયા હતા. એકમાત્ર એરિઝોનામાં જ 24 કલાકમાં સૌથી વધુ 140 લોકો મૃત્યુ પામ્યા. 30 રાજ્યોમાં મૃત્યુનો ટ્રેન્ડ અત્યંત ગંભીર જોવા મળ્યો. ટેક્સાસની સ્ટારર કાઉન્ટી મોટું હોટસ્પોટ બની ગઇ છે. અહીં એક લાખ લોકો પર 2350 દર્દીઓ છે જે ટેક્સાસના અન્ય શહેરોની તુલનાએ વધારે છે. સ્ટારર કાઉન્ટીની એક પણ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારની સુવિધા નથી. અમેરિકામાં અત્યાર સુધી 43,15,709 દર્દી મળ્યાં છે. જોકે 1,49,398 મૃત્યુ થયા છે.

અમેરિકાની હોસ્પિટલોમાં દર્દીઓ

15 એપ્રિલ- 59,94015 જૂન- 2800025 જુલાઈ- 59,670

સિંગલ ડે રેકોર્ડ : અત્યાર સુધી સર્વાધિક નવા દર્દી ગત 14 દિવસ દરમિયાન જ મળ્યાં

રાજ્ય દિવસ નવા દર્દી ફ્લોરિડા 12 જુલાઈ 15,300 ટેક્સાસ 15 જુલાઈ 12,490 કેલિફોર્નિયા 22 જુલાઈ 12,137 જ્યોર્જિયા 2 જુલાઈ 4816 નોર્થ કેરોલિયા 18 જુલાઈ 2386

​​​​​​કેલિફોર્નિયા સૌથી વધુ ચેપગ્રસ્ત છે. અહીં અત્યાર સુધી 4,53,121 દર્દી મળ્યાં છે. જોકે 8427 લોકો મૃત્યુ પામ્યા છે

ઉત્તર કોરિયામાં કોરોનાના ડરથી પહેલી વખત ઈમરજન્સી, કેસોંગમાં લૉકડાઉન કોરોનાના ડરથી ઉત્તર કોરિયામાં પ્રથમ વખત ઈમરજન્સી જાહેર કરાઈ હતી. દ.કોરિયાની સરહદે કેસોંગ શહેરમાં લૉકડાઉન જાહેર કરાયું હતું. દેશના નેતા કિમ જોંગ ઉને કહ્યું કે લાગે છે કે ક્રૂર વાઈરસ દેશમાં ઘૂસી ગયો છે. સરકારી મીડિયા અનુસાર દ.કોરિયાથી એક કોરોના ચેપગ્રસ્ત ગેરકાયદે રીતે ઉ.કોરિયામાં ઘૂસ્યાં બાદ ઈમરજન્સી લગાવાઈ હતી.

બ્રિટને નાગરિકોને સ્પેન ન જવાની સલાહ આપી બ્રિટને તેના નાગરિકોને સ્પેનનો પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી. પરિવહન વિભાગે કોરોનાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો હતો. સ્પેનમાં બે દિવસમાં જ રેકોર્ડ 5000થી વધુ નવા દર્દી મળ્યાં હતાં. અધિકારીઓએ સાવચેત કરતાં કહ્યું કે સ્પેનમાં ચેપની બીજી લહેર શરૂ થઇ શકે છે. બ્રિટનમાં અત્યાર સુધી 2,98,681 દર્દી મળ્યાં છે. જોકે 45,738 મૃત્યુ પામ્યા છે.







ફાઇલ તસવીર.