Translate to...

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઝેશનમાં ચીનની એન્ટ્રી અત્યાર સુધીની સૌથી ખરાબ ડીલ, ચીને નિયમોનું કર્યું ઉલ્લંઘન

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઝેશનમાં ચીનની એન્ટ્રી અત્યાર સુધીની સૌથી ખરાબ ડીલ, ચીને નિયમોનું કર્યું ઉલ્લંઘન



અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઝેશનમાં ચીનની એન્ટ્રી તે અત્યાર સુધીની સૌથી ખરાબ ડીલ છે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે જેવી રીતે ચીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તે રીતે અત્યાર સુધી અન્ય કોઈ દેશે નિયમોનનું ઉલ્લંઘન કર્યું નથી. ટ્રમ્પે ઓહિયોના વ્હર્લપૂલ કોર્પોરેશન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે સંબોધન કર્યું હતું..​​​

અમેરિકાના રાજનેતાઓ પર પણ આક્રમક રીતે વરસ્યા

ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં, આપણા કેટલાક નેતાઓએ વૈશ્વિકરણની નીતિ અપનાવી હતી. આપણી નોકરીઓ, રૂપિયા અને કારખાનાઓ બીજા દેશોમાં ચાલ્યા ગયા. વૈશ્વિકરણની નીતિ અપનાવી ભદ્ર ​​લોકો અમીર બનતા રહ્યા , પરંતુ આપણા કર્મચારીઓ માટે કંઈ જ બચ્યું નહીં.

ચીનને વિકાસશીલ દેશ કહેવા અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, "આનાથી તેને ફાયદો મળે છે, પણ અમે તેનો સ્વીકાર કરીશું નહીં. આ પહેલા પણ જાન્યુઆરીમાં ટ્રમ્પે કહ્યું હતું કે, WTOમાં અમેરિકા સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવામાં આવતો નથી. હજુ પણ ભારત અને ચીનને વિકાસશીલ દેશ માનવામાં આવી રહ્યા છે.

WTOના કારણે ચીન અહીં સુધી પહોંચ્યું

ટ્રમ્પે કહ્યું હતું કે, WTO વર્ષોથી અમેરિકાની સાથે ભેદભાવ કરતુ આવ્યું છે. તેની આ જ નીતિઓના કારણે ચીન આજે અહિં સુધી પહોંચ્યું છે. 2001થી ચીન આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય છે.







ટ્રમ્પે વ્હર્લપૂલ કોર્પોરેશન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે સંબોધન કર્યું હતું.