અમેરિકાના નિષ્ણાતોનો દાવો- આગામી 6 અઠવાડિયામાં દેશમાં કોરોનાના કેસ 10 કરોડ સુધી પહોંચી શકે છે, અત્યાર સુધી ફક્ત 3 રાજ્યોએ કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત સ્વીકારી છે

અમેરિકાના નિષ્ણાતોનો દાવો- આગામી 6 અઠવાડિયામાં દેશમાં કોરોનાના કેસ 10 કરોડ સુધી પહોંચી શકે છે, અત્યાર સુધી ફક્ત 3 રાજ્યોએ કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત સ્વીકારી છેહાલમાં થોડા સપ્તાહમાં ભારતમાં કોરોનાવાઈરસના કેસમાં વધારો થયો છે. દેશમાં દરરોજ આશરે 50 હજાર નવા સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. ગયા અઠવાડિયે માત્ર ત્રણ દિવસમાં 1 લાખ લોકો કોરોનાવાઈરસની ઝપેટમાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આવું જ રહ્યું તો ભારત ડેઈલી કેસમાં બ્રાઝિલને પણ પાછળ છોડી દેશે.

સંક્રમણ ઝડપથી વધી રહ્યું હોવા છતાં કમ્યુનિટી ટ્રાન્સમિશન વિશે વાત કરવામાં સરકારની અનિચ્છા નિષ્ણાતોને મુશ્કેલીમાં મુકી રહી છે. ગ્લોબલ હેલ્થમાં સંશોધનકર્તા અને પુણેમાં ડોક્ટર અનંત ભાનના જણાવ્યા પ્રમાણે, કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાતને સ્વીકાર કરવાથી પોલિસી ઘડનારાઓને અસ્વસ્થ થઈ જાય છે. જ્યારે સતત પોઝિટિવ કેસ વધી રહ્યા હોય, ત્યારે આવું ન થવું જોઈએ

1 સપ્ટેમ્બર સુધી થઈ શકે છે કોરોનાના 35 લાખ કેસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે અનુમાન લગાવ્યું છે કે, ભારતમાં 1 સપ્ટેમ્બર સુધી કોરોનાના 35 લાખ કેસ થઈ શકે છે. અમેરિકાના એપીડેમિઓલોજિસ્ટ ભ્રમર મુખર્જીએ વેબસાઈટ ધ વાયર સાથે વાતચીતમાં જણાવ્યા પ્રમાણે, સંભવ છે કે ભારતમાં પહેલાથી જ 3 કરોડ પોઝિટિવ કેસ છે અને આગામી 6 સપ્તાહમાં તે વધીને 10 કરોડ સુધી પહોંચી શકે છે.

તેમણા જણાવ્યા મુજબ, "એમાં કોઈ શંકા નથી કે ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. હું એ જાણવા માગુ છું કે સાયન્ટિસ્ટ આ વાતને કેવી રીતે સાબિત કરે છે કે કોઈ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી.

સરકાર તેની છબી ખરાબ થવા દેવા માગતી નથી વેલોર સ્થિતિ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં એપીડેમિઓલોજિસ્ટ જયપ્રકાશ મુલિયિલના જણાવ્યા પ્રમાણે, કેટલાક નેતાઓ ચિંતિત છે કે કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત સ્વીકાર કરવાથી લોકો એવું માનશે કે સરકાર સંક્રમણ રોકવામાં સક્ષમ નથી. તે ઉપરાંત લોકડાઉન દરમિયાન વાઈરસ અટકાવવા માટે કરવામાં આવેલા તમામ ઉપાયો નિષ્ફળ રહ્યા છે. શું સરકાર એ માને છે કે તે તમામ પ્રાઈમરી અને સેકેન્ડરી કોન્ટેક્ટને ઓળખવામાં અને આઈસોલેટ કરવામાં નિષ્ફળતા રહી છે? બીમારીએ પગ પસેરો કરી દીધો છે.

માત્ર 10 રાજ્યોમાં 86% સંક્રમિત છે અત્યાર સુધી માત્ર કેરળ, પશ્ચિમ બંગાળ અને આસામની સરકારોએ તેમના રાજ્યોમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત સ્વીકારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટામાંથી જાણવા મળ્યું છે કે, 86 ટકા કોવિડ 19 સંક્રમણ સમગ્ર દેશના 29માંથી 10 રાજ્યોમાંથી આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈનના જણાવ્યા અનુસાર, નવા સમુદાયમાં વાઈરસની શરૂઆતને ટ્રેસ અને ઓળખવામાં અસમર્થતાને કમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે.

અધિકારીઓ પણ નકારી રહ્યા છે કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત ગત સપ્તાહે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન વીરે મોંગાએ કોવિડ-19 કમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસની જાહેરાત કર્યા બાદ બોર્ડથી અંતર બનાવી લીધું છે. સિનિયર વાયરોલોજીસ્ટના જણાવ્યા પ્રમાણે, તમે તેને કયા નામથી બોલાવો છો, તેનાથી શું ફરક પડશે? આપણે ફક્ત આપણી વ્યૂહરચનાને સુધારવાની જરૂર છે અને આપણે તેને કોઈ નિશ્ચિત નામથી બોલાવવાની જરૂર નથી.

તે ઉપરાંત હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે પણ કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાતને નકારી છે. તેમણા જણાવ્યા પ્રમાણે, ભારત કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં નથી. આ જ ટર્મ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ક્વોરન્ટાઈનની વ્યૂહરચના ચાલુ રાખવી પડશે અને અત્યાર સુધી સફળ રહેલા કન્ટેમેન્ટ ઝોન જાળવી રાખવા પડશે.US experts claim that corona cases could reach 100 million in the country in the next six weeks, with only three states acknowledging community transmission so far.