અમેરિકાની ટોપ-10 એપમાં એક પણ ચાઈનીઝ એપ નહીં, ટોપ-20માં માત્ર 3 એપ તેની મોબાઈલ સુધીની પહોંચ માત્ર 6%

અમેરિકાની ટોપ-10 એપમાં એક પણ ચાઈનીઝ એપ નહીં, ટોપ-20માં માત્ર 3 એપ તેની મોબાઈલ સુધીની પહોંચ માત્ર 6%



ભારત બાદ હવે અમેરિકા પણ ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બેન કરવાની તૈયારીમાં છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ટિકટોક સહિતની ચાઈનીઝ એપ્સને બેન કરવાના સંકેત આપ્યા છે. જોકે, અમેરિકામાં ચાઈનીઝ સોશિયલ મીડિયાની એટલી ભાગીદારી છે જ નહીં. અમેરિકામાં ટોપ-20 સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી માત્ર 3 એપ ચાઈનીઝ છે. તેમાંથી એક પણનો સમાવેશ ટોપ-10માં થતો નથી.

ટિકટોક-વીચેટ સિવાય કોઈ ફેમસ એપ લિસ્ટમાં સામેલ નથીચીનની સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ આખી દુનિયામાં થતો હોય છે. તેમાં ટિકટોક, વીચેટ, વીગો સહિતની એપ્સ ટોપ કેટેગરીમાં સામેલ છે. સ્ટેટિસ્ટાના ડેટા અનુસાર, અમેરિકાના ટોપ-20 સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ટિકટોક અને વીચેટ સિવાય ચીનની કોઈ ફેમસ એપનું નામ સામેલ નથી. આંકડાઓ અનુસાર, અમેરિકામાં ટિકટોકના ડાઉનલોડની સંખ્યા વધારે છે. ચીન બહાર ભારત આશરે 20 કરોડ યુઝર્સ સાથે મોટું બજાર છે.

વર્ષ 2020માં 500 મિલિયન ડોલરના રેવેન્યૂ મળવાનું અનુમાનઅમેરિકામાં ટિકટોકના યુઝર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સેન્સર ટાવરના 29 એપ્રિલના એક રિપોર્ટ મુજબ, આ વર્ષે પ્રથમ ત્રિમાસિકગાળામાં અર્થાત જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી ટિકટોકને દુનિયાભરમાં 31.5 કરોડ ડાઉનલોડ્સ મળ્યા, જેમાંથી 13 કરોડ ડાઉનલોડ્સ અમેરિકાથી મળ્યા છે. મે મહિનામાં ભારતમાં ટિકટોકને 61.1 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. તો 19.6 કરોડ સાથે ચીન બીજા સ્થાને હતું. 16.5 કરોડ સાથે અમેરિકા ત્રીજા સ્થાને હતું. ટિકટોકે વર્ષ 2020માં અમેરિકાથી 500 ડોલરનો રેવેન્યૂ હાંસલ કર્યો તેવું અનુમાન છે.

154 દેશોમાં ટિકટોકનો ઉપયોગ થાય છેટિકટોક દુનિયાના 154 દેશોમાં 75થી વધારે ભાષા સાથે ઉપલ્બ્ધ છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાના 83% ટિકટોક યુઝર્સ વીડિયો પોસ્ટ કરે છે. જોકે અમેરિકાના માત્ર 9% ઈન્ટરનેટ યુઝર્સ જ ટિકટોકનો ઉપયોગ કરે છે. અમેરિકન યુઝર્સ દિવસમાં સરેરાશ 8 વાર ટિકટોક એપ ઓપન કરે છે. તેમાંથી દરેક સેશન 5 મિનિટથી ઓછા સમયનો હોય છે.

ભારતે 59 ચાઈનીઝ એપ્સ પર બેન લગાવ્યોલદ્દાખમાં સીમા વિવાદ બાદ થોડા દિવસ અગાઉ જ ભારતે ટિકટોક સહિતની 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. બેન કરવામાં આવેલી ચાઈનીઝ કંપનીઓ હાલ ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે. અત્યાર સુધી સરકારે તેના નિર્ણયમાં કોઈ ફેરફાર કર્યો નથી. સરકારના નિર્ણયને ધ્યાનમાં રાખી હાલ ગૂગલે પ્લે સ્ટોર પર તમામ એપ્સને બ્લોક કરી છે અને એપલે પણ એપ સ્ટોર પર પ્રતિબંધિત એપ્સને બ્લોક કરવાનું કામ શરૂ કર્યું છે.

હોંગકોંગમાં પણ ટિકટોક બહાર જશેચાઈનીઝ શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટોકના જણાવ્યા મુજબ,તે કેટલાક દિવસો માટે પોતાનો કારોબાર હોંગકોંગથી બહાર લઈ જશે. આ નિર્ણય કંપનીએ ચીન અને હોંગકોંગ માટે અમલી નવા કાયદા બાદ કર્યો છે.

એપલે ચીનમાં 4500 ગેમ્સ હટાવીટેક જાયન્ટ એપલે ઈન્ટરનેટ પોલિસી અંતર્ગત ચીનમાં એપલ સ્ટોર પરથી આશરે 4500 ગેમ્સ હટાવી છે. ટેકનોડના રિપોર્ટ અનુસાર, ગત અઠવાડિયે માત્ર 2 દિવસમાં જ એપ સ્ટોર પરથી 3000થી વધારે ગેમ્સ હટાવી છે. ચીન સરકારે 1 જુલાઈએ નવી ઈન્ટરનેટ પોલિસી જાહેર કરી હતી. નવા નિયમોમાં ગેમ્સના ડેવલપર્સે ચીનના એપ્લ સ્ટોરમાં અપ અપલોડ કરવા માટે ચાઈનીઝ નિયામકોથી મંજૂરી લેવી અનિવાર્ય છે.







Not a single Chinese app in America's top-10 apps, only 3 apps in the top-20 mobile reach only 6%