Translate to...

અમેરિકાએ 72 કલાકની અંદર હ્યુસ્ટન એમ્બેસી બંધ કરવા કહ્યું;એક દિવસ પહેલા અહીં ઘણા દસ્તાવેજ સળગાવાયા હતા

અમેરિકાએ 72 કલાકની અંદર હ્યુસ્ટન એમ્બેસી બંધ કરવા કહ્યું;એક દિવસ પહેલા અહીં ઘણા દસ્તાવેજ સળગાવાયા હતા




અમેરિકા અને ચીનનાસંબંધમાં તણાવ વધતો જઈ રહ્યો છે. મંગળવારે રાતે હ્યુસ્ટન ખાતે આવેલી એમ્બેસીમાં હજારો દસ્તાવેજ સળગાવાયા છે. જેના થોડા કલાક પછી અમેરિકાએ ચીનને 72 કલાકની અંદર આ એમ્બેસીને બંધ કરવા માટે કહી દીધું હતું. આ માહિતી ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આપી છે. અખબારના એડિટરે તેને ગાંડપણ કહ્યું છે.

શું થયું હતું એમ્બેસીમાંમંગળવાર રાતે લગભગ 8 વાગ્યે(લોકલ ટાઈમ) હ્યુસ્ટનના ચીની એમ્બેસીના પાછળના ભાગમાં આગની જ્વાળા અને ધુમાડો જોવા મળ્યો હતો. આજુ બાજુના લોકોએ આની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરી દીધી. થોડીક જ મિનીટમાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ તેમને અંદર જવા ન દીધા. થોડીક વારમાં જ આગ શાંત થઈ ગઈ.

વીડિયોમાં શું જોવા મળ્યું?એમ્બેસીની નજીક એક બિલ્ડીંગમાં રહેતા વ્યક્તિએ ઘટનાનો ઉપરથી વીડિયો બનાવ્યો હતો. જેમાં ચોખ્ખુ દેખાઈ રહ્યું છે કે ફાયબરના કેરેટ્સમાં દસ્તાવેજ લાવવામાં આવી રહ્યા છે. જેને આગમાં નાંખવામાં આવી રહ્યા છે. થોડીકવાર પછી પોલીસ અને ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચે છે.આજુબાજુ રહેતા લોકો પણ આવી જાય છે. કોઈને અંદર જવા દેવાતા નથી. એમ્બેસી પણ આ અંગેની કોઈ માહિતી આપતી નથી.

NEW VIDEO: Documents, other materials appear to be burned in courtyard of Consulate General of China in Houston, Texas; police and fire responded but its unclear it they entered [email protected]/4vZktNpsWQ

— Breaking911 (@Breaking911) July 22, 2020

[email protected] and @houstonpolice are responding to reports of documents being burned at the Consulate General of China on 3417 Montrose Boulevard. Here's what the scene looks like there right now. pic.twitter.com/grUHhqmUz4

— KPRC2Tulsi (@KPRC2Tulsi) July 22, 2020

શેની શંકા છે?સોશિયલ મીડિયા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સંવેદનશીલ દસ્તાવેજ હતા એટલા માટે તેને સળગાવી દેવાયા છે. બન્ને દેશો વચ્ચેના તણાવ અને ચીની સરકારની હરકતોને ધ્યાનમાં રાખતા આ આરોપો સાચા પણ હોઈ શકે છે. જો આગ ભૂલથી પણ લાગી તો પછી ફાયર વિભાગની ટીમને તેને બુઝાવવા માટે અંદર કેમ ન જવા દીધી. અમેરિકાએ પણ કડક વલણ અપનાવ્યું. 72 કલાકમાં ચીની એમ્બેસીને બંધ કરવાના આદેશ આપ્યા. શુક્રવાર સાંજે ચાર વાગ્યા સુધી એમ્બેસી બંધ કરવી પડશે.







હ્યુસ્ટન ખાતે આવેલી આ ચીની એમ્બેસીમાં મંગળવારે રાતે ઘણા દસ્તાવેજો સળગાવાયા હતા. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ચીનને કહ્યું કે, શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધી એમ્બેસીને બંધ કરી દેવામાં આવે(ફાઈલ તસવીર)