અમેરિકાએ લેબમાં પ્રોટીનથી કોરોના વાઇરસનો ડુપ્લીકેટ બનાવ્યો, દાવો- VSV નામનો આ વાઇરસ ચીનની જેમ કોરોના નહીં ફેલાવે

અમેરિકાએ લેબમાં પ્રોટીનથી કોરોના વાઇરસનો ડુપ્લીકેટ બનાવ્યો, દાવો- VSV નામનો આ વાઇરસ ચીનની જેમ કોરોના નહીં ફેલાવે



અમેરિકી સંશોધકોએ લેબમાં જેનેટિકલી ફેરફાર કરીને માત્ર પ્રોટીનથી એવો વાઇરસ બનાવ્યો છે જે કોરોના જેવો દેખાય છે. આ ઘણો હળવો છે અને કોરોનાની જેમ મહામારી નથી ફેલાવતો. આ વાઇરસ માણસોમાં કોરોનાથી લડવા માટે એન્ટિબોડીઝ જનરેટ કરશે. આ વાઇરસનો ઉપયોગ દુનિયાભરમાં દવાઓ અને વેક્સીન ટેસ્ટિંગ માટે થશે.

વાઇરસનું નામ VSV (વેસિકુલર સ્ટોમેટાઇટિસ વાઇરસ) રાખવામાં આવ્યું છે. વોશિંગટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિને આ વાઇરસ બનાવ્યો છે. સંશોધકોના જણાવ્યા મુજબ, આ વાઇરસ સ્વસ્થ કોશિકાઓને સંક્રમિત કરે છે તો શરીરમાં બનનાર એન્ટિબોડી તેને ટાર્ગેટ કરે છે, એકદમ એ જ રીતે જે રીતે કોરોનાના કેસમાં થાય છે. આ રીતે શરીરમાં એન્ટિબોડીઝને કોરોના સામે લડવા માટે તૈયાર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

VSV વાઇરસ અને SARS-CoV-2ની સરખામણી

આ રીતે તેને કોરોનાની જેમ બનાવ્યો

સંશોધકોએ નવા વાઇરસ VSVનું ઉપરનું પ્રોટીન હટાવીને તેના પર કોરોના વાઇરસના સ્પાઇક પ્રોટીન લગાવ્યા. આ રીતે વાઇરસનું કોરોનાનું ડુપ્લીકેટ મોડેલ (VSV-SARS-CoV-2) તૈયાર કરવામાં આવ્યું. નવા વાઇરસમાં માત્ર કોરોનાના પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવ્યો, બીમારીને જીવલેણ બનાવનાર જનિન ઉમેરવામાં નથી આવ્યા.

આ કઈ રીતે કામ કરશે તેના માટે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. સંશોધકોએ કોરોના સર્વાઇવરના શરીરમાંથી સીરમ લઈને એન્ટિબોડીઝ અલગ કરી. ત્યારબાદ તેનો પ્રયોગ લેબમાં બનેલ વાઇરસ પર કર્યો. રિઝલ્ટમાં જોવા મળ્યું કે દર્દીના એન્ટીબોડીઝે આ નવા વાઇરસને ઓળખી બ્લોક કર્યો. સંશોધકોનું કહેવું છે કે જે એન્ટીબોડીઝે હાયબ્રીડ વાઇરસને અટકાવ્યો છે તે જ આગળ કોરોના વાઇરસને પણ સંક્રમિત થતા અટકાવશે. જો કોઈ એન્ટિબોડી લેબ વાળા વાઇરસને નથી અટકાવી શકતી તો કોરોનાને પણ અટકાવી શકે નહીં.

સંશોધકોને રિસર્ચ માટે આ વાઇરસ આપવામાં આવ્યોસંશોધકો મુજબ, કોરોના વાઇરસ એરોસોલ મારફતે પણ ફેલાઈ રહ્યો છે, આ સૂક્ષ્મ કણ ઘણા જોખમકારક સાબિત થઇ શકે છે. તેનાથી બચવા સાવધાની ખાસ જરૂરી છે. સંશોધક સિએન વેલનના જણાવ્યા અનુસાર, અમે આ વાઇરસને રિસર્ચમાં ઉપયોગ કરવા માટે આર્જેન્ટીના, મેક્સિકો, બ્રાઝીલ, કેનેડા મોકલવામાં આવ્યો અને અમેરિકામાં પહેલેથી જ અમારી પાસે છે.

3થી 5 દિવસ સુધી માઈલ્ડ લક્ષણો દેખાય છેસંશોધકોના જણાવ્યા મુજબ, કોરોના વાઇરસ જેવું જે મોડેલ અમે તૈયાર કર્યું છે તે માણસને નુકસાન પહોંચાડતું નથી. તેને જેનેટિકલી બદલવામાં આવ્યું છે. આવા વાઇરસ ઢોર, ડુક્કર અને ઘોડામાં હોય છે. આ માણસને ક્યારેક જ સંક્રમિત કરે છે અને જો સંક્રમણ થાય તો પણ ફ્લૂના હળવા લક્ષણ 3થી 5 દિવસ સુધી દેખાય છે.







Lab made ‘mild Virus’ Mimics Coronavirus, Can Aid Drug, Vaccine Discovery