Translate to...

અમેરિકાએ મુસાફરી પરના પ્રતિબંધો હટાવ્યા, બ્રાઝીલમાં મૃતકોનો આંકડો 1 લાખ નજીક; દુનિયામાં અત્યાર સુધીમાં 1.92 કરોડ કેસ

અમેરિકાએ મુસાફરી પરના પ્રતિબંધો હટાવ્યા, બ્રાઝીલમાં મૃતકોનો આંકડો 1 લાખ નજીક; દુનિયામાં અત્યાર સુધીમાં 1.92 કરોડ કેસ



દુનિયામાં કોરોનાવાયરસ સંક્રમણના અત્યાર સુધીમાં 1 કરોડ 92 લાખ 53 હજાર 712 કેસ સામે આવ્યા છે. તેમાંથી 1 કરોડ 23 લાખ 55 હજાર 169 હજાર સાજા થઈ ગયા છે. 7 લાખ 17 હજાર 644 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. અમેરિકન વિદેશ વિભાગે પોતાના નાગરિકો પર માર્ચથી લગાવેલા મુસાફરી પ્રતિબંધ (લેવલ-4) હટાવી દીધા છે. બીજી તરફ, બ્રાઝીલમાં મરનારની સંખ્યા એક લાખની નજીક પહોંચી ગઈ છે.

દેશ

સંક્રમિત મોત સાજા થયા અમેરિકા 50,32,179 1,62,804 25,76,668 બ્રાઝીલ 28,17,562 98,644 20,47,860 ભારત 20,25,409 41,638 13,77,384 રશિયા 8,71,894 14,606 6,76,357 સાઉથ આફ્રિકા 5,38,877 9,604 3,87,616 મેક્સિકો 4,56,100 49,698 3,04,708 પેરુ 4,47,624 20,228 3,06,430 ચિલી 3,66,671 9,889 3,40,168 સ્પેન 3,54,530 28,500 उपलब्ध नहीं કોલંબિયા 3,45,714 11,624 1,86,317

અમેરિકા: મુસાફરી પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા

વિદેશ વિભાગે ગુરુવારે રાત્રે નિવેદન જારી કરીને મુસાફરી પ્રતિબંધ લેવલ-4 હટાવવાની જાહેરાત કરી છે. લેવલ 4ને અમેરિકાની સૌથી મોટી ટ્રાવેલ એડવાઇઝરી માનવામાં આવે છે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- કેટલાક દેશોમાં પરિસ્થિતિ સુધરી રહી છે, જ્યારે કેટલાકને હજી પણ આ મામલામાં સુધારાની જરૂર છે. તેથી, અમે પહેલાની જેમ મુસાફરી કરવાની ભલામણ કરી રહ્યા છીએ. જો કે, એડવાઇઝરીમાં આપેલા નિયમોનું પાલન કરવું પડશે.

બ્રાઝીલ: વધતું સંકટ

ગુરુવારે અહીં વધુ 1237 લોકોના મોત થયા. મૃત્યુઆંક 98 હજાર 493 થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન 53 હજાર 139 લોકોને ચેપ લાગ્યો હતો. હવે ચેપગ્રસ્તનો આંકડો 29 લાખ 12 હજારથી વધુ છે.બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સ્લમ એરિયામાં રહેતા લોકો ઘણા કેસોમાં બેદરકારી દાખવે છે. આ કારણ છે કે આ વિસ્તારોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સરકાર અહીં નવા અને કડક નિયમો લાગુ કરી શકે છે.





અમેરિકામાં એર્લિંગ્ટનના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર 22 જુલાઈએ એરક્રાફટને સેનિટાઇઝ કરતો કર્મચારી.