અમેરિકાએ કહ્યું- જો આપણે ચીનને બદલાવાની ફરજ ન પાડી તો તે આપણને બદલી દેશે, તેની સાન ઠેકાણે લાવવી જરૂરી

અમેરિકાએ કહ્યું- જો આપણે ચીનને બદલાવાની ફરજ ન પાડી તો તે આપણને બદલી દેશે, તેની સાન ઠેકાણે લાવવી જરૂરી



અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ફરી એક વખત ચીનને દુનિયા માટે સૌથી મોટુ જોખમ ગણાવ્યું છે. ગુરુવારે રાતે વોશિંગ્ટનમાં પોમ્પિયોએ કહ્યું કે, આઝાદી અને લોકતંત્રને પસંદ કરનારી દુનિયા માટે ચીન જોખમ છે. આ દેશો માટે એ સૌથી જરૂરી છે કે તે ચીનને પરિવર્તન લાવવા માટે મજબૂર કરે, જો આવું નહીં થાય તો પછી ચીન દુનિયાને બદલી નાંખશે. થોડા દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોમ્યુનિસ્ટ શાસન વાળા ચીનને દુનિયા માટે જોખમ ગણાવી ચુક્યા છે. બન્ને દેશ એક નવા કોલ્ડ વોર તરફ આગળ વધી રહ્યા છે.

ચીનને મજબૂર કરોનિક્સન લાઈબ્રેરીમાં ભાષણ આપતી વખતે પોમ્પિયોએ કહ્યું કે, ચીન વિરુદ્ધ અમે અમારા સહયોગી દેશો સાથે મળીને લડવાના રસ્તા ખોળી રહ્યા છીએ. આ અમારા માટે સૌથી મોટો પડકાર અને મિશન છે. ચીન લોકોની ખુશી અને આઝાદી માટે જોખમકારક છે. 1970ની આસપાસ જ આપણા નેતાઓને ખબર પડી ગઈ હતી કે કોમ્યુનિસ્ટ શાસન ક્યાં જઈ રહ્યું છે.

સૈન્ય શક્તિ વધારી રહ્યું છે ચીનપોમ્પિયોએ કહ્યું કે, ચીનમાં માનવાધિકારો માટે કોઈ સ્થાન નથી. તે વેપાર વધારવા અને નફો કમાવવા માટે દરેક પ્રકારના કીમિયા અપનાવી રહ્યું છે. હવે તેના આ કાવતરા અમેરિકા માટે પણ ઘડી રહ્યું છે. પણ કદાચ ચીનને અમેરિકાની શક્તિનો અંદાજ નથી. ચીને તેની સૈન્ય શક્તિ વધારી છે અને તેને વધારવામાં લાગી ગયું છે. પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન ઘણી વખત કહેતા હતા કે, વિશ્વાસ જરૂર કરો, પણ પહેલા તેની તપાસ પણ કરો.

પોમ્પિયોએ થોડા દિવસ પહેલા લંડનમાં જે કહ્યું હતું તેને ભાષણમાં ફરી કહ્યું. પોમ્પિયોએ કહ્યું કે, એક જેવી વિચારધારા અને લોકતંત્ર સમર્થક દેશોએ સાથે આવવાની જરૂર છે. કારણ કે જો આપણે આજે કોમ્યુનિસ્ટ શાસન વાળા ચીનને ન બદલ્યું તો એ આપણને બદલી નાંખશે. અને આ જ હાલના સમયની સૌથી મોટી જરૂરીયાત અને માંગ છે. પોમ્પિયોએ કહ્યું કે, નાટોના ઘણા દેશ ચીન વિરુદ્ધ ઊભા રહેતા ખચકાઈ રહ્યા છે.







ગુરુવારે વોશિંગ્ટનની નિક્સન લાઈબ્રેરીમાં ભાષણ આપી રહેલા અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો.