અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈનો ખુલાસો, ચીનની જાસૂસી હરકતો પર દર 10 કલાકમાં એક કેસ

અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈનો ખુલાસો, ચીનની જાસૂસી હરકતો પર દર 10 કલાકમાં એક કેસ



અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈએ ચીનની ચાલબાજી અંગે મહત્ત્વના ખુલાસા કર્યા છે. એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ હડસન ઈન્સ્ટિટ્યુટના કાર્યક્રમમાં કહ્યું કે, ‘ચીન અમેરિકા માટે સૌથી મોટું જોખમ છે. અમે દર 10 કલાકમાં ચીનની જાસુસી હરકતો સાથે જોડાયેલો ઓછામાં ઓછો એક કેસ નોંધી રહ્યા છીએ. અત્યારે દેશમાં જાસુસીનાં 5 હજાર કેસ છે, જેમાંથી 50% ચીન સાથે જોડાયેલા છે.’

ચીન સરકારે ‘ફોક્સ હન્ટ’ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં તે વિદેશમાસં રહેતા એ ચીની નાગિરકોને નિશાન બનાવી રહ્યું છે, જે તેના રાજકીય હરીફ, ટીકાકાર કે ચીનમાં ચાલુ માનવાધિકાર આંદોલનને જાહેર કરવા માગે છે. ચીન તેમને જબરદસ્તીથી પાછા બોલાવવા માગે છે. એક કેસમાં તે ‘ફોક્સ હન્ટ’ ટાર્ગેટ શોધી ના શક્યું તો તેણે અમેરિકાના એક પરિવાર સુધી દૂત મોકલ્યો હતો. દૂતે પરિજન દ્વારા ચીની નાગરિક સુધી સંદેશો મોકલતા કહ્યું કે, તે ચીન પાછો ફરે કે આત્મહત્યા કરી લે.

દુરુપયોગ : ચીન પોતાની એપ દ્વારા આર્થિક જાસુસી, પૈસા અને ડેટાની ચોરી કરી રહ્યું છેક્રિસ્ટોફરે જણાવ્યું કે, ચીન અમેરિકાની કોરોના શોધને નબળી પાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તેણે પોતાની અનેક એપ આર્થિક જાસુસી માટે લગાવી છે. ચીન ડેટા, પૈસા ચોરી રહ્યું છે. તે લાંચ અને બ્લેકમેઈલિંગ દ્વારા અમેરિકાની નીતિઓને પ્રભાવિત કરવાનાં પ્રયાસ કરી રહ્યું છે. આ રીતે ચીન સુપરપાવર બનવાનાં પ્રયાસ કરી રહ્યું છે. ચીનના આ જોખમ અંગે અમેરિકાના એટોર્ની જનરલ અને વિદેશ મંત્રી પણ ધ્યાન આપશે. આ સપ્તાહે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ કહ્યું હતું કે, અમેરિકામાં ચીનમાં બનેલી અનેક એપ બેન કરવા પર વિચારણા ચાલે છે, જેમાં ટિકટોક પણ સામેલ છે.

USએ તિબેટમાં વિદેશીને આવતા રોકનારા ચીની અધિકારીઓનાં વિઝા પર પ્રતિબંધ લગાવ્યોઅમેરિકાએ તિબેટમાં વિદેશીઓના પ્રવેશને રોકનારા ચીનના વરિષ્ઠ અધિકારીઓ પર વીઝા પ્રતિબંધ લગાવ્યા છે. વિદેશ મંત્રી માઈક પોન્પિઓએ કહ્યું કે, આ પ્રતિબંધ પછી આ અધિકારીઓ અમેરિકા આવી શકશે નહીં. ચીન અમેરિકન રાજદૂત, અધિકારીઓ, પત્રકારોને તિબેટના અનેક સ્થળોએ જવા દેતું નથી. જ્યારે ચીનના લોકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ નથી. આ બાજુ, ચીને કહ્યું કે, તેણે પણ ચીન-તિબેટ સંબંધો પર ખરાબ વ્યવહાર કરનારા અમેરિકાના અધિકારીઓ પર વીઝા પ્રતિબંધ લગાવાનો નિર્ણય લીધો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને તેની પુષ્ટિ કરી છે.







FBI ડિરેક્ટર ક્રિસ્ટોફર રે.