Translate to...

અમેરિકન એપ જોઈને અમને આ એપનો આઈડિયા આવ્યો હતો, ડાઉનલોડ અચાનક વધ્યાં તો 48 કલાક સુધી સૂતા નહોતા

અમેરિકન એપ જોઈને અમને આ એપનો આઈડિયા આવ્યો હતો, ડાઉનલોડ અચાનક વધ્યાં તો 48 કલાક સુધી સૂતા નહોતા‘ટિકટોકની પેરન્ટ કંપની બાઈટડાન્સના ડોક્યુમેન્ટ જોઈને ખબર પડે છે કે, તે એક સ્ટાન્ડર્ડ સ્પોન્સર્ડ કંપની છે. ચીનમાં અલીબાબા જેવી કંપની ત્યારે જ બનાવી શકાય જ્યારે તેને સરકાર મદદ કરે. ત્યાં સરકાર તેમનું મન પડે ત્યારે કંપની પાસે ડેટા માગી શકે છે અને કંપની ના પણ પાડી ન શકે. ટિકટોકના કેસમાં પણ આવું જ હતું કારણ કે તેની પ્રાઈવસી પર જોખમ તો હતું જ’, ચિનગારી એપના કો-ફાઉન્ડર સુમિત ઘોષના આ શબ્દો છે. ભાસ્કરને આપેલા સ્કાઈપ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, ‘જ્યારે ડાઉનલોડ અચાનક વધી ગયા ત્યારે મારી આખી ટીમ 48 કલાક સુધી ઊંઘી નહોતી. 1 કરોડ ડાઉનલોડની સિદ્ધિ અમારા માટે કોઈ સપનાં જેવું જ છે.’ વાંચો આખો ઇન્ટરવ્યૂ:

અમે 48 કલાક સુધી સૂતા નહોતા...22 દિવસમાં ચિનગારી એપ 11 મિલિયન વખત ડાઉનલોડ થઈ. આશરે 10 દિવસમાં 3 મિલિયન વખત ડાઉનલોડ થયું. શું માત્ર ટિકટોક પર પ્રતિબંધ તેનું કારણ છે?ટિકટોક બેન થઈ એ એક મોટું કારણ છે, પરંતુ ટિકટોક બેન થઇ તે પહેલાં પણ અમારી એપ સારા એવા પ્રમાણમાં ડાઉનલોડ થઈ રહી હતી. 10 જૂનથી અમે અમારી એપનું માર્કેટિંગ શરુ કર્યું હતું અને સાડા ત્રણ મિલિયન ડાઉનલોડ ટિકટોક બેન થઇ તે પહેલાં આવી ચૂક્યા હતા.

ત્યારબાદ ટિકટોક એપ બેન થઇ તેનો અમને વિશ્વાસ આવતો નહોતો. અમે સાડા ત્રણથી સીધા 11 મિલિયન પર પહોંચી ગયા. આનું સૌથી મોટું કારણ ટિકટોક છે. અત્યારે પણ એપ પર ત્રણથી ચાર લાખ ડાઉનલોડ્સ રોજના આવી રહ્યા છે. યુઝર્સ વીડિયો જોઈ રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.

ચિનગારી એપના કો-ફાઉન્ડર સુમિત ઘોષ

ચિનગારીની સર્જનયાત્રા વિશે કંઈક કહો. રૂપિયા ક્યાંથી આવ્યા?મેં અને બિશ્વાત્મા નાયકે મળીને આ એપ બનાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. બિશ્વાત્મા પ્રોગ્રામર છે અને હું પ્રોડક્ટ ગ્રોથનો માણસ છું. અમે દેશ માટે એવી એપ બનાવવા માગતા હત, જેને ટિયર ટુ અને ટિયર થ્રી શહેરોમાં રહેતા લોકો પણ વાપરી શકે. અત્યારે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવીસોશિયલ મીડિયા એપ્સ મોટાભાગે ટિયર-વનમાં આવતાં મોટાં શહેરોનાંલોકો જ ઉપયોગમાં લે છે.

અમે જોયું કે ‘મ્યૂઝીકલી’ નામની અમેરિકન કંપનીની એપ ઘણી પોપ્યુલર થઇ રહી હતી, જેને ટિયર ટુ અને ટિયર થ્રીના લોકો પણ ઘણી પસંદ કરી રહ્યા હતા. ત્યાંથી જ અમને શોર્ટ વીડિયો એપ બનાવવાનો આઈડિયા આવ્યો. તેના પરથીઅમે ‘ચિનગારી’ લોન્ચ કરી, તેમાં અમે ગેમ પણ લાવ્યા જેથી લોકો એપ પર આવી રહ્યા છે, તેમને કંટાળો આવતો નથી. આ રીતે ચિનગારી એપ બની.

148 million videos watched on Chingari platform yesterday, 3.6 million videos liked, managed to get this scale in 22 days. Lets talk about scale/retention/community #chingaripic.twitter.com/u3wzfh7Qrt

— Sumit Ghosh (@sumitgh85) July 3, 2020

જ્યારે અચાનક ચિનગારીના ડાઉનલોડ્સ વધવા લાગ્યા ત્યારે નવા યુઝર્સને તમે કેવી રીતે મેનેજ કર્યાઆ ઇવેન્ટ અચાનક આવી. આની પહેલાં અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી અલગ હતી. અમે વિચાર્યું હતું કે 10 મિલિયન ડાઉનલોડ થયા પછી ફંડિંગ કરશું. પછી 50 મિલિયન અને 100 મિલિયન સુધી પહોચીશું. અમારી બેકએન્ડની ટીમ પણ કોઈ પણ હિસાબે કામ કરી રહી હતી. પરંતુ ટિકટોક બેન થયા પછી એકદમથી ડાઉનલોડિંગ વધી ગયું.

હું અને મારી આખી ટીમ 48 કલાક સુધી ઊંઘી શક્યા ન હતા. અમે સતત કામ કરી રહ્યા હતા. ઘણા બધી બાધાઓ ઉત્પન્ન થઈ રહી હતી. એટલો ટ્રાફિક વધી ગયો હતો કે એપ પર લોગ ઈન જ કરી શકાતું ન હતું. ધીરે ધીરે બધું સ્મૂધ થવાનું ચાલુથયું છે. 2-3 અઠવાડિયાંમાં એપ નવા અવતારમાં જોવા મળશે.

જોકે, ટિકટોક બેન થતાં પહેલાં જ એપ ગ્રોથ કરી રહી હતી. 10 જૂને અમારી પાસે 1 લાખ ડાઉનલોડ્સ હતા. 28 જૂને 35 લાખ ડાઉનલોડ્સ મળ્યા. આનંદ મહિન્દ્રાજીના ટ્વીટ બાદ 10 લાખ ડાઉનલોડ્સનો વધારો થયો. અમે 25 લાખથી 35 લાખ ડાઉનલોડ્સ પર આવી ગયા. જોકે સોનમ વાંગચુકનો વીડિયો વાઈરલ થયા બાદ જ મેડ ઈન ઈન્ડિયાની લહેર ચાલી હતી. ડાઉનલોડ્સ વધ્યા અને ત્યારબાદ ટિકટોક બેન થઈ પછી તો ગણિત જ બદલાઈ ગયું.

ચિનગારી એપમાં કયા દેશોના રોકાણકારોએ પૈસા લગાવ્યા છે?અમારા કોઈ પણ રોકાણકાર ચીનના નથી. ઈન્વેસ્ટર્સ અમેરિકાના છે.

શું તમને લાગે છે કે ટિકટોકે એક નવું માર્કેટ ઊભું કર્યું અને તેનો ફાયદો ઘણાં સ્ટાર્ટઅપ્સને મળી રહ્યો છે?હા, તે વાત સાચી છે. ભારતની કોઈપણ એપ ન કરી શકી તે કોડટિકટોકે ક્રેક કરી બતાવ્યા. ટિકટોકે એક રસ્તો બતાવ્યો છે. બસ તેને ફોલો કરવાથી પણ મોટું પ્લેટફોર્મ મળી શકે છે.

તમારી પાસે ટિકટોકથી અલગ શું છે? ટિકટોક એક ડિસરપ્ટિવ સ્ટાર્ટઅપ ગણાય છે. ચિનગારીને કઈ કેટેગરીમાં રાખશો?અમારી પાસે ઘણાં બધાં ઈનોવેશન્સ છે. શોર્ટ વીડિયો અમારુંમેઈન ફોકસ છે. તેની સાથે ન્યૂઝ અને ગેમ્સ પણ છે. એન્ગેજમેન્ટ માટે ઘણી બધી વસ્તુઓ છે. હાલ માર્કેટમાં જે એપ્સ છે, તેમનામાં અને ચિનગારીમાં ઘણું અંતર છે. અમારી એપમાં ઘણાંબધાં ફીચર્સ છે, જે યુઝર્સને ચિનગારી પર જ રહેવા માટે મજબૂર કરે છે.

શું તમારાં સર્વર વધારે ટ્રાફિક હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે ખરાં?આ માટે અમારી ટીમ રાત-દિવસ કામ કરી રહી છે. હાલમાં અમારી પાસે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનાથી અમે 100 કરોડ યુઝર્સ સુધી પણ જઈ શકીએ છીએ. આગળ માટે તૈયારીઓ ચાલી રહી છે. આગામી 2-3 અઠવાડિયાંમાં ઘણું કામ પૂરું થઈ જશે.

ટિકટોક સરકારના આદેશ વિરુદ્ધ કોર્ટ જવાની તૈયારીમાં છે. જો તેના પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવશે તો તમને લાગે છે કે, યુઝર્સ ચિનગારી છોડીને જતા રહેશે?તે પ્રતિબંધ કેટલા સમયમાં હટે છે તેના પર આધાર રાખે છે. જો આ બેન 6થી 9 મહિના બાદ હટશે તો દેશમાં ટિકટોકનું માર્કેટ ખતમ થઈ ગયું હશે. તમામ લોકો ચિનગારી પર આવી ગયા હશે. યુઝર્સને ચિનગારીની આદત પડી જશે. એ પછી પણ જો લોકો ટિકટોક આવશે તો અમને કોઈ ફરક નહીં પડે.

જો ટિકટોક 3 મહિના બાદ પણ કમબેક કરશે તો અમે સારી ટક્કર આપી શકીએ તેમ છીએ. અમારી સાથે દેશની ભાવનાઓ જોડાયેલી છે આ ભારતની એપ છે. તેને સફળ બનાવાની છે. જોકે હાલ એપમાં કેટલીક ખામીઓ છે તેને ટૂંક સમયમાં જ દૂર કરવામાં આવશે.

તમને શું લાગે છે, ટિકટોકનો ડેટા ચીનની સરકાર પાસે જઈ રહ્યો છે?કંપનીના કેટલાક ડોક્યુમેન્ટ્સ પરથી સાબિત થાય છે કે, તે એક સ્ટેટ સ્પોન્સર્ડ કંપની છે. ચીનમાં તમારે કોઈ મોટું ઓર્ગેનાઈઝેશન ઊભુ કરવું હોય તો સરકારની મદદ વગર તે સંભવ નથી કારણ કે, તે કમ્યૂનિસ્ટ દેશ છે. ત્યાંની સરકાર કોઈ પણ ચાઈનીઝ કંપનીનો ડેટા લઈ શકે છે. દેશના કેટલાક વિભાગો ટિકટોક પર હતા. IBએ પોતે આ વિશે મિનિસ્ટ્રીને અલર્ટ આપ્યું હતું કે, દેશની સુરક્ષા માટે આ એપ ખતરનાક છે. તેનાથી પ્રાઈવસી પર જોખમ છે.

શું આ બધું તમારા માટે એક સપના જેવું છે?હા બિલકુલ. કોઈ એપને એક કલાકમાં છ લાખ ડાઉનલોડ મળ્યાં હોય તેવું દુનિયામાં ક્યારેય નથી બન્યું. માર્ક ઝકરબર્ગે પણ ફેસબુકનો આવો ગ્રોથ નથી જોયો. આ કોઈ સપનું સાચું પડવા જેવું જ છે.Chingari App Tiktok Downloading | Chingari App Sumit Ghosh From Chhattisgarh Bhilai Updates; Short Video Making App Co founder Speaks To Bhaskar On Tiktok Security Issues