Translate to...

અમ્બાલામાં રહેતા પૂર્વ સૈનિકોએ કહ્યું-રાફેલ પાકિસ્તાન અને ચીનની ઊંઘ હરામ કરવા આવ્યું છે

અમ્બાલામાં રહેતા પૂર્વ સૈનિકોએ કહ્યું-રાફેલ પાકિસ્તાન અને ચીનની ઊંઘ હરામ કરવા આવ્યું છે



રાફેલના સ્વાગત માટે અમ્બાલા શહેર સંપૂર્ણ રીતે તૈયાર છે. 5 યુદ્ધ વિમાન આવવાથી લોકોમાં ઉત્સાહનો માહોલ છે. બધા તેને ખૂબ નજીકથી જોવા માંગે છે, જોકે તે શક્ય નથી. પરંતુ તેમને આશા જરૂર છે કે, તેઓ કોઈક કોઈક દિવસ તો તેને ઉડતા જોઈ જ શકશે. અમ્બાલાના પૂર્વ સૈનિકોનું કહેવું છે કે, ચીન અને પાકિસ્તાનથી ભારત પહેલાં પણ નહોતું ડરતું, પણ હવે આ વિમાન આવવાથી આપણી શક્તિ બમણી થઈ ગઈ છે.

અમ્બાલાની એક્સ સર્વિસમેન વેલફેર કમિટિના પ્રધાન અત્ર સિંહ મુલ્તાની

રાફેલ પાકિસ્તાન અને ચીનની ઊંઘ હરામ કરશે અમ્બાલાની એક્સ સર્વિસમેન વેલફેર કમિટિના પ્રધાન અત્ર સિંહ મુલ્તાનીનું કહેવું છે કે રાફેલ આવ્યા પહેલા પાકિસ્તાન અને ચીનની ઊંઘ હરામ થવી નક્કી છે. એવું ફાઈટર હિન્દુસ્તાનને મળ્યું છે જે પોતે જ એક શક્તિ છે, જે દુશ્મનના ટાર્ગેટને સિલેક્ટ કરીને તેને નષ્ટ કરી શકે છે. દાવા સાથે કહી શકું છું કે, આવનારો સમય હિન્દુસ્તાનનો હશે. આનાથી નેવીની શક્તિમાં પણ વધારો થશે. આ અંબાલા માટે ગર્વની વાત છે કે રાફેલનો પહેલો જથ્થો પહેલા અમ્બાલા આવી રહ્યો છે. પૂર્વ સૈનિક તેનું દિલથી સ્વાગત કરશે.

અમ્બાલાના રિટાયર્ડ સૂબેદાર મેજર સુરખન સિંહ

‘હવે ચીન-પાકિસ્તાન કોઈ પણ હરકત કરતા પહેલા વિચારશે’ અમ્બાલાના રિટાયર્ડ સૂબેદાર મેજર સુરખન સિંહનું કહેવું છે કે ચીન લદ્દાખમાં કાવતરું ઘડી રહ્યું છે. તે વિચારે છે કે 1962નો ઈતિહાસ ફરી બનશે, આવું નહીં થાય. આ વખતે રાફેલ આવવાથી વાયુસેનાની શક્તિ બમણી થઈ જશે. ભારત પાસે રાફેલ આવ્યું હવે ચીન અને પાકિસ્તાન કંઈ પણ કરતા પહેલા વિચાર કરશે.

રિટાયર્ડ કેપ્ટન કર્મચંદ મેહરા

‘અમ્બાલાથી ચારેય બાજુ હુમલો કરી શકાય છે’ રિટાયર્ડ કેપ્ટન કર્મચંદ મેહરાનું કહેવું છે કે, રાફેલ સૌથી શ્રેષ્ઠ છે. આનાથી દેશની શક્તિ વધશે. આવું ફાઈટર પ્લેન માત્ર અમેરિકા અને ફ્રાન્સ પાસે છે. આનાથી ચીન અને પાકિસ્તાન ડરી ગયા છે. તેમને જરૂર એવું લાગશે કે રાફેલ ત્યાં પહોંચી જશે તો ઘણું નુકસાન કરશે. અમ્બાલામાં અંગ્રેજોના સમયનું એરબેઝ છે. પહેલી વખત રાફેલનું અહીંયા આવવું ગર્વની વાત છે. આ એરબેઝથી ચારેય બાજુ અટેક કરી શકાય છે.

ઓનરેરી સૂબેદાર મેજર રાજેશ બસી

‘દેશ નહીં, આપણા ઘરમાં આવી રહ્યું છે રાફેલ’ ઓનરેરી સૂબેદાર મેજર રાજેશ બસીનું કહેવું છે કે રાફેલ દેશમાં નહીં આપણા ઘરમાં આવી રહ્યું છે.જેની ભારતને જરૂર હતી. ફિફ્થ જનરેશનનું આ ફાઈટર પ્લેન ગેમ ચેન્જર છે. જે પાકિસ્તાન અને ચીન સાથે મુકાબલો કરવામાં આપણને આગળ રાખશે. અમ્બાલા સ્ટેશન પાકિસ્તાન અને ચીનના ટાર્ગેટ પર છે. અમ્બાલાને સુરક્ષિત રાખવા અને અહીંયા રાફેલ તહેનાત કરવાથી દેશને મોટો ફાયદો છે.







પાંચેય રાફેલ 27 જુલાઈએ ફ્રાન્સના મેરીનેક એરબેઝથી રવાના થયા હતા.