Translate to...

અમિતાભ બચ્ચને સરોજ ખાનને યાદ કરીને તેઓ કેવી રીતે શાબાશી આપતા અને વખાણ કરતા, તેના કિસ્સા ઇન્સ્ટા પોસ્ટમાં શેર કર્યા

અમિતાભ બચ્ચને સરોજ ખાનને યાદ કરીને તેઓ કેવી રીતે શાબાશી આપતા અને વખાણ કરતા, તેના કિસ્સા ઇન્સ્ટા પોસ્ટમાં શેર કર્યા
બોલિવૂડનાં સુપ્રસિદ્ધ કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરીને બીગ બી અમિતાભ બચ્ચને તેમની ઇન્સ્ટાગ્રામ પર એક મોટી પોસ્ટ લખી છે,જેમાં સરોજ ખાન સાથેની પ્રથમ મુલાકાતથી લઈને તેમના તરફથી મળેલા સૌથી સારા વખાણના કિસ્સા જણાવ્યા છે.

અમિતાભે લખ્યું, આ કમ્યુનિકેટિવ વર્લ્ડમાં હું તમને જણાવી રહ્યો છું, સરોજ ખાન મૃત્યુ પામ્યાં...અને સમયની દોડનો એક આખો ઈતિહાસ મગજમાં સામે આવી જાય છે...તે સમયે હું લાખો દિલની ધડકન મુમતાઝ સાથે ડિરેક્ટર ઓપી રાલ્હનની ફિલ્મ ‘બંધેહાથ’ શરુ કરવા જઈ રહ્યો હતો.

‘સરોજજી પણ ત્યારે મુખ્ય ડાન્સ ડિરેક્ટરમાંથી એક યુવા, ઉત્સાહી અને જિંદાદિલ ડાન્સ આર્ટીસ્ટ હતાં...આ બધું મુમતાઝની કૃપાથી થઇ રહ્યું હતું કારણ કે તેમણે એક નવા કલાકાર સાથે કામ કરવાની મંજૂરી આપી દીધી હતી. તેઓ એક મોટા સ્ટાર હતાં અને હું કઈ પણ નહોતો.’

‘મેં ઘણી સાવધાની સાથે તેમને જોયા હતાં’‘સરોજજી એક સોન્ગ માટે ડાન્સર્સની ભીડમાં હતાં...જ્યારે તેઓ ત્યાંથી દૂર ગયા ત્યારે મેં તેમને ઘણી સાવધાની જોયા અને તેવું લાગ્યું કે તે ગર્ભવતી છે. પરંતુ થોડીવાર પછી તેઓ કોઈ પણ મુશ્કેલી વગર ડાન્સ કરવા લાગ્યાં’

‘તેમના મુવ્સથી દરેક કલાકાર ફેમસ થવા લાગ્યો’‘અને પછી આવનારા સમયમાં તેઓ ફેમસ ડાન્સ ડિરેક્ટર બની ગયાં..કે બીજી ભાષામાં કહીએ તો તે કોરિયોગ્રાફર બની ગયા. તેમના મુવ્સને કારણે જે કલાકાર તેમની સાથે કામ કરતા હતા તે બધા ફેમસ થઇ ગયા.’

‘સારા શોટ પર એક રૂપિયાનો સિક્કો આપતા હતાં’‘જ્યારે પણ તેઓ કોઈ કલાકારને સારો શોટ આપતાં જોતા તો તેને પોતાની તરફ બોલાવતા અને એક રૂપિયાનો સિક્કો આપતા હતાં...શાબાશીના રૂપે અથવા તો શગુનના રૂપે. ઘણા ઘણા ઘણા વર્ષો પછી એક ફિલ્મમાં સોન્ગની સિક્વલ વખતે મને પણ તે સિક્કો મળ્યો...તે એક મોટી ઉપલબ્ધિ હતી.’

‘તેમણે શબ્દોને ડાન્સનો અર્થ આપવાની કલા શીખવાડી’સરોજજી તમે અમને અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લય, શૈલી, ગ્રેસ ઓફ મુવમેન્ટ અને ગીતના બોલને ડાન્સમાં પરાવર્તિત કરવાની કલા આપી. ઘણા વર્ષ પછી થયેલી એક મુલાકાત દરમિયાન તેમણે મારા વખાણ કર્યા હતા

‘ડોન ફિલ્મની રિલીઝ વખતે તેઓ દુબઈ રહેતા હતાં’લગ્ન પછી તેઓ દુબઈ રહેતા હતાં અને ડોન રિલીઝ થયા પછી તેમણે કહ્યું કે, મેં ફિલ્મ જોયી અને તે પછી ત્યાં ગઈ જે થિએટરમાં તેને રિલીઝ કરી હતી. તે સમયે હું તમારું સોન્ગ ‘ખઈકે પાન બનારસ વાલા’ શરુ થાય અને હું તેને જોયા પછી થિએટરમાંથી બહાર આવી જતી. હું રોજ આવું કરવા લાગી.

‘એક સોન્ગ જોવા માટે રોજ થિએટર જતી હતી’‘મેં ગેટકીપરને કહ્યું કે, મને તે સોન્ગ જોવા અંદર જવા દો અને તે પૂરું થાય પછી હું બહાર આવી જઈશ..તમે સમજી શકો છો, તે સોન્ગમાં તમારા ડાન્સ મુવ્સને જોઇને ઘણી ખુશી થઇ..’

‘તેમનાં તરફથી આ વખાણ મળવા એ પરમ સુખ બરાબર હતું. તેમનાં જવાથી એક વારસાનું મૃત્યુ થઇ ગયું.’

View this post on Instagram

You rest .. you rest well .. you rise .. you realise the hours .. you seek the elixir .. you devour .. you get to connect .. … and .. .. you be informed in this communicative world .. Saroj Khan has died .. .. and an entire history of time races before you in the cerebrum .. She was a sprightly young enthusiastic dance assistant to one of the major dance directors of the time .. of the time when I was just beginning .. of the film ‘Bandhe Haath’ with the heart throb of millions Mumtaz .. with the director OP Ralhan .. Mumtaz’s grace and acceptance to agree to work with this newbe .. she a stratospheric Star , me a nobody .. .. and Saroj ji in the crowd of dancers in a song .. her subtle grace when she moved .. at one point I saw her , quite alarmingly , finding the foetus had shifted in her stomach and she simply unabashedly pushed it into place , and carried on .. dancing .. .. and then over the years .. she excelled and attained the podium title of Dance Director .. or as the language changed , the Choreographer of film .. her moves becoming famous for each artist she worked with .. and when she would see an artist give a good shot under her care .. she would call her or him aside .. and .. .. give a rupee coin .. as a gesture .. as a pat on the back .. a ‘shagun’ .. .. many many years later .. during the song sequence of a film I was doing .. I became the recipient of that coin .. an immense achievement .. Saroj ji .. you gave us and the industry , rhythm, style, grace of movement and the art of converting the lyrics in a song to a meaning in dance .. .. on a chance meeting many many years ago she paid me my best compliment .. she was living in Dubai then from marriage and when DON was released she said “ I saw the film and then after, I would go to the theatre where it was released, at the time when your song ‘khaike paan.. was on , see it and come out .. I used to do it regularly every day .. I would tell the usher to let me in just to see the song and leave .. that is how much I enjoyed your dance moves ..” !! coming from her was the ultimate .. .. a legacy has passed away ..