કેરળના કોઝિકોડમાં થયેલી વિમાન દુર્ઘટનામાં બે પાઈલટ સહિત 18 લોકોના મૃત્યુ થયા છે. શુક્રવારે રાતે થયેલી દુર્ઘટનામાં 127 લોકો ઘાયલ થયા છે જેમાંથી 15 લોકો વધારે ગંભીર છે. દુર્ઘટના પછી દેશમાં દરેક લોકો મરનારાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને ઈજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગણ અને શાહરુખ ખાન સહિત ઘણા સેલેબ્સે પ્લેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભયાનક અકસ્માત...કેરળમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, કોઝિવોડ એરપોર્ટ, ભારે વરસાદને લીધે લેન્ડિંગ વખતે પ્લેન રનવે પર લપસ્યું...પ્રાર્થનાઓ..’
T 3620 - A terrible tragedy .. Air India crash in Kerala, Kozhikode airport , plane skids off the runway on landing in heavy rain .. Prayers ..