અમિતાભ બચ્ચને ગીતકાર પ્રસૂન જોષીની પંક્તિઓને બાબુજીની ગણાવી, ભૂલનો અહેસાસ થતા માફી માગી

અમિતાભ બચ્ચને ગીતકાર પ્રસૂન જોષીની પંક્તિઓને બાબુજીની ગણાવી, ભૂલનો અહેસાસ થતા માફી માગીઅમિતાભ બચ્ચને ગુરુવાર (6 ઓગસ્ટ)ના રોજ સવારે એક ટ્વીટમાં ગીતકાર તથા કવિ પ્રસૂન જોષીની માફી માગી હતી. બુધવાર (પાંચ ઓગસ્ટ) રાત્રે અમિતાભે ટ્વિટર પર એક કવિતા પોસ્ટ કરી હતી. અમિતાભે આ કવિતા હરિવંશ રાય બચ્ચનની હોવાનું કહ્યું હતું. જોકે, પછી ભૂલનો અહેસાસ થતા તેમને ખ્યાલ આવ્યો કે આ કવિતા પ્રસૂન જોષીની છે. અમિતાભે બીજા દિવસે એટલે કે ગુરુવારના રોજ ટ્વિટર પર પ્રસૂન જોષીની માફી માગી હતી. આ ટ્વીટનો નંબર પણ ખોટો લખ્યો હતો અને તે માટે પણ બિગ બીએ સોરી કહ્યું હતું.

ગુરુવાર સવારે બિગ બીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ભૂલ સુધારઃ ગઈ કાલે T3617 પર જે કવિતા મૂકી હતી, તેના લેખક બાબુજી નહોતા. આ ખોટું હતું. આ રચના કવિ પ્રસૂન જોષીની છે. હું તેમની માફી માગું છું. ત્યારબાદ બિગ બીએ પૂરી કવિતા શૅર કરી હતી.

CORRECTION : कल T 3617 pe जो कविता छपी थी , उसके लेखक , बाबूजी नहीं हैं । वो ग़लत था । उसकी रचना , कवि प्रसून जोशी ने की है । इसके लिए मैं क्षमा प्रार्थी हूँ ।