અમિતાભ બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ, ડિસ્ચાર્જ: અભિષેક હજી પોઝિટિવ, બીજી બીમારીઓને કારણે હોસ્પિટલમાં રહેશે

અમિતાભ બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ, ડિસ્ચાર્જ: અભિષેક હજી પોઝિટિવ, બીજી બીમારીઓને કારણે હોસ્પિટલમાં રહેશે11 જુલાઈથી અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કોરોનાવાઈરસની સારવાર લેતા હતા. આજે એટલે કે બીજી ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમને આજે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તે હોસ્પિટલમાં જ એડિમટ છે.

અભિષેક બચ્ચને ટ્વીટ કરીને માહિતી આપી અભિષેકે બે ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં અભિષેકે કહ્યું હતું, મારા પિતાનો કોવિડ 19નો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેઓ ઘરે રહીને આરામ કરશે. તમારી પ્રાર્થના તથા શુભેચ્છા માટે તમારો આભાર.