Translate to...

અમિતાભ અને અભિષેક બાદ હવે ઐશ્વર્યા-આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ, સામાન્ય તાવની ફરિયાદ

અમિતાભ અને અભિષેક બાદ હવે ઐશ્વર્યા-આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ, સામાન્ય તાવની ફરિયાદ




અમિતાભ બચ્ચન અને તેમના દિકરા અભિષેક બાદ હવે ઐશ્વર્યા તથા પૌત્રી આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને સામાન્ય તાવ આવતો હતો અને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાંજે આશરે 8:30 વાગે તેમને હોસ્પિટલ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા.

ઐશ્વર્યા રવિવારે કોરોના પોઝિટિવ જણાયા હતાશનિવારે (11 જુલાઈ)ના રોજ અમિતાભ અને અભિષેકનો કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ તેમના પરિવારના સભ્યો અને સ્ટાફની પણ તપાસ કરવામાં આવી હતી. તેમા ઐશ્વર્યા અને તેમની દિકરી આરાધ્યામાં મામૂલી લક્ષણ જણાયા હતા. BMCના અધિકારીઓએ ઐશ્વર્યા અને આરાધ્યામાં કોરોના પોઝિટિવના લક્ષણોને લઈ વાત કરી હતી અને પૂછ્યુ હતું કે શું તે કોરોનાના લક્ષણોથી મુશ્કેલી તો નથી?

ઐશ્વર્યાએ પોતાના તથા આરાધ્યાના લક્ષણોને સામાન્ય ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમને કોઈ મુશ્કેલી નથી. તેમને સામાન્ય તાવ આવ્યો નથી અને ન તો શ્વાસ લેવામાં કોઈ તકલીફ છે. ત્યારબાદ કોવિડ-19ના ક્વોરન્ટીનના નિયમો પ્રમાણે ઘર પર જ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ માટે સમગ્ર પરિવારને મંજૂરી હતી. હવે 6 દિવસ બાદ ઐશ્વર્યા આરાધ્યાને તાવના સમાચારથી ચિંતા સર્જાઈ છે.

અભિષેકેબે ટ્વિટ કરી સ્થિતિ સ્પષ્ટ કરી હતીગત રવિવારે સાંજે હોસ્પિટલમાં એક દિવસ વિતાવ્યા બાદ અભિષેકે ટ્વિટ કરી કહ્યું હતું કે મારા પિતા અને હું જ્યાં સુધી ડોક્ટર કહે ત્યાં સુધી હોસ્પિટલમાં રહેશું. હું સૌને સુરક્ષિત અને સાવધાન રહેવા અપીલ કરું છું. પ્લીઝ નિયમોનું પાલન કરો.અન્ય એક ટ્વિટમાં અભિષેકે ઐશ્વર્યા અને આરાધ્યાને કોવિડ-19 પોઝિટિવની પૃષ્ટિ કરી હતી. અભિષેકે લખ્યુ હતું કે તે ઘરમાં ક્વોરન્ટીનમાં રહેશે. અમે BMCને તેમની સ્થિતિ અંગે વાત કરી છે.







After Amitabh and Abhishek, Aishwarya-Aradhya also admitted to Nanavati Hospital, complains of general fever





After Amitabh and Abhishek, Aishwarya-Aradhya also admitted to Nanavati Hospital, complains of general fever