Translate to...

અમિતાભથી લઈ સારા અલી ખાન સુધી, સેલેબ્સે ગયા વર્ષે આ રીતે ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યો હતો

અમિતાભથી લઈ સારા અલી ખાન સુધી, સેલેબ્સે ગયા વર્ષે આ રીતે ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યો હતો




મુંબઈઃ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર અન્ય વર્ષોની તુલનામાં અલગ રીતે જ સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે લોકો પરિવાર સાથે મળીને આ તહેવાર મનાવતો હતો. જોકે, આ વર્ષે વીડિયો કૉલ પર રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવ્યો છે. બોલિવૂડ સ્ટાર્સે પણ આ વખતે ગયા વર્ષની જેમ ધૂમધામથી તહેવાર મનાવ્યો નથી.

સૈફ અલી ખાન અને તેનો પરિવાર દર વર્ષે રાખડી બાંધવા માટે ભેગા થતા હતા પરંતુ આ વખતે આમ શક્યું બન્યું નથી. ગયા વર્ષે સૈફ અલી ખાનને તેની બહેન સોહા અલી ખાને તો સારા અલી ખાને તેના સગા ભાઈ ઇબ્રાહિમ, કરીના કપૂરના દીકરા તૈમુર અલી ખાનને રાખડી બાંધી હતી. ઉપરાંત સોહા અલી ખાનની દીકરી ઇનાયા અને તૈમુર પણ સેલિબ્રેશનમાં સામેલ થતા હતા. રક્ષાબંધન પર તૈમુરને રાખડી બાંધવા માસી કરિશ્મા કપૂર પણ તેના બાળકોને લઈને આવતી હતી. બચ્ચન પરિવારની વર્ષોથી ચાલતી આવતી રક્ષાબંધન સેલિબ્રેશનની પરંપરા આ વર્ષે મહામારીના સમયમાં અલગ હશે એ સ્વાભાવિક વાત છે. જયા બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યો અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા કોરોના પોઝિટિવ હતા. હાલ તો અભિષેક સિવાય બધા કોરોના નેગેટિવ છે અને ઘરે આઇસોલેટ છે.

અગાઉ રક્ષાબંધન પર બહેન શ્વેતા ભાઈ અભિષેકને રાખડી બાંધવા આવતી. શ્વેતાના બાળકો નવ્યા અને અગસ્ત્ય પણ ઘરે આ સેલિબ્રેશનમાં સામેલ થાય છે. આરાધ્યા પણ કઝિન્સ સાથે તહેવાર મનાવતી હતી.







rakhi special From Amitabh to Sara Ali Khan, celebs celebrated the festival like this last year