Translate to...

અમૃતા ફડણવીસે કહ્યું- મુંબઈમાં હવે ડર લાગે છે, સંજય નિરુપમ બોલ્યા- મુંબઈ પોલીસ પાગલ થઈ ગઈ છે

અમૃતા ફડણવીસે કહ્યું- મુંબઈમાં હવે ડર લાગે છે, સંજય નિરુપમ બોલ્યા- મુંબઈ પોલીસ પાગલ થઈ ગઈ છે




સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ભારતીય જનતા પાર્ટી સતત CBI તપાસની માગણી કરી રહી છે. હવે મહારાષ્ટ્રાના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું હતું કે મુંબઈ હવે સલામત રહ્યું નથી.

શું ટ્વીટ કરી? અમૃતા ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું હતું, જે રીતે સુશાંત સિંહ રાજપૂત કેસને હેન્ડલ કરવામાં આવ્યો, મને લાગે છે કે મુંબઈએ પોતાની માણસાઈ ગુમાવી દીધી છે અને હવે આ શહેર નિર્દોષ, સ્વાભિમાની લોકોના રહેવા માટે સુરક્ષિત નથી.

The manner in which #SushantSinghRajputDeathCase is being handled - I feel #Mumbai has lost humanity & is no more safe to live - for innocent, self respecting citizens #JusticeforSushantSingRajput #JusticeForDishaSalian

— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) August 3, 2020

આ પહેલાં પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે ED તથા CBI આ કેસની તપાસ કરે તેવી માગણી કરી હતી. જોકે, ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે આ કેસમાં મુંબઈ પોલીસ યોગ્ય રીતે તપાસ કરી રહી છે.

BMC તથા મુંબઈ પોલીસ પાગલ થઈ છેઃ સંજય નિરૂપમ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ માટે પટનાથી મુંબઈ આવેલા SP વિનય તિવારીને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. BMCએ તેમના હાથ પર ક્વૉરન્ટીનનો સ્ટેમ્પ લગાવી આગામી આદેશ સુધી તેમને ગેસ્ટ હાઉસમાં રહેવા માટે જ કહ્યું હતું. હવે કોંગ્રેસી નેતા સંજય નિરૂપમે મુંબઈ પોલીસને આડેહાથ લીધી હતી.

તેમણે ટ્વીટ કરીને કહ્યું, BMC તથા મુંબઈ પોલીસ પાગલ થઈ ગઈ હોય તેમ લાગે છે. સુશાંત સિંહ કેસની તપાસ કરવા આવનાર IPS અધિકારી વિનય તિવારીને 15 ઓગસ્ટ સુધી ક્વૉરન્ટીન કરી દીધા છે તો તે તપાસ કેવી રીતે કરશે? સંજય નિરૂપમે મુખ્યમંત્રીને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે વિનય તિવારીને રિલીઝ કરવામાં આવે અને તપાસમાં મદદ કરવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો મુંબઈ પોલીસ પરની શંકા વધુ પ્રબળ બનશે.

लगता है, #BMC और मुंबई पुलिस पगला गए हैं। सुशांत सिंह मृत्यू कांड की जाँच करने आए IPS अफसर तिवारी को 15 अगस्त तक क्वारंटीन कर दिया।जाँच कैसे होगी ? मुख्यमंत्री तत्काल हस्तक्षेप करें।तिवारी को रिलीज कराएँ और जाँच में मदद करें वरना मुंबई पुलिस पर शक और बढ़ेगा।#SushanSinghRajput

— Sanjay Nirupam (@sanjaynirupam) August 3, 2020





Amrita Fadnavis says - Mumbai is scared now, Sanjay Nirupam says - Mumbai police has gone mad