અમરેલી અને ગીર પંથકમાં ધોધમાર, રાજકોટમાં ધીમીધારે વરસાદ, સુત્રાપાડામાં 3 ઈંચ, પ્રાચી માધવરાય મંદિર 15 ફૂટ પાણીમાં ગરકાવ




સૌરાષ્ટ્રભરમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદ પડતા નાના તળાવો, નદીઓ અને ચેકડેમોમાં નવાનીરની આવક થઈ છે. સુત્રાપાડામાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે સરસ્તવતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો પ્રાચી માધવરાય મંદિર 15 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગીર ઉપરવાસમાં વરસાદને લઇ ગીરગઢડા અને કોડીનારમાંથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.અમરેલી પંથકમાં પણ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ રાજકોટમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

રાજકોટમાં પોપટપરા નાળુ અને લક્ષ્મીનગર અંડરબ્રિજમાં પાણી ભરાયારાજકોટમાં આખી રાત પડેલા વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. શહેરનાલક્ષ્મીનગર અંડરબ્રિજમાં પાણી ભરાય જતાં રસ્તો બંધ થઈ ગયો હતો. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પોપટપરા નાળુ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

ગોંડલ તાલુકામાં ધીમીધારે વરસાદગોંડલ અને આસપાસના ગામોમાં આધી રાત ધીમીધારે વરસાદ પડ્યો હતો.ગોંડલમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે વાસાવડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું.

માધવરાયની પ્રતિમા ઉપરથી 15 ફૂટ ઉંચુ પાણી વહી રહ્યું છેગીર પથંકમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ પડી રહેલા વરસાદના પગલે તાલાલાની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાથે જ પ્રાચી માધવરાય મંદિર 10 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. માધવરાય ભગવાનની પ્રતિમા ઉપરથી 15 ફૂટ ઉંચુ પાણી વહી રહ્યું છે.

મેઘરાજા ઓળઘોળ બનતા અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યોગીર સોમનાથ પંથકમાંમેઘરાજા ઓળઘોળ બનતા અરબી સમુદ્રમાં પણ અસર જોવા મળી હતી. અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો અને સમુદ્ર તોફાની બનતા માછીમારોને દરિય ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રૂદરેશ્વર મંદિર પાસે આવેલ ચેક ડેમ છલકાયોબીજી તરફ સીંગોડા નદી પર ઘાટવડ રૂદરેશ્વર મહાદેવ મંદિર પાસે બનાવવામાં આવેલો ચેરડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના પગલે ચેકડેમોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

માળીયા તાલુકામાં ધોધમાર વરસાદમાળીયા તાલુકાના ગડુ આસપાસના વિસ્તારના ગામોમાં 24 કલાક 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વરસાદને લઇ ગીર વિસ્તાર અને ઘરની આસપાસના વિસ્તારોના ગામોની જીવાદોરી સમાન મેઘલ નદીમાં પુર આવ્યું હતું.

અમરેલી પંથકમાં ધોધમાર વરસાદગઈકાલે સાંજથી પડી રહેલા ધોધમાર વરસાદના પગલે અમરેલી પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આખી રાત વરસાદ પડતા અમરેલીમાં 32 મીમી, લીલીયામાં 28 મીમી, બાબરામાં 18 મીમી, સાવરકુંડલામાં 12 મીમી, ખાંભામાં 17 મીમી, ધારીમાં 14 મીમી, બગસરામં 5 મમી, વડીયામાં 19 મીમી અને લાઠીમાં 22મીમી વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ઉનામાં 3 ઈંચ, કોડીનારમાં 3 ઈંચ, ગીર ગઢડામાં 3.5 ઈંચ, તાલાલામાં 4 ઈંચ, વેરાવળમાં 3.5 મીમીને સુત્રાપાડામાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો.







rainfall in all over saurashtra