Translate to...

અમદાવાદ શહેરમાં પ્રથમવાર 150થી ઓછા કેસ નોંધાયા, 117 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા અને 4ના મોત થયા

અમદાવાદ શહેરમાં પ્રથમવાર 150થી ઓછા કેસ નોંધાયા, 117 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા અને 4ના મોત થયા



શહેર અને જિલ્લામાં એક સમયે કોરોનાનો કહેર હતો. રોજેરોજ 250થી 300 જેટલા કેસ નોઁધાતા હતા. જોકે આજે તેમાં ઘટાડો જોવા મળ્યો છે અને શહેર અને જિલ્લામાં 146 કેસ નોઁધાયા છે. જ્યારે 117 દર્દી ડિસ્ચાર્જ થયા અને 4 દર્દીના મોત નિપજ્યા છે. અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 26,634 અને મૃત્યુઆંક 1,601 થયો છે. તેમજ કુલ 21,585 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

101 દર્દી સાજા થયા ઘરે પરત ફર્યા 1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં નવા 138 કેસ નોંધાયા છે. જ્યારે 101 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે અને કોરોનાના કારણે 4 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં નવા 8 કેસ નોંધાયા છે અને તેના બમણાં 16 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે છેલ્લા 10 દિવસથી અમદાવાદમાં મૃત્યુ આંક 5 કે તેનાથી ઓછો નોંધાય છે. છેલ્લે 21 જુલાઈએ 6 દર્દીના મોત થયા હતા.

37 દિવસમાં 34 વાર 10થી ઓછા મોત શહેર અને જિલ્લામાં 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત, 29 જૂને 9, 30 જૂને 9 મોત, 1 જુલાઈએ 8 મોત, 2 જુલાઈએ 7 મોત,3 જુલાઈએ 10 મોત, 4 જુલાઈએ 9 મોત, 5 જુલાઈએ 9 મોત, 6 જુલાઈએ 7 મોત, 7 જુલાઈએ 4 મોત, 8 જુલાઈએ 5 મોત, 9 જુલાઈએ 5 મોત, 10 જુલાઈએ 5 મોત,11 જુલાઈએ 4 મોત, 12 જુલાઈએ 4 મોત, 13 જુલાઈએ 3,14 જુલાઈએ 3,15 જુલાઈએ 2, 16 જુલાઈએ 5, 17 જુલાઈએ 5,18 જુલાઈએ 4, 19 જુલાઈએ 6, 20 જુલાઈએ 6, 21 જુલાઈએ 6, 22 જુલાઈએ 3, 23 જુલાઈએ 5, 24 જુલાઈએ 3, 25 જુલાઈએ 4, 26 જુલાઈએ 3, 27 જુલાઈએ 4, 28 જુલાઈએ 4, 29 જુલાઈએ 5, 30 જુલાઈએ 5 દર્દી, 31 જુલાઈએ 4 દર્દી અને 1 ઓગસ્ટે 5 દર્દીના મોત થયા છે. આમ 37 દિવસમાં 34 વખત 10થી ઓછા મોત નોંધાયા છે.

24 દિવસમાં 16 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા આ પહેલા 7 જુલાઈ, 11 જુલાઈ, 12 જુલાઈએ 4-4 મોત, 13 જુલાઈએ 3 મોત, 14 જુલાઈ 3 મોત, 15 જુલાઈએ 2, 18 જુલાઈએ 4, 20 જુલાઈએ 4, 22 જુલાઈએ 3, 24 જુલાઈએ 3, 25 જુલાઈએ 4, 26 જુલાઈએ 3, 27 જુલાઈએ 4, 28 જુલાઈએ 4, 31 જુલાઈએ 4 અને 1 ઓગસ્ટે 4 દર્દીના મોત થયા છે. આમ 24 દિવસમાં 16 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા છે.

આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ 17 જૂન 330 22 223 18 જૂન 317 22 281 19 જૂન 312 21 206 20 જૂન 306 16 418 21 જૂન 273 20 427 22 જૂન 314 16 401 23 જૂન 235 15 421 24 જૂન 215 15 401 25 જૂન 238 12 216 26 જૂન 219 8 210 27 જૂન 211 12 218 28 જૂન 211 13 181 29 જૂન 236 9 171 30 જૂન 197 9 137 1 જુલાઈ 215 8 125 2 જુલાઈ 211 7 161 3 જુલાઈ 204 10 131 4 જુલાઈ 172 9 228 5 જુલાઈ 177 9 216 6 જુલાઈ 183 7 240 7 જુલાઈ 187 5 124 8 જુલાઈ 156 5 170 9 જુલાઈ 162 5 139 10 જુલાઈ 165 5 161 11 જુલાઈ 178 4 126 12 જુલાઈ 172 4 133 13 જુલાઈ 164 3 125 14 જુલાઈ 167 3 180 15 જુલાઈ 173 2 212 16 જુલાઈ 181 5 188 17 જુલાઈ 184 5 165 18 જુલાઈ 199 4 169 19 જુલાઈ 212 6 167 20 જુલાઈ 193 4 200 21 જુલાઈ 199 6 205 22 જુલાઈ 196 3 203 23 જુલાઈ 210 5 203 24 જુલાઈ 176 3 205 25 જુલાઈ 180 4 170 26 જુલાઈ 163 3 168 27 જુલાઈ 184 4 463 28 જુલાઈ 156 4 166 29 જુલાઈ 152 5 117 30 જુલાઈ 157 5 119 31 જુલાઈ 176 4 112 1 ઓગસ્ટ 146 4 117 કુલ આંક 9,374 370 9,519





Corona ahmedabad LIVE total case 26,663 and death 1,601