Translate to...

અમદાવાદમાં UGVCLનો હાહાકારઃ ચાંદખેડા CM આવાસ યોજનાના 1-BHK ફ્લેટમાં 5થી 16 હજારના વીજ બિલ ફટકાર્યા

અમદાવાદમાં UGVCLનો હાહાકારઃ ચાંદખેડા CM આવાસ યોજનાના 1-BHK ફ્લેટમાં 5થી 16 હજારના વીજ બિલ ફટકાર્યા




અમદાવાદમાં છેવાડે આવેલા વિસ્તારમાં હજી સુધી ટોરેન્ટ પાવરના કનેકશન ન હોવાથી ઉત્તર ગુજરાત વીજ કંપનીના જોડાણ છે. ચાંદખેડા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના રામેશ્વર એપાર્ટમેન્ટના બ્લોક નંબર 4માં દર બે મહિને સરેરાશ 1 હજારથી 2 હજાર બિલ આવતા હતા. તેમને સીધું 5 હજારથી 16 હજાર જેટલું બિલ UGVCLએ ફટકાર્યું છે. બિલ વધુ આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ભંગારનો વેપાર કરતા અને 1 રૂમ-રસોડુ ધરાવતા પ્રવીણભાઈ ચૌહાણને UGVCLએ 16,744નું બિલ ફટકાર્યું છે.

UGVCLએ મનફાવે તેમ બિલ આપી દીધાસોશિયલ મીડિયામાં વાઇરલ થયેલું ચાંદખેડામાં આદિત્ય ગ્રીન્સની બાજુમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજના રામેશ્વર એપાર્ટમેન્ટનું 5 હજારના બિલ અંગે Divyabhaskarની ટીમે રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરતા આખા બ્લોકના લોકોને લોકડાઉનમાં UGVCLએ મનફાવે તેમ બિલ આપી દીધા છે. 1 રૂમ-રસોડાનું સામાન્ય 2 હજાર સુધીના બિલમાં 5 હજારથી 16 હજાર સુધીના બિલ ફટકાર્યા છે.

આટલો તો વપરાશ પણ થતો નથીઃ સરસ્વતીબેન ચૌહાણ ( બ્લોકના રહિશ)16 હજારનું બિલ આવ્યું છે એવા સરસ્વતીબેન ચૌહાણે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં 2 હજારથી અઢી હજાર બિલ આવતું હોય છે. પણ આ વખતે 16 હજાર બિલ ફટકાર્યું છે. આટલો તો વપરાશ પણ થતો નથી. આખા બિલ્ડિંગને આડેધડ બિલ આપી દીધા છે. જેથી આખા બિલ્ડિંગના લોકોને ફરિયાદ છે.

ગમે તેટલું વાપરો પણ 6 હજાર બિલ થોડું આવેઃ કુમુદબેન સોલંકી( બ્લોકના રહિશ)કુમુદબેને સોલંકીએ જણાવ્યું હતું કે સરેરાશ 1500-2000 જેટલું બિલ આવતું હોય છે. 1 રૂમમાં લાઈટ પંખા અને AC હોય. તમે ગમે તેટલું વાપરો પણ 6 હજાર બિલ થોડી આવે. અમે ઉનાળામાં ACનો ઉપયોગ પણ જરૂર પુરતો જ કરીએ છીએ. ઘરમાં અમે પંખા પણ જરૂર પુરતા ચાલુ કરીએ છીએ.

બે ગણું બિલ આ વખતે UGVCLએ ફટકાર્યું: રિંકુ શાહ(બ્લોકના રહિશ)રિંકુ શાહે જણાવ્યું હતું કે મારે સરેરાશ જેટલું બિલ આવે છે તેના કરતાં બે ગણું બિલ આ વખતે UGVCLએ ફટકાર્યું છે. આટલું બિલ તો કોઈને પણ નથી પોસાતું. જ્યારે 9 હજારનું બિલ જેમને આવ્યું છે એવા કીર્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે મારે 2 હજારની આસપાસ બિલ આવે છે એના કરતાં આ વખતે 9060 જેટલું બિલ ફટકાર્યું છે.બિલ વધુ આવતા હું પૂછવા પણ ગયો તો કહ્યું તમારે બિલ આવશેઃ જયેશભાઈ (રહિશ)જયેશભાઈએ જણાવ્યું હતું કે મારું સરેરાશ બિલ 1500થી 1600 આવતું હતું પરંતુ આ વખતે આ લોકોએ 6 હજાર રૂપિયા બિલ આપ્યું છે. બિલ વધુ આવતા હું પૂછવા પણ ગયો હતો, તો એ લોકોએ કહ્યું કે તમારે બિલ આવશે. આટલું બધુ બિલ એક સામટું આપો છો અમને કેવી રીતે પોસાય. જેવું આવે તેમ બિલ મોકલતા રહો તો સારુ તો લોકડાઉનમાં મોકલી દઇશું તેમ કહ્યું હતું. અત્યારે એક સામટું બિલ મોકલ્યું છે.







UGVCL gave 5 to 16 thousand electricity bills hit in 1BHK flat of Chandkheda CM Awas Yojana