Translate to...

અમદાવાદમાં સમીસાંજે વરસાદઃ પૂર્વ-પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન, અખબારનગર અંડરપાસ બંધ કરાયો

અમદાવાદમાં સમીસાંજે વરસાદઃ પૂર્વ-પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન, અખબારનગર અંડરપાસ બંધ કરાયો




શહેરમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારોના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું સમી સાંજે આગમન થયું છે. સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે. જ્યારે શહેરના શિવરંજની, શ્યામલ, કેશવ બાગ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંધ કરવો પડ્યો છે,

સમગ્ર શહેરમાં મેઘમહેર એસજી હાઈવે, સરખેજ, બોડકદેવ, ચાંદખેડા, રાણીપ, બોપલ, મણીનગર, બાપુનગર, નરોડા, કાલુપુર, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, પૂર્વમાં વસ્ત્રાલ, નિકોલ, ઈસનપુર, સીટીએમ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર સહિતના વિસ્તારોમાં સાંજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સતત ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોને રાહતનો અનુભવ થયો હતો.

એક્સ્પ્રેસ વે સહિતના માર્ગો પર વિઝિબિલિટી ઘટી પવન સાથે ભારે વરસાદને પગલે એક્સપ્રેસ વે પર વિઝિબિલિટી પૂઅર થઈ છે, બે ફૂટ આગળ કશું દેખાતું ન હોવાનું વાહનચાલકો કહી રહ્યા છે. ઉપરાંત શહેરના અન્ય માર્ગો પર પણ ધોધમાર વરસાદ અને પવનને પગલે વિઝિબિલિટીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે.







Rain in Ahmedabad in evening than cold feel by citizen of city